1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. 2022 ચૂંટણીનું વર્ષઃ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાશે ચૂંટણી
2022 ચૂંટણીનું વર્ષઃ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાશે ચૂંટણી

2022 ચૂંટણીનું વર્ષઃ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાશે ચૂંટણી

0
Social Share

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે અને 10મી માર્ચના રોજ મતદાન યોજાશે. આ ઉપરાંત માર્ચ અંતિમમાં રાજ્યસભાની ખાલી પડેલી 13 જેટલી બેઠક માટે ચૂંટણી યોજાશે. એટલું જ નહીં 2022મું વર્ષ ચુંટણીનું હોય તેમ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. એટલું જ નહીં દેશના વિવિધ રાજ્યોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યસભામાં આગામી દિવસોમાં કેટલાક સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જેથી રાજ્યસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત ડિસેમ્બર 2022માં ગુજરાતમાં ભાજપ સરકારનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જેથી ડિસેમ્બર મહિનામાં જ વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. આ ઉપરાંત હિમાચલપ્રદેશની પણ ચૂંટણી યોજાશે. આ ઉપરાંત એપ્રિલમાં દિલ્હી નગર નિગમની ચૂંટણી યોજાશે. જુલાઈમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. વર્ષના અંતમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ઉપરાંત વિવિધ રાજ્યોમાં ખાલી પડેલી વિધાનસભાની બેઠકો અને સ્થાનિક સ્વરાજ્યની ખાલી બેઠકો માટે પેટા ચૂંટણી યોજાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ કરી લીધી છે. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ પોતોના ઉમેદવારો ઉતારે તેવી શકયતા છે. આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુર વિધાનસભા ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. ગુરુવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. જો કે, તે પહેલા વિવિધ રાજકીય પક્ષોએ જીતનો દાવો કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code