1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરમાં નકલી પનીર બનાવતી ફેકટરી પકડાઈ, બે શખસોની ધરપકડ
ભાવનગરમાં નકલી પનીર બનાવતી ફેકટરી પકડાઈ, બે શખસોની ધરપકડ

ભાવનગરમાં નકલી પનીર બનાવતી ફેકટરી પકડાઈ, બે શખસોની ધરપકડ

0
Social Share

ભાવનગરઃ રાજ્યમાં ખાદ્ય-ચિજવસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. કેટલાક વેપારીઓ વધુ નફો મેળવવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પણ અચકાતા નથી. ત્યારે સરકારના આદેશથી રાજ્યની તમામા મહાનગરપાલિકાઓના આરોગ્ય અને ફુડ વિભાગ તેમજ પોલીસ વિભાગને પણ ખાદ્ય-ચિજવસ્તુઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે કડક હાથે કામ લેવાના આદેશ કરાયા છે. ભાવનગરના રૂવાપરી રોડ પર આવેલી એક ફેકટરીમાં જિલ્લા એસઓજીએ બાતમીના આધારે રેડ પાડીને નકલી પનીર બનાવવાનું કોભાંડ પકડી પાડ્યુ છે. પોલીસે દૂધ પાવડર, સાઇટ્રિક એસિડ, વેજિટેબલ ઓઇલ સહિતનો જથ્થો સીઝ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર આવેલા ગોરડ સ્મશાન નજીકથી ભેળસેળ યુક્ત પનીરનો જથ્થો ઝડપાયો છે. ઍસઓજી પોલીસને ડુપ્લીકેટ પનીર બનતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડયો હતો, આ મામલે પોલીસે તપાસ કરતા સ્થળ પરથી દૂધ પાવડર, સાઇટ્રિક એસિડ, વેજિટેબલ ઓઇલ સહિતનો સામાન મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોગ્ય અધિકારી અને ફૂડ ઇન્સ્પેકટરને બોલાવી તપાસ હાથ ધરી હતી. ભાવનગર મ્યુનિ.ના આરોગ્ય અધિકારી આર. કે. સિંહા અને ફૂડ અધિકારી એ સ્થળ પર પહોંચી તપાસ કરતા અહી ભેળસેળ યુક્ત પનીર બનતું હોવાનું જણાયું હતું. પનીર બનાવવા સાઇટ્રિક એસિડ, વેજીટેબલ ઘી અને દૂધના પાવડરનો ઉપયોગ કરીને પનીર બનાવવામાં આવતું હોવાનું જણાતા નમૂના લીધા હતા.  પોલીસને તપાસ બાદ જાણવા મળ્યું હતું કે, આરોપી રસિક લાકડીયા તથા ભાવેશ જોબનપુત્રા આ કારખાનાની જગ્યા ભાડે રાખીને ભેળસેળયુક્ત પનીર બનાવવાનો કાળો કારોબાર કરતા હતા. આરોગ્ય વિભાગે સ્થળ ઉપરથી રસિકભાઈ પાસેથી તમામ વિગત મેળવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અહી પનીર બનાવવા માટેના સાધનો તેમજ ખાલી બેલર, વેજીટેબલ ઘીના ડબ્બા અને દૂધ પાવડર સહિતનો સામાન સીઝ કર્યો છે. મ્યુનિ.ના આરોગ્ય વિભાગે સેમ્પલ લઈને આગળની તપાસ હાથ ધરી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાવનગર મ્યુનિ.ની ફૂડ-સેફ્ટી ટીમ એક્ટિવ બની દરરોજ અલગ અલગ કામગીરી કરી બિન આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ કરવા સાથે આવા પદાર્થોના ઉત્પાદન કરતાં આસામીઓ સામે લાલઆંખ કરી રહી છે,  ત્યારે રજાના દિવસે પણ કામગીરી યથાવત રાખી હતી. અધિકારીઓને બાતમી મળી હતી કે, શહેરના રૂવાપરી રોડપર ગોરડના સ્મશાન પાસે આવેલા યોગેશ્વરના મંદિર બાજુમાં પ્લોટનં-62/ડી નો માલિક રશીદ ઉર્ફે આરકે પોતાની ફેક્ટરીમાં ડુપ્લીકેટ પનીર બનાવે છે અને શહેરભરમાં આવેલા રેસ્ટોરન્ટ તથા ઢાબાઓમાં આ બિનઆરોગ્યપ્રદ પનીર સપ્લાય કરે છે, જે હકીકત આધારે બીએમસી ની ટીમે સ્પેશ્યિયલ ઓપરેશન ગૃપ પોલીસની ટીમને સાથે રાખી બાતમી વાળા સ્થળે રેડ કરી ડુપ્લીકેટ પનીર બનાવતા રશીદ ઉર્ફે આરકે કાદર લાકડીયા (ઉ.વ.48) તથા મૂળ યુપીના અને હાલ ફેક્ટરીમાં જ રહેતા ચરણસિંગ નેત્રપાલસિંગ (ઉ.વ.20) ની ધડપકડ કરી નકલી પનીરનો જથ્થો 108 કિલો કિંમત રૂ.22,680 કબ્જે કરી સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે, જયારે બીએમસીના અધિકારીઓ એ આ ડુપ્લીકેટ પનીરના નમૂના લઈ પરીક્ષણ અર્થે વડોદરા સરકારી લેબમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code