1. Home
  2. Tag "Electricity"

મહેસાણાનું મોઢેરા પણ હવે સોલાર વિલેજ બનશે, 1600 જેટલા ઘરોને મળશે વિજળી

મહેસાણાના મોઢેરાની વધશે ચમક મોઢેરા વિલેજને સોલાર વિલેજ બનાવવામાં આવશે હજારો ઘરને મળશે વિજળી ગાંધીનગર :મહેસાણા જિલ્લાના મોઢેરામાં આવેલું સુર્યમંદિર દેશ-વિદેશના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. તેની સુંદરતા જ કાંઈક એવી છે કે જે લોકોના મનને વધારે લોભાવે છે. હવે આ મોઢેરામાં વધારે ચારચાંદ લાગવા જઈ રહ્યા છે. વાત એવી છે કે મોઢેરા ગામ હવે […]

કચ્છમાં 4750 મેગાવોટ વિજળીનું કરાશે ઉત્પાદન, કેન્દ્ર સરકારે આપી મંજૂરી

ભૂજ : સુક્કાભઠ્ઠ ગણાતા કચ્છનો છેલ્લા એક દાયકાથી સારોએવો વિકાસ થયો છે.અને નર્મદાના નીરથી કચ્છની વેરાન જમીન પણ લીલીછમ બની રહી છે. કચ્છના લોકો મહેનતું અને સાહસિક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક નવા ઉદ્યોગો સ્થપાયા છે. સાથે પ્રવાસન ઉદ્યોગનો પણ સારોએવો વિકાસ થયો છે. આમ દેશમાં જ નહી પણ વિશ્વ ફલક પર કચ્છ ઊભરી રહ્યુ […]

રાજસ્થાનમાં ધોધમાર વરસાદઃ જયપુરમાં વીજળી પડતા 16 વ્યક્તિઓના મોત

દિલ્હીઃ રાજસ્થાનમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતા. દરમિયાન જયપુરના આમેર મહેલમાં વોચ ટાવર પર વીજળી પડી હતી. જેમાંથી 16 લોકોનાં મોત નીપજ્યાં છે. જયપુરમાં એક કલાકમાં 2.40 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. મુખ્યપ્રધાન અશોક ગેહલોતે રાજ્યમાં વીજળી પડવાના કારણે થયેલા મોત અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનોને પાંચ લાખ […]

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખરીફ પાકને બચાવવા માટે હવે ખેડુતોને 10 કલાક વીજળી અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રથમ સારા વરસાદમાં મોટાભાગના ખેડુતોએ વાવેતર કરી દીધુ હતું. હવે વરસાદ ખેંચાતા ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કર્યું છે, એ નિષ્ફળ જાય એવો ભય ખેડૂતોમાં વ્યાપી ગયો છે. ખેડૂતોએ જે વાવેતર કર્યું છે એને અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે, પાણી ન મળે તો પાક બળી જાય એવી સ્થિતિ છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના ખેડૂતોને […]

હવે તાર વગર પણ ઘરમાં આવશે વીજળી, ન્યૂઝીલેન્ડમાં શરૂ થશે ટ્રાયલ

હવે વીજળીના તાર વગર પણ વીજળી થશે સપ્લાય ન્યૂઝીલેન્ડની સરકાર એક સ્ટાર્ટ અપ સાથે આ માટે કરી રહી છે કામ આગામી સમયમાં વીજ તાર વગર પણ તમારા ઘરમાં વીજળી સપ્લાય થશે નવી દિલ્હી: તમે ક્યારેય એવી કલ્પના કરી છે કે તમે સવારે ઉઠો અને તમારી ઘરની સામે આવેલો વીજળીનો થાંભલો જ ગાયબ હોય. ડરી ગયા […]

રાજ્યના 6 હજાર ઔદ્યોગિક એકમોએ નથી ભર્યુ રૂ. 1186 કરોડનું વિજ બીલ !

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ થયો છે અને અનેક ઔદ્યોગિક એકમો ધમધમતા થયાં છે. દરમિયાન રાજ્યના લગભગ 6 હજાર એકમોનું વિજ બીલ બાકી હોવાનું જાણવા મળે છે. આ એકમોએ રૂ. 1186 કરોડના વીજ બીલ નહીં ચુક્યાં હોવાનું જાણવા મળે છે. જેથી તંત્ર દ્વારા આ એકમો પાસેથી વીજ બીલના બાકી રકમની વસુલાતની કામગીરી શરૂ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code