1. Home
  2. Tag "Earthquake"

કચ્છમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં ફફડાટ

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા મહિનાઓથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. દરમિયાન આજે  સવારે કચ્છમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. આ ભૂકંપની તીવ્રતા 4.3ની હોવાનું જાણવા મળે છે. કચ્છમાં આજે ભૂકંપનો જોરદાર આંચકો આવતો વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપની યાદ તાજી થઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છમાં આજે સવારે 9.46 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. […]

દિલ્હીમાં એક વર્ષમાં ભૂકંપના 51 જેટલા આંચકા નોંધાયાં

દિલ્હીઃ ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેકવાર ભૂકંપના આંચકા આવે છે. એટલું જ નહીં દેશના અન્ય રાજ્યોમાં પણ છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યાં છે. દરમિયાન શુક્રવારે દેશની રાજધાની દિલ્હીમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. દિલ્હી-એનસીઆરમાં એક વર્ષના સમયગાળામાં ભકંપના 51 જેટલા આંચકા નોંધાયાં છે. દિલ્હીમાં શુક્રવારે સવારે ધરા ધ્રુજી હતી. લગભગ 2.3ની તીવ્રતા નોંધાઈ હતી. ભૂકંપનો આંચકો […]

દિલ્હીની ઘરા ફરી એક વખત ભૂકંપથી ઘ્રૂજી – રિક્ટર સ્કેલ પર તીવ્રતા  2.3 નોંધાઈ

દિલ્હીમાં વહેલી સવારે ભૂકંપના આંચકા 2.3 ની તીવ્રતા નોંધાઈ દિલ્હીઃ-આજ રોજ શુક્રવારે દિલ્હીમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.3 માપવામાં હતી. શુક્રવારે સવારે 5 કલાકે ભૂકંપ આવ્યો હતો.દિલ્હીમાં છેલ્લા દસ દિવસમાં આ બીજી વખત ભુકંપ આવવાની ઘટચના બનવા પામી છે. આ પહેલા 17 ડિસેમ્બરે રાજસ્થાનના અલવરમાં ભૂકંપ આવ્યો […]

ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ભૂકંપનો આંચકો, લોકોમાં ફફડાટ

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા આવે છે. દરમિયાન આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 39 કિમી દૂર નોંધાયું હોવાનું જાણવા મળે છે. તેમજ ભૂકંપની તીવ્રતા 2.3 નોંધાઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર બનાસકાંઠાના પાલનપુરમાં અચાનક ધરા ધ્રુજતા લોકોમાં ભય ફેલાયો અને હતો અને ઘરની બહાર દોડી ગયા […]

ગીર સોમનાથના તાલાલામાં 5 કલાકમાં જ ભૂકંપના 15 હળવા આંચકા

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા આવે છે. દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી ગીર સોમનાથમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ વધ્યું છે. દરમિયાન રાતના માત્ર પાંચ કલાકમાં જ ભૂકંપના હળવા પાંચ આંચકા આવતા ગીર સોમનાથની જનતામાં ફફડાટ ફેલાઈ ગયો છે. જો કે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ મોટી જાનહાની થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર […]

અમેરિકા: અલાસ્કામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, મહાસાગરમાં 2 મીટર ઊંચા મોજાં ઉછળ્યા

અમેરિકાના અલાસ્કામાં મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5ની આંકવામાં આવી સમુદ્રમાં કેટલીક જગ્યાએ 1.5 થી 2 મીટર ઊંચા મોજાં ઉછળ્યા અલાસ્કા: અમેરિકામાં વારંવાર કુદરતી હોનારતો સર્જાતી હોય છે ત્યારે હવે અમેરિકાના ઉત્તરમાં આવેલા રાજ્ય અલાસ્કામાં મંગળવારે સવારે ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોગ્રાફ પર આ ભૂકંપની તીવ્રતા 7.5 રિક્ટર સ્કેલ પર […]

પાકિસ્તાનમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા,બે કલાકમાં બે વાર ધ્રૂજી પાકિસ્તાની ધરા

પાકિસ્તાનમાં ફરી ભૂકંપ બે કલાકમાં બે આચંકા અનુભવાયા ભૂકંપની તીવ્રતા 4.8 નુકશાન થવાના કોઈ સમાચાર સામે નથી આવ્યા પાકિસ્તાનમાં ફરીએક વાર ભૂંકપનો આચકો આવ્યો છે,ગુરવાર બપોરે 12 વાગ્યેને 31 મિનિટે પર આવેલા ભૂકંપની તીવ્રતા 4.8 નોંધાઈ છે, ભારત-પાકિસ્તાનની બોર્ડર પર ભૂકેપનું કેન્દ્ર બિંદૂ રહ્યું છે, પહેલા મંગળવારના રોજ પણપાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભૂકંપે તબાહી મચાવી હતી,જેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code