1. Home
  2. Tag "ELECTION COMMISSION"

લોકસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક 64.2 કરોડ મતદારો ભાગીદાર બન્યાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં સાત તબક્કાના મતદાન બાદ મતગણતરી 4 જૂને એટલે કે આવતીકાલે થશે. આ પહેલા ચૂંટણી પંચે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન ચૂંટણી પંચે ઉભા થઈને લોકસભા ચૂંટણી 2024માં ભાગ લેનાર તમામ મતદારોને અભિનંદન પાઠવ્યા હતા. મીડિયાને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, અમે 642 મિલિયન મતદારોનો વર્લ્ડ રેકોર્ડ […]

આજે બપોરે 12.30 કલાકે ચૂંટણી પંચની પ્રેસ-કોન્ફરન્સ, દેશના ચૂંટણી ઇતિહાસમાં કદાચ પ્રથમવાર મતગણતરી પહેલા પ્રેસ કોન્ફરન્સ

લોકસભા ચૂંટણી 2024 પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે એટલે કે 4 જૂનના રોજ પરિણામ જાહેર થશે. આ દરમિયાન એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, લોકસભા પહેલીવાર બની રહ્યું છે કે, મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવા જઈ રહ્યું છે. મત ગણતરીના એક દિવસ પહેલા એટલે કે […]

વર્ષ 1952થી 2019 સુધીમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોણ જીત્યું, જાણો

નવી દિલ્હીઃ ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે, હવે 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. એટલે કે મંગળવારે જ ખબર પડશે કે કોની સરકાર બની રહી છે. દેશમાં પ્રથમવાર 1952માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. તે વખતે કોંગ્રેસનો જંગી બેઠકો સાથે વિજ્ય થયો હતો. અંતિમ વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી યોજાઈ […]

ઓપિયન પોલ અને એક્ઝિટ પોલ વચ્ચેનો તફાવત, ચૂંટણીના એક્ઝિટ પોલને કેટલા વિશ્વસનિય ગણી શકાય

દેશમાં સાત તબક્કમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીનો 1લી જુને પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ વિવિધ ચેનલો, સંસ્થાઓ દ્વારા ચૂંટણીના પરિણામોની આગોતરી આગાહી કરતા એક્ઝિટ પોલ જાહેર થશે. હવે સૌ પ્રથમ તો આપણે જાણીએ કે ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ વચ્ચે શુ તફાવત છે, ઓપિનિયન પોલ ચૂંટણી પહેલા હાથ ધરવામાં આવે છે. ઓપિનિયન પોલમાં તમામ લોકો સામેલ […]

લોકસભા ચૂંટણીઃ મત ગણતરી 4 જૂને હાથ ધરાશે, જાણો મત ગણતરીની પ્રકિયા…

ગુજરાતમાં 7મી મેના રોજ યોજાયેલી લોકસભાની 25 બેઠકો તેમજ વિધાનસભાની 5 બેઠકોની પેટાની ચૂંટણીની મતગણતરી તા.4થી જુનને મંગળવારના રોજ યોજાશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે જેમાં સુરતની બેઠક બીન હરિફ બની હતી. સુરતની બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરિફ વિજેતા જાહેર થયા હતા. એટલે ભાજપે લોકસભાની ચૂંટણીમાં દેશમાં પ્રથમ બેઠક બિન હરિફ મેળવી […]

લોકસભા ચૂંટણીઃ વર્ષ 2019ની સરખામણીએ વર્ષ 2024માં સાત તબક્કામાં કેટલુ મતદાન થયું જાણો…

નવી દિલ્હીઃ દેશમાં લોકસભા ચૂંટણીનું સાતમા તબક્કાનું મતદાન શનિવારના રોજ યોજાયું હતું. હવે તા. 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી. વર્ષ 2019ની સરખામણીએ વર્ષ 2024માં મતદાન ઓછું થયાનું લાગી રહ્યું છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે મતદાન થયું હતું. […]

બંગાળમાં સાતમા તબક્કામાં પણ હિંસા ફાટી નીકળી, જયનગરમાં ટોળાએ VVPATની લૂંટ ચલાવી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાંથી ફરી હિંસાના અહેવાલો સામે આવ્યા છે. બંગાળના મુખ્ય ચૂંટણી કમિશનરે ટ્વીટ કર્યું હતું કે આજે સવારે 6.40 વાગ્યે જયનગર સંસદીય મતવિસ્તારમાં બેનીમાધવપુર એફપી સ્કૂલમાંથી ટોળા દ્વારા કેટલાક અનામત EVM અને સેક્ટર ઓફિસરના કાગળો લૂંટી લેવામાં આવ્યા હતા. બંગાળના સીઈઓ દ્વારા એક ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું […]

લોકસભા ચૂંટણીઃ છઠ્ઠા તબક્કામાં 8 રાજ્યની 58 બેઠકો ઉપર આજે મતદાન

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા હવે ધીમે-ધીમે અંતિમ તબક્કામાં પ્રવેશી રહી છે. અત્યાર સુધીમાં પાંચ તબક્કામાં મતદાન યોજાયું છે, હજુ બે તબક્કાનું મતદાન યોજાવાનું બાકી છે. શનિવારે છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાશે. જેને લઈને શુક્રવારે સાંજે જ ચૂંટણીપંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. શનિવારે 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકસભાની 58 બેઠકો ઉપર મતદાન યોજાશે. આ તબક્કામાં […]

મતદાનના આંકડા જાહેર કરવા મામલે ચૂંટણી પંચને નિર્દેશ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટએ ચૂંટણી પંચને લોકસભા ચૂંટણી દરમિયાન મતદાનના આંકડા વેબસાઈટ ઉપર અપલોડ કરવા સંબંધમાં કોઈ નિર્દેશ કરવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, લોકસભા ચૂંટણીને લઈને પાંચ તબક્કા પૂર્ણ થયાં છે હવે બે તબક્કામાં મતદાન યોજાશે. જેથી ચૂંટણી પંચને વેબસાઈટ પર મતદાનની ટકાવારીના આંકડા અપલોડ કરવાના કામમાં લોકોને લગાવવા મુશ્કેલ છે. […]

લોકસભા ચૂંટણીઃ પાંચમાં તબક્કામાં 62.2 ટકા મતદાન, સૌથી વધારે મહિલા મતદારોએ મતાધિકારનો કર્યો ઉપયોગ

નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણી ધીમે-ધીમે અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધીમાં પાંચ તબક્કામાં મતદાન યોજાયું છે. જ્યારે છઠ્ઠા તબક્કા માટે આગામી શનિવારે 25મી મેના રોજ મતદાન યોજાશે. મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ ચાર તબક્કામાં એકંદરે સરેરાશ 66 ટકા જેટલુ મતદાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code