1. Home
  2. Tag "Education"

અફઘાનિસ્તાનમાં છોકરીઓને શિક્ષણ મેળવવાની મંજૂરી આપવાનું તાલીબાનોને યુનિસેફનું આહ્વાન

અફઘાનિસ્તાનમાં છોકરીઓને તમામ સ્તરે શિક્ષણ મેળવવાની મંજૂરી આપવાનું તાલીબાનોને યુનિસેફે આહ્વાન કર્યુ છે. યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ (યુનિસેફ)એ ચેતવણી આપી છે કે, છોકરીઓના શિક્ષણ પરના પ્રતિબંધોએ તેમને તેમના ઘરોમાં જ સીમિત કરી દીધી છે અને તેઓ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ, બાળ લગ્ન અને નાની ઉંમરે ગર્ભાવસ્થાનો સામનો કરી રહી છે. એક નિવેદનમાં, યુનિસેફે ચેતવણી […]

અલવરમાં શિક્ષણના નામે ગરીબ બાળકોનું ધર્માંતરણ કરાવતી એક મોટી ગેંગનો પર્દાફાશ

રાજસ્થાનના અલવરમાં, પોલીસે ઉદ્યોગ નગરમાં એક મોટા ગેરકાયદેસર ધર્માંતરણ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસને માહિતી મળી હતી કે ગોલેટાના સૈયદ કોલોનીમાં સ્થિત ‘ફ્રેન્ડ્સ મિશનરી પ્રેયર બેન્ડ’ નામની હોસ્ટેલમાં શિક્ષણના નામે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોનું ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. અલવરના એસપી સુધીર ચૌધરીએ જણાવ્યું હતું કે પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ […]

SWAYAM જેવા પ્લેટફોર્મ દ્વારા શિક્ષણમાં ટેકનોલોજીના એકીકરણને વેગ મળ્યોઃ ડો.સુકાંત મજુમદાર

અમદાવાદઃ શિક્ષણ મંત્રાલયે ગુજરાતના કેવડિયામાં કેન્દ્રીય યુનિવર્સિટીઓની બે દિવસીય કુલપતિઓની પરિષદનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, શિક્ષણ રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજુમદાર, શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને કેન્દ્રીય યુનિવર્સિટીઓના કુલપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. સુકાંત મજુમદારે સમાપન સત્રમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સરદાર પટેલ એકતા, શિસ્ત અને […]

લોકોમાં રોકાણનું વિઝન ત્રણ સ્તંભ પર ઉભું છે – શિક્ષણ, કૌશલ્ય અને આરોગ્યસંભાળ!: પીએમ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધન કર્યું. આ પ્રસંગે સભાને સંબોધતા, તેમણે વેબિનારની થીમ, “લોકો, અર્થતંત્ર અને નવીનતામાં રોકાણ” ના મહત્વ પર પ્રકાશ પાડ્યો, જે વિકાસ ભારત માટે રોડમેપને વ્યાખ્યાયિત કરે છે. તેમણે ટિપ્પણી કરી કે આ વર્ષનું બજેટ આ વિષયને મોટા પાયે પ્રતિબિંબિત કરે છે અને […]

નાણામંત્રીએ બજેટમાં શિક્ષણ માટે કરી મોટી જાહેરાત, AI માટે ખાસ ફંડની ફાળવણી

• મેડિકલમાં 7500 બેઠકો વધારાશે • દેશમાં પાંચ આઈઆઈટીનું વિસ્તરણ કરાશે • ભારતીય ભાષા પુસ્તક પ્રોજેક્ટ અમલમાં મૂકાશે નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ આજે સંસદમાં સતત આઠમી વખત બજેટ રજૂ કર્યુ હતુ. સસંસદની કાર્યવાહીના પ્રારંભે વિપક્ષે મહાકુંભની નાસભાગની ચર્ચાને લઈને હોબાળો મચાવ્યો હતો. નાણામંત્રીએ પોતાનું ભાષણ શરૂ કરતાની સાથે જ વિપક્ષોએ સૂત્રોચ્ચાર કર્યા હતો. […]

આરોગ્ય, શિક્ષણ, રસ્તા, પાણી સહિતની સુવિધાઓ ગામડે-ગામડે પહોંચી છે: ડો. મનસુખ માંડવીયા

અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરાજી-ઉપલેટા વિસ્તારના રૂ.૬૭.૫ કરોડના ૭૧ વિકાસકામોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ વર્ચ્યુઅલી કર્યું હતું. આ તકે શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયાએ ધોરાજી-ઉપલેટા વિસ્તારના નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

રણમાં અગરિયાઓના બાળકોના શિક્ષણ માટે ખરીદેલી 10 બસો ઉપયોગ વિના ભંગાર બની ગઈ

• સરકારે મોડિફાઈ કરીને 80 લાખના ખર્ચે 10 બસો તૈયાર કરી હતી, • સરકારી અધિકારીઓની લાપરવાહીથી સ્કૂલ બસો પડી પડી કાટ ખાઈ ગઈ, • હાલ કડકડતી ઠંડીમાં તંબુમાં ભણતા અગરિયાના બાળકો અમદાવાદઃ ગુજરાત સરકાર શાળાના બાળકો માટે અનેક યોજના બનાવે છે અને એની પાછળ લખલૂટ ખર્ચ પણ કરવામાં આવતો હોય છે. પરંતુ સારકારના જ જવાબદાર […]

NEET-UG 2024ના અંતિમ સુધારેલા પરિણામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી, જુની લિંકથી થઇ ગેરસમજ

શિક્ષણ મંત્રાલયે ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે NEET-UG 2024ના અંતિમ સંશોધિત પરિણામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી. મંત્રાલયે કહ્યું, ‘કૃપા કરીને સત્તાવાર માહિતીની રાહ જુઓ.’ વાસ્તવમાં, 25 જુલાઇએ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વેબસાઈટ પર જૂની લિંકને કારણે લોકોને એવી ગેરસમજ થઈ હતી કે નવું સ્કોર કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. જો કે મોડી રાત્રે શિક્ષણ મંત્રાલયે […]

અગ્રણી શિક્ષણવિદ ઈલાબેન ગોહેલનું “ઇન્સ્પાયરિંગ એજ્યુકેશન હીરો” એવોર્ડથી સમ્માન

અમદાવાદઃ જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ-રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા (Trim Media Pvt. Ltd)ના ડિરેક્ટર અને શૈક્ષણિક સંસ્થા NIMCJ ના ડેપ્યુટી ડિરેક્ટર શ્રીમતી ઈલાબેન ગોહેલનું ઈજીએન ઈન્ડિયા દ્વારા ‘ઈન્સાયરિંગ એજ્યુકેશન હીરો’ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. ઈજીએન ઈન્ડિયા દ્વારા શિક્ષણ ક્ષેત્રે કામ કરતા ટીચર્સ અને મેનેજમેન્ટના લોકોને તેમના કામ બદલ ઈન્સ્પાયરિંગ એજ્યુકેશન એવોર્ડથી સંમાનિત કરવામાં આવે છે. […]

ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની દીકરીના શિક્ષણની ચિંતા સરકાર કરશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી કન્યાઓને ચાર વર્ષમાં કુલ રૂ. 50,000 આર્થિક સહાય આપવાની ‘નમો લક્ષ્મી’ યોજના તથા ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને બે વર્ષમાં કુલ રૂ. 25000 આર્થિક સહાય આપવાની ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. રાજ્યની દિકરીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવાવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code