1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમરેલીના પીપળવા ગામે નકલી ઘી બનાવતી ફેકટરી પકડાઈ, 2100 કિલો ઘી સીઝ કરાયું
અમરેલીના પીપળવા ગામે નકલી ઘી બનાવતી ફેકટરી પકડાઈ, 2100 કિલો ઘી સીઝ કરાયું

અમરેલીના પીપળવા ગામે નકલી ઘી બનાવતી ફેકટરી પકડાઈ, 2100 કિલો ઘી સીઝ કરાયું

0
Social Share

અમરેલીઃ ગુજરાતમાં ખાદ્ય ચિજ વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. ફુડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા પણ ભેળસેળિયા સામે ઝૂંબેશ આદરવામાં આવી છે. ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા પણ ભેળસેળિયા સામે લાલા આંખ કરવામાં આવી છે. તાજેતરમાં ડીસામાં નકલી ધી બનાવતી ફેટકરી પકડાયા બાદ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના પીપળવા ગામ નજીક એક ફેકટરીમાં પોલીસે રેડ કરીને નકલી ઘી બનાવવાનું રેકેટ પકડાયુ છે. પોલીસે 2100 કિલો ફેક ઘીનો જથ્થો સીઝ કરીને ચાર શખસોની ધરપકડ કરી છે.

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં નકલી ઘી બનાવતી એક ફેક્ટરી ઝડપાઈ છે. તાલુકાના પીપળવા ગામ નજીક એક ફેકટરીમાં નકલી ઘી બનાવવામાં આવતું હોવાથી પોલીસને બાતમી મળતા પોલીસ દ્વારા પોલીસે દરોડા પાડ્યા હતા, જ્યાં પાણીના પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો મળી આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. પોલીસે સ્થળ પરથી 2100 કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો તેમજ આ મામલે 5 સામે ફરિયાદ નોંધાવી હતી. એમાંથી 4 આરોપીને ઝડપી લીધા છે, જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર છે.

લીલીયા તાલુકામાં નકલી ઘીની ફેકટરી પકડાયાની જાણ થતાં અમરેલી ડિવિઝન ડી.વાય.એસ.પી.જગદીશ સિંહ ભંડારી પણ દોડી આવ્યા હતા. મધ રાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પહોંચી ઘીનાં સેમ્પલ લીધાં હતાં. નકલી ઘી બનાવવાની ફેટકરીમાં કેટલાક લોકો પણ કામ કરતા હતા અને પેકિંગ કરી અલગ અલગ વિસ્તારમાં સપ્લાય કરવામાં આવતું હતું. વાપીથી લઈ નાગપુર અને કાશ્મીર સુધી આ ઘી પહોંચાડવામાં આવતું હતું. પોલીસે રેડ કરીને લાખોની કિંમતનું નકલી ઘી ઝડપી પાડ્યું હતું. મોટી માત્રામાં ઘી હોવાને કારણે મોડી રાત સુધી ગણતરી સહિતની કામગીરી પોલીસે કરી હતી.

અમરેલી જિલ્લા પોલીસ વડા  હિમકર સિંહે જણાવ્યું હતું કે નકલી ઘી બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. 2100 કિલો જેટલું નકલી ઘી ઝડપાયું છે, જેની કિંમત 13.56 લાખ થાય છે. જે નકલી ઘી બનાવવામાં આવતું હતું એમાં વનસ્પતિ ઘી, મલાઈ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો હતો. એ બધો કાચો માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત 3 લાખ જેટલી થાય છે. ત્યારે આ વનસ્પતિ ઘી અને નકલી ઘી બધું મળીને કુલ 22.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ નકલી ઘી  બનાવવામાં આવતું હતું, એ પીપળવા ગામના એક વ્યક્તિની જમીન છે. ત્યાં એક મિનરલ વોટરના કારખાનામાં આરઓ પ્લાન્ટની આડમાં નકલી ઘી બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું. આ મામલે 5 શખસો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. નાગપુર મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર અને વાપી સુધી નકલી ઘી સપ્લાય કરવામાં આવતું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code