1. Home
  2. Tag "factory caught"

સુરતમાં નકલી ઘી બનાવતું કારખાનું પકડાયુ, 225 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો

સુરતઃ ખાદ્ય ચિજ વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. શહેરમાં પાંડેસરા વિસ્તારમાં બુધવારે પનીરનો 230 કિલો શંકાસ્પદ જથ્થો પકડાયો હતો. ત્યારે ગુરૂવારે રાંદેર વિસ્તારમાં નકલી ઘી બનાવતું કારખાનું પકડાયું હતું. મ્યુનિ.કોર્પોરેશના હેલ્થ વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યો હતો.વનસ્પતિ ઘીમાં સોયાબીનનું તેલ હળદર કેમિકલ નાખી ઘી બનાવામાં આવતું હતું. શંકાસ્પદ 225 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. […]

અમરેલીના પીપળવા ગામે નકલી ઘી બનાવતી ફેકટરી પકડાઈ, 2100 કિલો ઘી સીઝ કરાયું

અમરેલીઃ ગુજરાતમાં ખાદ્ય ચિજ વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. ફુડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા પણ ભેળસેળિયા સામે ઝૂંબેશ આદરવામાં આવી છે. ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા પણ ભેળસેળિયા સામે લાલા આંખ કરવામાં આવી છે. તાજેતરમાં ડીસામાં નકલી ધી બનાવતી ફેટકરી પકડાયા બાદ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના પીપળવા ગામ નજીક એક ફેકટરીમાં પોલીસે રેડ કરીને નકલી […]

ઊંઝામાં ફેક જીરૂ બનાવતી ફેકટરી પકડાઈ, ફુડ અને ડ્રગ્સ વિભાગે 31000 કિલો જથ્થો જપ્ત કર્યો

ગાંધીનગરઃ ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. કેટલાક લોકો વધુ નફો રળવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં પણ ખચકાતા નથી. હાલ જીરાંના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે જીણી વરિયાળી પર ગોળનું આવરણ ચઢાવીને એસન્સ છાંટીને સુગધિત કરીને નકલી જીરૂ બનાવતી ફેકટરી મહેસાણાના ઊંઝા નજીકથી પકડાઈ છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા […]

ડીસામાં ગાયના શુદ્ધ ઘીના નામે બનાવટી ઘી બનાવતી ફેકટરી પકડાઈ, લાખોનો મુદ્દામાલ સીઝ

ડીસાઃ ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ કરવાનું દૂષણ વધતું જાય છે. જેમાં પનીર બાદ ઘીમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે. ગાયના શુદ્ધ ઘીના નામે ભેળસેળવાળુ ઘી બનાવીને વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીને આધારે ફુડ વિભાગે ડીસા જીઆઈડીસી નજીક ઢુંવા રોડ પર પીએન ઈન્ડસ્ટ્રીયલ પાર્ક રેડ પાડીને નકલી ઘી બનાવવાની ફેટકરી પકડી પાડી હતી. ગુજરાતમાં ડુપ્લીકેટ ચીજ […]

ભાવનગરમાં નકલી પનીર બનાવતી ફેકટરી પકડાઈ, બે શખસોની ધરપકડ

ભાવનગરઃ રાજ્યમાં ખાદ્ય-ચિજવસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. કેટલાક વેપારીઓ વધુ નફો મેળવવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પણ અચકાતા નથી. ત્યારે સરકારના આદેશથી રાજ્યની તમામા મહાનગરપાલિકાઓના આરોગ્ય અને ફુડ વિભાગ તેમજ પોલીસ વિભાગને પણ ખાદ્ય-ચિજવસ્તુઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે કડક હાથે કામ લેવાના આદેશ કરાયા છે. ભાવનગરના રૂવાપરી રોડ પર આવેલી એક ફેકટરીમાં […]

રાણપુર તાલુકાના બુબાવાવ ગામમાંથી બનાવટી દુધ બનાવવાની ફેક્ટરી પકડાઈ

બોટાદઃ  જિલ્લાના રાણપુર તાલુકાના બુબાવાવ ગામની સીમમાંથી લોકલ ક્રાઇમ બ્રાંચે દરોડા પાડીને બનાવટી દૂધ બનાવતી ફેકટરી પકડી પાડી હતી. પોલીસે કુલ 91,520નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ 400 લિટર નકલી દૂધનો જથ્થો પણ ઝડપી પાડ્યો હતો. હાલ દૂધનાં સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તે કેવી રીતે દૂઘની ભેળસેળ કરતો […]

દાહોદમાં જાણીતી બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ બનાવતી ફેકટરી પકડાઈ

દાહોદ: જાણીતી બ્રાન્ડેડ કંપની દ્વારા બનાવાતી વિવિધ ચિજ-વસ્તુઓની આબેહુબ નકલ કરીને ડૂપ્લિકેટ માલ બનાવીને ગ્રાહકોને પધરાવી દેવામાં આવતો હોય છે. આવી જ એક ફેકટરી આદિવાસી એવા દાહોદમાંથી પકડાઈ છે. દાહોદમા બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ શેમ્પુ બનાવવામાં આવતું હતુ. પોલીસે નકલી શેમ્પુ બનાવવાના મુદ્દામાલ સાથે આગ્રાના 8 ઈસમોની ધરપકડ કરી છે. પોલીસે કંપનીના સિનિયર ઇન્વેસ્ટિગેશન ઓફિસરની ફરિયાદના […]

સુરતના ઓલપાડમાંથી નકલી ઘીનું કારખાનું પકડાયું, ત્રણ શખસની ધરપકડ

સુરતઃ શહેરના ઓલપાડમાં પોલીસે નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું હતુ. શહેરના ઓલપાડ સાયણ રોડ ઇશનપોર ગામની સીમમા ઘરની અંદર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તથા સાધન સામગ્રી મળી કુલ કિ.રૂ.5,68 લાખનો મુદામાલ જપ્ત કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના ઓલપાડ વિસ્તારમાં […]

વિજાપુરમાં નકલી દળેલું મરચું બનાવતી ફેકટરી પકડાઈ, 3858 કિલો ભેળસેળવાળો જથ્થો સીઝ

મહેસાણાઃ ગુજરાતમાં ખાદ્ય-ચિજ વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. તેના લીધે લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થઈ રહ્યું છે. રાજકોટ શહેરમાં તાજેતરમાં નકલી પનીર પકડાયું હતું. નડિયાદમાંથી નકલી હળદર અને ઊંઝા નજીક નકલી જીરૂ બનાવવાની ફેકટરી પણ પકડાઈ હતી. આમ ખાદ્ય-ચિજ વસ્તુઓમાં ભેળસાળ સામે ફુડ અન્ડ ડ્રગ્સ વિભાગ એલર્ટ બન્યું છે. ત્યારે મહેસાણા  જિલ્લામાં આવેલા […]

કાલાવાડમાં નકલી દૂધ બનાવવાની ફેકટરી પકડાઈ, બનાવટી દૂધ રાજકોટ મોકલાતું હતું

જામનગરઃ  ગુજરાતમાં ખાદ્ય-ચિજ વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે.  ભેળસેળિયા લોકોના આરોગ્ય જોખમાય તે રીતે ભેળસેળ કરી રહ્યા છે, હવે તો કેમિકલયુક્ત બનાવટી દુધ બનાવવાના ફેક્ટરીઓ પણ પકડાઈ રહી છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર મેવાસામાં બાતમીના આધારે એસઓજીની ટુકડીએ દરોડો પાડીને ડુપ્લીકેટ દુધ બનાવતી ફેકટરી ઝડપી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે, છેલ્લા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code