1. Home
  2. ગુજરાતી
  3. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ MP મુલાકાતે – ટ્રિપલ ITM ના ચોથા દીક્ષાંત સમારોહમાં આપી હાજરી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ  MP મુલાકાતે –  ટ્રિપલ ITM ના ચોથા દીક્ષાંત સમારોહમાં આપી હાજરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ MP મુલાકાતે – ટ્રિપલ ITM ના ચોથા દીક્ષાંત સમારોહમાં આપી હાજરી

0
Social Share

 

ભોપાલઃ- રાષ્ટ્રપતિ દ્રોપજી મુર્મુ આજે મધ્યપ્રદેશની મુલાકાતે પહોચ્યા છે, જાણકારી પ્રમાણે  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અટલ બિહારી ટ્રિપલ આઈટીએમ પહોંચ્યા. તેઓ અહીં સંસ્થાના ચોથા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જયવિલાશ પેલેસ પહોંચ્યા અને પહેલા હેન્ડલૂમ્સ સાથે ગેલેરી, મ્યુઝિયમ જોયું અને અહીં કામ કરતા લોકો સાથે વાત કરી. તેમજ મહેલમાં હાજર વિદ્યાર્થીઓ અને છત્રીઓ સાથે વાત કરી અને તેમને ભેટ આપી.

મુર્મુ એરપોર્ટથી રાષ્ટ્રપતિ દ્રૌપદી જયવિલાસ પેલેસ પહોંચ્યા  અહીં તેમનું સ્વાગત કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના પરિવારે કર્યું હતું. જય વિલાસ પેલેસના મંડપથી અંદર સુધી નૃત્ય કલાકારોએ તેમનું પરફોર્મન્સ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. 

આ સહીત તેમણે જય વિલાસ પેલેસમાં 19 પ્રકારના સાત્વિક ફૂડનો પણ સ્વાદ ચાખ્યો. તેમના માટે સાત્વિક ભોજન ખાસ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં નેપાળી સાગથી માંડીને દાલમા, સંતુલા, જીરું મૂંગ દાળ ચિલ્કા, પનીર મખાના, ભુટા કીસ વગેરે તૈયાર કરવામાં આવ્યા હતા.

આ સહીત રાષ્ટ્રપતિની સાથે  રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર રહ્યા છે. કાર્યક્રમમાં તેમણે વિદ્યાર્થીઓને મેડલ અને ડીગ્રી એનાયત કરવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code