કુદરતી આફત વચ્ચે હિમાચલ પ્રદેશના મંડીમાં 4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
હિમાચલ પ્રદેશના મંડીમાં સવારે લગભગ 4.30 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 નોંધાઈ હતી. ધરતી ધ્રુજવાને કારણે ઘરોમાં સૂતા લોકો અચાનક જાગી ગયા અને બહાર દોડી ગયા. સદનસીબે આ ભૂકંપમાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. હિમાચલમાં સતત વાદળ ફાટવા, વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે લોકો પહેલાથી જ ડરી ગયા છે. […]