1. Home
  2. Tag "Election"

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો કેસરિયો લહેરાયોઃ કોંગ્રેસનું ધોવાણ

અમદાવાદઃ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. કોર્પોરેશનની 44 બેઠકો પૈકી 41 બેઠક ઉપર ભાજપની જીત થયાનો પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે દાવો કર્યો હતો. જ્યારે બે બેઠક ઉપર કોંગ્રેસ અને એક બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો હતો. કોર્પોરેશનની ચૂંટણી કોંગ્રેસનું ભારે ધોવાણ થયું હતું. જ્યારે આમ આદમી પાર્ટીએ […]

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી,બપોરે સુધી સ્પષ્ટ થશે ચિત્ર

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આજે જાહેર થશે પરિણામ ભાજપ-કોંગ્રેસને પરિણામની આતુરતા અમદાવાદ : ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણીનું આજે પરિણામ જાહેર થશે, આજે બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ચૂંટણીમાં કોણે બાજી મારી છે. 5 ઓક્ટોબરે મંગળવારે સવારે 9 કલાકે મતગણતરીનો પ્રારંભ થશે.સૌથી પહેલા પોસ્ટલ બેલેટ અને પછી ઈવીએમના મતની ગણતરી કરવામાં આવશે. પાટનગરમાં મતગણતરી માટે 5 જુદા-જુદા […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં સરેરાશ 54 ટકા મતદાન, મંગળવારે પરિણામ

ગાંધીનગરઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીનું આજે શાંતિપૂર્ણરીતે સંપન્ન થઈ હતી. ચૂંટણીમાં સરેરાશ 54 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધારે મતદાન વોર્ડ-7 કોલવડા-વાવોલમાં 63 ટકા થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ-5 પંચદેવમાં 37 ટકા નોંધાયું છે. 60 ટકા કરતા ઓછું મતદાન થવાથી ત્રણેય રાજકીય પક્ષો ચિંતામાં આવી ગયા છે. ભાજપ માટે આ ચૂંટણી એક ટેસ્ટ […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પો.ની ચૂંટણીમાં પ્રતિષ્ઠાભર્યો જંગ, ભાજપની રેલીમાં પાટિલ અને CM જોડાયા

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરની મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાયો છે. ભાજપે છેલ્લા બે દિવસથી ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પેથાપુર મહારાણા પ્રતાપ સર્કલથી કુડાસણ સરદાર ચોક સુધીના 20 કિલો મીટર લાંબા ભવ્ય રોડ શોનો યોજાયો હતો. ભાજપના શક્તિપ્રદર્શનમાં કાર, બાઈક સહિતનાં સેંકડો વાહનોમાં ભારે […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ, ભાજપે 12 મંત્રીઓને જવાબદારી સોંપી

ગાંધીનગર :  પાટનગર ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી આગામી તા. ત્રીજી ઓક્ટોબરના રોજ યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ,કોંગ્રસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે. આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક મનીષ સિસોદિયા તા. 29મી ઓક્ટોબરે ગાંધીનગર આવી રહ્યા છે. કોંગ્રેસે પણ એડીચોટીનું જોર લગાવ્યું છે, ત્યારે ભાજપે ચૂંટણી માટે 12 મંત્રીઓને મહત્વની જવાબદારી સોંપી છે.  વોર્ડ દીઠ […]

ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં નોરિપિટ થિયરી અપનાવાશે તો ધૂરંધરોને પણ ટિકિટ નહીં મળે

ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણી સહિત મંત્રી મંડળના તમામ સભ્યોના રાજીનામાં લઈને મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તા સંભાળી છે. તેમના મંત્રી મંડળમાં તમામ મંત્રીઓ નવા છે. પહેલીવાર એવું છે કે જૂના જોગીની જગ્યાએ પ્રથમવાર જ ધારાસભ્ય બનનારા કેટલાકને મંત્રીઓ બનાવવામાં આવ્યા છે તો આપણો પણ ક્યારેક વારો આવશે તેવી આશા કાર્યકર્તાઓમાં જાગી છે. જ્યારે મંત્રીપદ […]

સત્તા વિરોધી લહેરની ભાજપને ચિંતાઃ વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં કેટલાક સિટીંગ MLAને પણ પડતા મુકશે

દિલ્હીઃ ગુજરાત અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓના બદલ્યા બાદ હવે ભારતીય જનતા પાર્ટી આ રાજ્યોમાં પોતાના અડધા ધારાસભ્યોને ફરીથી રિપીટ નહીં કરવાની વિચારણા ચાલી રહી છે. વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આમ ભાજપ સત્તા વિરોધી લહેર એટલે કે એન્ટી ઈનકમ્બસીને ઓછી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ધારાસભ્યોનું મૂલ્યાંકન પોતાના માનકોં ઉપર કરવામાં આવે છે.  લોકલ ડેવલેપમેન્ટ […]

ઉત્તરાખંડમાં ચૂંટણી પહેલા કેજરીવાલની જાહેરાત, યુવાનોને 5 હજાર રૂપિયા તેમજ 1 લાખ રોજગારીનું થશે સર્જન

ઉત્તરાખંડમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા આપ પાર્ટીએ ખેલ્યો મોટો દાવ રાજ્યમાં યુવાનોને દર મહિને 5,000 ભથ્થુ આપવાનો વાયદો કર્યો રાજ્યમાં 6 લાખ નવી રોજગારીઓના સર્જનનો વાયદો પણ કર્યો નવી દિલ્હી: ઉત્તરાખંડમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે હવે તમામ પક્ષો ત્યાં મતદારોને પ્રલોભિત કરવા માટે વાયદાઓ કરી રહ્યા છે અને ચૂંટણી માટેની […]

વડોદરા APMCની ચૂંટણીમાં ભાજપના 12 ઉમેદવારો બિનહરીફ, 17મીએ ચૂંટણી યોજાશે

વડોદરા : વડોદરા APMCની ચૂંટણી આગામી 17 સપ્ટેમ્બરે યોજાશે.  જો કે વડોદરા APMCની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના 12 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. શૈલેષ પટેલના સમર્થન સાથે ખેડૂત વિભાગમાં સૌથી વધુ 10 ઉમેદવારો બિનહરીફ થયા છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં પણ પક્ષનો મેન્ડેટ આપવાની પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ  દ્વારા જાહેરાત કરવામાં આવી ત્યાર પછીની […]

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત માટે સરકારના 11 મંત્રીઓને જવાબદારી સોંપાઈ

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી કોરોનાને કારમે મુલત્વી રાખવામાં આવી હતી. હવે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠોનો પ્રશ્ન બની ગઈ હોય ભાજપે ચૂંટણી જીતવા માટે ગુજરાત સરકારના  મંત્રીઓની ફોજ ઉતારી દીધી છે. શહેરના 11 વોર્ડ દીઠ એક-એક મંત્રીની જવાબદારી નક્કી કરાઈ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code