1. Home
  2. Tag "Election"

બિહારઃ એમએલસીના અપક્ષ ઉમેદવાર ઉપર અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો, એકનું મોત

નવી દિલ્હીઃ બિહારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની 24 બેઠકો માટે મતદાન યોજાયું હતું. દરમિયાન મોડી સિવાનના એમએલસીના અપક્ષ ઉમેદવાર રઈસ ખાન પર એકે 47 વડે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ હુમલામાં એક બાઇક સવારનું મોત થયું હતું અને અન્ય ચાર ઘાયલ થયા હતા. આમાં રઈસ ખાનના બે સમર્થકોનો સમાવેશ થાય છે. રઈસ […]

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી : ગુજરાત રાજ્ય શાખાની ચૂંટણીમાં અજયભાઈ પટેલનો ચેરમેન તરીકે વિજય

અમદાવાદ : ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા ની ચૂંટણીમાં સહકારી આગેવાન અને અમદાવાદ જિલ્લા શાખા ના પ્રતિનિધિ અજયભાઈ એચ પટેલ નો ચેરમેન તરીકે, ડોક્ટર અજયભાઈ દેસાઈનો વાઇસ ચેરમેન તરીકે ભવ્ય વિજય થયો. કોષાધ્યક્ષ તરીકે મહીસાગર શાખાના સંજયભાઈ શાહ નો બિન હરીફ વિજય થયો. અજયભાઈ એચ પટેલ અને તેમની ટીમે તાલુકા અને જિલ્લા શાખાઓના સશક્તિકરણ […]

કોંગ્રેસના નારાજ નેતાઓના જૂથ જી-23ની બેઠક મળશે

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો છે. પાંચેય રાજ્યોમાં પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું હોવાથી કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે. ચૂંટણીમાં મળેલી હાર પર પાર્ટીએ પરિણામોનું આત્મનિરીક્ષણ કરવા માટે ટૂંક સમયમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બોલાવવાનું નક્કી કર્યું છે. બીજી તરફ કોંગ્રેસના નારાજ નેતાઓ ફરીથી સક્રિય થયા છે અને […]

પંજાબમાં કારમી હાર શા માટે મળી?, કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ ક્યારેય શીખશે નહીઃ અમરન્દરસિંઘ

નવી દિલ્હી: દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ ખૂબજ નબળો રહ્યો છે. ત્યારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને બળવાખોર એવા કેપ્ટન અમરિન્દરસિંઘએ કોંગ્રેસની નેતાગીરી પર પ્રહારો કર્યા હતા. પંજાબમાં કોંગ્રેસ પાસેથી સત્તા આંચકવામાં આમ આદમી પાર્ટી સફળ રહી છે. ત્યારે કેપ્ટન અમરિન્દર સિંઘનના કારણે કોંગ્રેસને હાર મળી હોવાના આક્ષેપનો જવાબ આપતા કેપ્ટને કોંગ્રેસની ટીકા કરી […]

2022 ચૂંટણીનું વર્ષઃ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાશે ચૂંટણી

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે અને 10મી માર્ચના રોજ મતદાન યોજાશે. આ ઉપરાંત માર્ચ અંતિમમાં રાજ્યસભાની ખાલી પડેલી 13 જેટલી બેઠક માટે ચૂંટણી યોજાશે. એટલું જ નહીં 2022મું વર્ષ ચુંટણીનું હોય તેમ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. એટલું જ નહીં દેશના વિવિધ રાજ્યોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી […]

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ગામડામાં AAP અને શહેરમાં BJP મજબૂત: રિપોર્ટ

પંજાબ વિધાનસભાની ચૂંટણી ગામડામાં AAP મજબૂત જોવા મળી રહી છે તો શહેરોમાં BJPનું જોર ચંદીગઢ: પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં દરેક પાર્ટી દ્વારા જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકોના મત લેવા માટે મોટા મોટા વચન પણ આપવામાં આવી રહ્યા છે. આવામાં મીડિયા રિપોર્ટ અનુસાર પંજાબના ગ્રામ્ય વિસ્તારોમાં AAP પાર્ટીનું જોર જોવા મળી શકે તેમ છે તો […]

તમિલનાડુઃ કોર્પોરેટરની ચૂંટણીમાં એક ઉમેદવારે સોનાના નામે મતદારોમાં તાંબાના સિક્કાનું કર્યું વિતરણ !

બેંગ્લોરઃ તમિલનાડુમાં મતદારોને આકર્ષવા માટે રોકડ તથા વિવિધ ગ્રીફ્ટ આપવાની પરંપરા હોવાનું ચર્ચાય છે. અનેક રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે લાલચ આપે છે. અંબુરમાં એક અપક્ષ ઉમેદવારે સોનાના સિક્કા મતદારોમાં વહેંચ્યાં હતા. જો કે, મતદારો સામે સોનાના સિક્કાની સચ્ચાઈ સામે આવતા ચોંકી ઉઠ્યાં હતા. તેમજ અપક્ષ ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. […]

ભારતમાં 5 વર્ષના સમયગાળામાં રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પાછળ કેટલા નાણા ખર્ચા જાણો…

નવી દિલ્હીઃ ભારતમાં ચૂંટણીઓ પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચૂંટણીપંચ દ્વારા ઉમેદવારોના ખર્ચની મર્યાદા નક્કી કરી છે પરંતુ રાજકીય પાર્ટીઓ ચૂંટણીપ્રચારમાં પાણીની જેમ નાણાનો ખર્ચ કરે છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડિયાના અનુમાન અનુસાર 2019માં લોકસભાની ચૂંટણીમાં 60 હજાર કરોડનો ખર્ચ થયો હતો. તે પહેલા વર્ષ 2014માં 30 હજાર કરોડના ખર્ચનો અંદાજ […]

ઉત્તરપ્રદેશમાં ભાજપનો મતલબ તોફાનરાજ, માફિયારાજ અને ગુંડારાજથી મુક્તિઃ PM મોદી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં પ્રથમ બે તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. હજુ બીજા છ તબક્કામાં મતદાન બાકી છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા રેલીઓ અને સભાઓને સંબોધવામાં આવી રહી છે. દરમિયાન ઉત્તરપ્રદેશના સીતાપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]

પંજાબમાં મતદાન પૂર્વે કવિ કુમાર વિશ્વારે અરવિંદ કેજરીવાલ ઉપર લગાવ્યો ગંભીર આરોપ

નવી દિલ્હીઃ પંજાબ વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણીમાં મતદાન માટે હવે માત્ર ચાર જ દિવસ બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. આ દરમિયાન આમ આદમીના પૂર્વ નેતા અને જાણીતા કવિ કુમાર વિશ્વાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે. કુમાર વિશ્વાસે કહ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code