1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. તલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે 8000 બોક્સની આવક
તલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે 8000 બોક્સની આવક

તલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, પ્રથમ દિવસે 8000 બોક્સની આવક

0
Social Share

તળાલા ગીરઃ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક વધતા જાય છે. ત્યારે કેસર કેરી માટે પ્રખ્યાત ગણાતા તળાલા ગીરના યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે કેસર કેરીના 2000 બોક્સની આવક થઈ હતી. અને કેસર કેરીના 10 કિલોના પ્રતિ બોક્સના હરાજીમાં ભાવ 500થી 1150 સુધી બોલાયા હતા. વેપારીઓના કહેવા મુજબ ગત વર્ષે કેરીની સીઝન 60 દિવસ સુધી ચાલેલી પરંતુ આ વર્ષે તેમાં ઘટાડો થશે અને 40થી 45 દિવસમાં કેરીની સીઝન પૂર્ણ થાય તેવી પણ શક્યતાઓ છે

ગીરની પ્રખ્યાત કેસર કેરીની જાહેર હરાજીનો તાલાલા માર્કેટિંગ યાર્ડમાં પ્રારંભ કરાયો છે. બુધવારે બપોરે 2 કલાકે શરૂ થયેલી હરાજીમાં આજે અંદાજિત 7 થી 8 હજાર 10 કિલોના કેરીના બોક્સની આવક થઈ હતી. પ્રથમ દિવસે જ જાહેર હરાજીમાં પ્રતિ 10 કિલો કેસર કેરીના સરેરાશ બજાર ભાવો 500થી 1150 સુધી મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગત વર્ષે નીચામાં 300 અને ઊંચામાં 700 બજાર ભાવ મળ્યા હતા પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઊંચા ભાવમાં 450 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે.

યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, તળાલા યાર્ડમાં ગત વર્ષે કેરીની જાહેર હરાજી 20મી એપ્રિલથી થઈ હતી ત્યારે આ વર્ષે 12 દિવસ બાદ 1લી મેના દિવસે જાહેર હરાજી શરૂ કરવામાં આવી છે. ગત વર્ષે કેરીની સીઝન 60 દિવસ સુધી ચાલેલી પરંતુ આ વર્ષે તેમાં ઘટાડો થાય અને 40થી 45 દિવસમાં કેરીની સીઝન પૂર્ણ થાય તેવી પણ શક્યતાઓ છે. ગત વર્ષે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં 11 લાખ 11, 354 જેટલા 10 કિલોના બોક્સની આવક થવા પામી હતી પરંતુ આ વર્ષે કેરીનો ઉતારામાં ઉણપ અને પાછોતરી કેરીના પરિણામે આ વર્ષે 4થી 5 લાખ બોક્સ સમગ્ર સીઝન દરમિયાન આવે તેવી શક્યતા છે. 1લી જૂન બાદ 10 કિલો કેસર કેરીના બજાર ભાવોમાં થોડો ઘટાડો આવી શકે છે જેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગ પણ જૂન મહિના દરમિયાન કેસર કેરીનો સ્વાદ લઈ શકશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code