1. Home
  2. Tag "ELECTION 2024"

11 દિવસમાં 3300થી વધારે ચૂંટણી બોન્ડ વેચાયા, સુપ્રીમ કોર્ટમાં એસબીઆઈએ દાખલ કર્યું એફિડેવિટ

નવી દિલ્હી: ભારતીય સ્ટેટ બેંકે બુધવારે ચૂંટણી બોન્ડના મામલામાં સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કર્યું છે. જેમાં 15 માર્ચ, 2024 સુધીમાં ખરીદવામાં આવેલા અને વટાવાયેલા ચૂંટણી બોન્ડનું વિવરણ સામેલ છે. એસબીઆઈ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા આંકડા મુજબ, 1 એપ્રિલ, 2019થી લઈને તે વર્ષ 11 એપ્રિલ સુધીમાં કુલ 3346 બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 1609 […]

હરિયાણાના સીએમ ખટ્ટરે રાજીનામું આપ્યું, ભાજપ-જેજેપી ગઠબંધનમાં ભંગાણ

ચંદીગઢ: હરિયાણાના રાજકારણમાં મંગળવારે મોટો ફેરબદલ થયો છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું છે. ત્યારે અપક્ષ ધારાસભ્ય ભાજપના ટેકામાં આગળ આવ્યા છે. તેની સાથે જ ભાજપ અને જનનાયક જનતાદળ એટલે કે જેજેપીનું ગઠબંધન તૂટવાનું નક્કી છે. હવે નવી સરકારમાં ભાજપના નવા મુખ્યમંત્રી બનવાની શક્યતા છે. આ […]

લોકસભા ચૂંટણીઃ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને મહેશ પટેલ કાર્યકરો સાથે ભાજપામાં જોડાયાં

અમદાવાદઃ આગામી દિવસોમાં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરુ કરી દીધી છે. દરમિયાન રાજ્યમાં રાજકીય પક્ષોના નેતાઓ પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપીને અન્ય પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે. દરમિયાન આજે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ અને તેમના સમર્થકો ભાજપામાં જોડાયાં હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મહેશ પટેલ અને મહેશ વસાવાને […]

લાગુ થશે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ, આજે રાત્રે સીએએ પર નોટિફિકેશન જાહેર થવાની સંભાવના

નવી દિલ્હી:  સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ એટલે કે સીએએને લઈને મોટી જાણકારી સામે આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય આજે સીએએ નિયમોને નોટિફાઈ કરે તેવી શક્યતા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગત મહિને કહ્યુ હતુ કે સીએએ લાગુ કરવા માટે નિયમોની ઘોષણા લોકસભા ચૂંટણી પહેલા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સંશોધિત નાગરિકતા અધિનિયમ-2019ને લઈને રાજનીતિ લાંબા […]

છત્તીસગઢના બસ્તરમાં ભાજપના 43 નેતાઓની સુરક્ષા વધારાય, નક્સલીઓથી છે જીવનું જોખમ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની ઘોષણામાં બસ થોડાક દિવસો જ બાકી છે. તેવામાં ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે છત્તીસગઢના નક્સલગ્રસ્ત વિસ્તારોમાં ભાજપના નેતાઓની સુરક્ષામાં વધારો કરાયો છે. જે નેતાાઓને નક્સલીઓથી જીવનું જોખમ છે, તેમની સુરક્ષા વધારવામાં આવી છે. છત્તીસગઢની ભાજપ સરકારે બસ્તર વિસ્તારના ભાજપના 43 નેતાઓની સુરક્ષા વધારી છે. સુકમા, દાંતેવાડા, નારાયણપુર, કાંકેર, બસ્તર […]

ઓડિશામાં ભાજપ-બીજેડીનું ગઠબંધન નક્કી, જાણો સીટ શેયરિંગની કઈ ફોર્મ્યુલા પર બની છે વાત?

ભુવનેશ્વર: લોકસભા ચૂંટણી માટે ભાજપ ગઠબંધનના ગણિત હેઠળ એનડીએના સહયોગી દળો સાથે બેઠક વહેંચણી પર ચર્ચાને આખરી ઓપ આપવામાં લાગેલું છે. આ મુહિમ હેઠળ ભાજપે ઓડિશામાં પણ પોતાની તૈયારીઓને પૂર્ણ કરી લીધી છે. આ તૈયારીઓ હેઠળ ઓડિશાની સત્તામાં રહેલા મુખ્યમંત્રી નવીન પટનાયકના બીજૂ જનતાદળ સાથે ભાજપના ગઠબંધનની વાત નક્કી થઈ ચુકી છે. આગામી લોકસભા ચૂંટણી […]

ગુજરાતમાં કૉંગ્રેસના વધુ એક ધારાસભ્યે આપ્યું રાજીનામું, MLA અરવિંદ લાડાણી જોડાશે ભાજપમાં

ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાના રાજીનામા બાદ વધુ એક કોંગ્રેસી ધારાસભ્યે રાજીનામું આપ્યું છે. ગુજરાતની માણાવદરની બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આજે વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું હતું. અરવિંદ લાડાણીએ આ સાથે કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતા પરથી પણ ત્યાગપત્ર આપી દીધું છે. એવું કહેવામાં આવે છે કે તેઓ ભાજપમાં સામેલ થવાના […]

શત્રુઘ્નસિંહાએ રામમંદિરને ગણાવ્યું ભાજપનું પબ્લિસિટી સ્ટંટ, કહ્યુ- હવે બસ 1 હજાર લોકો જઈ રહ્યા છે

નવી દિલ્હી: દેશભરમાં ચૂંટણી માહોલ ગરમ છે. 2024ની લોકસભાની ચૂંટણીની ઘોષણા થવાની છે. રાજકીય મેદાનમાં તમામ પાર્ટીઓએ પોતાના તેવર તીખા કરી દીધા છે. હવે ટીએમસીના સાંસદ શત્રુઘ્નસિંહાએ ભાજપને નિશાને લીધું છે. તેમણે પરોક્ષપણે રામમંદિરને ભાજપની ચૂંટણીલક્ષી પેંતરાબાજી ગણાવ્યું છે. શત્રુઘ્નસિંહાએ રામમંદિર દ્વારા ભાજપ પર નિશાન સાધતા કહ્યુ છે કે પહેલા દિવસે પાંચ લાખ લોકો અયોધ્યા […]

રાહુલ ગાંધીની યાત્રાના ગુજરાત પ્રવેશ પહેલા કોંગ્રેસના 3 નેતાઓના કેસરિયા, મોઢવાડિયા, અંબરીશ ડેર, કંડોરિયા ભાજપમાં થયા સામેલ

ગાંધીનગર: લોકસભા ચૂંટણી 2024ને આડે હવે થોડાક દિવસો બાકી છે અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરવાની છે, તેના પહેલા કોંગ્રેસને મોટા આંચકા લાગ્યા છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર, પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને દ્વારકાથી કોંગ્રેસના નેતા મુળુ કંડોરિયા કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. […]

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીનું 14 કે 15 માર્ચે થઈ શકે છે જાહેર, 7 તબક્કામાં થશે મતદાન

નવી દિલ્હી: ચૂંટણી પંચ 14-15 માર્ચે લોકસભા ચૂંટણીનું એલાન કરે તેવી શક્યતા છે. સૂત્રો મુજબ, 2019ની લોકસભા ચૂંટણીની તર્જ પર આ વખતે પણ સાત તબક્કામાં જ ચૂંટણી કરાવવામાં આવે તેવી શક્યતા છે. અહેવાલ છે કે એપ્રિલના બીજા સપ્તાહમાં પ્રથમ તબક્કાનું વોટિંગ થવાની શક્યતા છે. લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ચૂંટણી પંચ થોડા દિવસોમાં પ્રેસ કોન્ફરન્સ કરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code