1. Home
  2. Tag "Education"

NEPના માધ્યમથી ભારતની ગુરુકુળ પરંપરા પુનઃપ્રસ્થાપિત થશે: શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર

અમદાવાદ: દિનેશ હૉલ ખાતે આયોજિત ‘ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુકુળ પરંપરાનું સ્થાન’ પરિસંવાદમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર અતિથિવિશેષ તરીકે ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ઘડાયેલી નવી શિક્ષણ નીતિના માધ્યમથી ભારતીય ગુરુકુળ પરંપરા પુનઃપ્રસ્થાપિત થશે. આઝાદીના અમૃત કાળમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે આપણે સૌ કટિબદ્ધ […]

મહાન ભારતના નિર્માણને સિદ્ધ કરવાની અને તેને સફળ બનાવવાની જવાબદારી વિદ્યાર્થીઓ-યુવાનોની: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચોથા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. અમિત શાહે તેમના સંબોધનમાં કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તેઓ પોતાની અંદર રહેલા વિદ્યાર્થીને ક્યારેય મરવા ન દે અને વિદ્યાર્થીઓ જીવનના ધોરણે પોતાના વિકાસ દ્વારા દેશના વિકાસમાં મોટો ફાળો આપે તે સુનિશ્ચિત કરે. તેમણે […]

વતનનું ઋણ કયારેય ચૂકવી શકાતું નથી: હર્ષ સંઘવી

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ડીસાના કાંટ ગામે આવેલ શ્રી સર્વોદય સંકુલના રજત જ્યંતિ મહોત્સવ અને નામકરણ સમારોહમાં ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમનું ખુલ્લી જીપમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના ઉદ્દઘાટક અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શ્રી સંતોષદેવી દિનેશચંદ્રજી અગ્રવાલ સર્વોદય લો કોલેજ, શ્રીમતી ભવરીદેવી રામેશ્વરજી અગ્રવાલ સર્વોદય […]

ભારતમાં શિક્ષણ પ્રત્યે વધુ લોકો બન્યા જાગૃત – પ્રથમ વખત ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવનારાઓની સંખ્યા 4 કરોડને પાર, મહિલાઓ પણ આગળ

ભારતમાં શિક્ષણનું સ્તર વધી રહ્યું છે હવે છેવાડાની મહિલાઓ પણ શિક્ષણને લઈને જાગૃત બની છે.મોટાભાગની મહિલાઓ હવે અભ્યાસ અર્થે પોતાના ગામ છોડીને શહેરોમાં પણ જઈ રહી છે જેને લઈને હવે ભારતક દેશ શિક્ષણની વાતમાં પણ આગળ ઘપી રહ્યો છે.ભારતમાં  4.14 કરોડથી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમાંથી બે કરોડથી વધુ વિદ્યાર્થીનીઓનો સમાવેશ […]

રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય હવે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે બીએસએફના જવાનોને તાલીમ આપશે

અમદાવાદઃ રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય અને બોર્ડર સિક્યુરિટી ફોર્સે ગુજરાતના લાવડ – ગાંધીનગર ખાતેના RRU કેમ્પસમાં આયોજિત એક સત્તાવાર કાર્યક્રમમાં એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ એમઓયુ હેઠળ રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય સુરક્ષાના પાસાઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે બીએસએફના જવાનોને તાલીમ આપવાની છે. આરઆરયુ અને બીએસએફ વચ્ચે થયેલ આ એમઓયુ એ આરઆરયુ-એનએસજી અને આરયુ-દિલ્હી […]

ભાવનગર: પીએમ મોદી 29 સપ્ટેમ્બરના રોજ મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરશે

મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલનું થશે લોકાર્પણ રૂ.10 કરોડના ખર્ચે નવનિર્મિત સ્કૂલ અને હોસ્ટેલ હોસ્ટેલમાં વિવિધ સુવિધાઓનું નિર્માણ રાજકોટ: દિકરીને વધારે સક્ષમ, શિક્ષિત અને સ્વનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે ભાવનગરમાં પણ દિકરી અને બહેનો વધારે શિક્ષિત બને તે માટે મોડેલ સ્કૂલ અને ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવશે. […]

નવી શિક્ષણ નીતિ રમતગમત, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને પ્રાદેશિક ભાષાના શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પગલું: અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ દેશની યુવા પેઢીને બ્રેઈન ડ્રેઈનથી બચાવવા અને તેમને બ્રેઈન ગેઈન તરફ આગળ વધવા માટે આપણે સક્ષમ બનાવવી પડશે. તેમ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવા બાબતો અને રમત-ગમત મંત્રી  અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે ‘ડિજિટલ ઈન્ડિયા’ પ્રોગ્રામને સફળતાપૂર્વક અમલમાં મૂકીને સમગ્ર વિશ્વને બતાવ્યું છે, તેથી જ હવે […]

ભારતઃ 14,500થી વધારે શાળાઓને પ્રધાનમંત્રી સ્કૂલ સ્વરૂપે વિકસાવવામાં આવશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત નવી યોજના – પીએમ શ્રી સ્કૂલ્સ (પીએમ સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા)ને મંજૂરી આપી હતી. આ કેન્દ્ર સરકાર/રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર/સ્થાનિક સંસ્થાઓ દ્વારા સંચાલિત વર્તમાન શાળાઓને મજબૂત કરીને પ્રધાનમંત્રી શ્રી શાળાઓ સ્વરૂપે સમગ્ર દેશમાં 14,500થી વધારે શાળાઓનાં વિકાસ માટે નવી યોજના હશે. પ્રધાનમંત્રી શ્રી […]

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ આધુનિક પદ્ધતિ સાથેનું શિક્ષણ અનુપમ શાળાઓમાં અપાશેઃ શાહ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિત શાહ અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે રવિવારે અમદાવાદના નવા વાડજ ખાતેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા કુલ  ₹  9.54 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલી કુલ ચાર અનુપમ(સ્માર્ટ) શાળાઓનું ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર શાળા નંબર-2, નારણપુરા ગુજરાતી શાળા નંબર -6  ઘાટલોડિયા શાળા […]

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં હવે વિદ્યાર્થીઓને સનામત ધર્મનું જ્ઞાન અપાશે

  નવી દિલ્હીઃ પાકિસ્તાનના ઈસ્લામિક સ્કોલર અબુલ અલા મોદુદીની બુકને પોતાના અભ્યાસક્રમમાંથી હટાવનારી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ઈસ્લામિક સ્ટડીજ વિભાગ હવે સનાતન ધર્મનો અભ્યાસ કરાવશે. વિભાગ દ્વારા આ કોર્સ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં શરૂ કરવામાં આવશે. કોર્સનો ઉદ્દેશ તમામ ઘર્મનું ઉંડાણપૂર્વકનું જ્ઞાન આપવાનો છે. તાજેતરમાં જ ઈસ્લામિક સ્ટડીજ વિભાગે પાકિસ્તાનના સ્કોલર મૌદુદીના વિચાર ભણાવવાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code