1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય હવે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે બીએસએફના જવાનોને તાલીમ આપશે
રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય હવે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે બીએસએફના જવાનોને તાલીમ આપશે

રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય હવે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે બીએસએફના જવાનોને તાલીમ આપશે

0
Social Share

અમદાવાદઃ રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય અને બોર્ડર સિક્યુરિટી ફોર્સે ગુજરાતના લાવડ – ગાંધીનગર ખાતેના RRU કેમ્પસમાં આયોજિત એક સત્તાવાર કાર્યક્રમમાં એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ એમઓયુ હેઠળ રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય સુરક્ષાના પાસાઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે બીએસએફના જવાનોને તાલીમ આપવાની છે.

આરઆરયુ અને બીએસએફ વચ્ચે થયેલ આ એમઓયુ એ આરઆરયુ-એનએસજી અને આરયુ-દિલ્હી પોલીસ સાથે હસ્તાક્ષર કરાયેલા એમઓયુની નકલ છે જેમાં યુનિવર્સિટીના જોડાણ અને માન્યતા માર્ગદર્શિકાએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને આખરે એનએસજી અધિકારીઓને ડીપ્લોમા અને પોલીસ અધિકારીઓને પીજી ડિપ્લોમા એનાયત કરવામાં આવશે.

જોઈન્ટ સર્ટિફિકેશન મિકેનિઝમ BSF જવાનોની કૌશલ્ય, જ્ઞાન અને મુખ્ય ક્ષમતાઓને પહોંચી વળવામાં મદદ કરશે. સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન BSF જવાનોને આપવામાં આવતી તાલીમની ગુણવત્તા જાળવવા માટે યુનિવર્સિટી એક સિસ્ટમ તૈયાર કરશે, જે તેમને આપવામાં આવતી તાલીમ પર સતત દેખરેખ રાખવામાં મદદ કરશે. પીએમ નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય 2043 સુધીમાં પોલીસ અને સુરક્ષાના ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બની જશે.

યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં તેમણે કહ્યું હતું કે આ યુનિવર્સિટી દેશનું રત્ન છે. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રોફેસર (ડૉ.) બિમલ પટેલે માહિતી આપી હતી કે, આ એમઓયુ માત્ર કોર ઓર્ગેનાઈઝેશનને જ નહીં પરંતુ બીએસએફ વાઈવ્સ વેલ્ફેર એસોસિએશન જેવા નોન-કોર સેક્ટરને પણ મદદ કરશે. રાજા બાબુ સિંઘ, IPS – પોલીસ મહાનિરીક્ષક, તાલીમ, BSF મુખ્યાલય, નવી દિલ્હીની આગેવાની હેઠળ બોર્ડર સિક્યુરિટી ફોર્સના પ્રતિનિધિમંડળે ત્રણ BSF અધિકારીઓ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવા માટે RRUની મુલાકાત લીધી અને જેમાં યુનિવર્સિટીના કુલપતિ અને અધિકારીઓ સામેલ હતા.

આ પ્રસંગે બીએસએફ અધિકારીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી અને બીએસએફની આ નવી સફરમાં અમારા અધિકારીઓ યુનિવર્સિટી માન્ય અભ્યાસક્રમોમાંથી ઘણું શીખશે જે તેમની કુશળતામાં વધારો કરશે. યુનિવર્સિટીના ડીન ડો.અક્ષત મહેતાએ તેમના સમાપન વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આ કરાર બંને સંસ્થાઓ માટે ફાયદાકારક સાબિત થશે, જે બંને દેશની આંતરિક સુરક્ષાને મજબૂત કરવામાં અગ્રેસર છે. યુનિવર્સિટીના ડીને વધુમાં જણાવ્યું હતું કે અમે બોર્ડર સિક્યોરિટી ફોર્સના યુવાનો અને તેમના અધિકારીઓનો આભાર માનીએ છીએ કે તેઓ RRU દ્વારા માન્યતા પ્રાપ્ત કોર્સ દ્વારા તેમની આગળની તાલીમ કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code