1. Home
  2. Tag "farmers in trouble"

જામનગરના હાપા યાર્ડમાં ડુંગળી 35 રૂપિયે મણના ભાવે વેચાતા ખેડુતો રડવા લાગ્યા

જામનગરઃ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકતા ડુંગળીના ભાવ ગગડી ગયા છે. છેલ્લા મહિનાથી ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા ખેડુતો માગણી કરી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં તો ખેડુતોએ પ્રદર્શન પણ કર્યું હતું. ગોંડલ યાર્ડમાં પણ ખેડુતોએ હરાજી બંધ કરાવી હતી. હાલ ખેડુતો ડુંગળીને પાણીના ભાવે વેચી રહ્યા છે. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ડુંગળીના પ્રતિ […]

ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં ખેડુતોને ખર્ચ કાઢવો પણ મુશ્કેલ, નિકાસના નિયમો હળવા બનાવવા માગ

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં તળાજા અને મહુવા તાલુકામાં ડુંગળીના પાકનું મબલખ ઉત્પાદન થયુ છે. ત્યારે ડુંગળીના ગગડી ગયેલા ભાવ ખેડુતોને રડાવી રહ્યા છે. ડુંગળીના ભાવમાં 20 કિલોએ 150 થી 250 રૂપિયા સુધી નીચે ગયો છે. 50 હજાર ડુંગળીના થેલાની આવકમાં ભાવ ગગડી ગયા છે ત્યારે  બે લાખ ડુંગળીની બોરીની આવક થશે ત્યારે  ભાવ ક્યાં પહોંચશે, તે […]

લસણના ગગડી ગયેલા ભાવે ખેડુતોને રડાવ્યાં, 4000 કિલો લસણ મફતમાં ગરીબોને વહેંચી દીધું

ગાંધીનગરઃ રાજ્યમાં સારા વરસાદ અને સાનુકૂળ વાતાવરણને લીધે આ વખતે લસણના પાકનું સારૂએવું ઉત્પાદન થયું છે. ત્યારે લસણના ભાવ ગગડી જતાં ખેડુતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે ગુજરાત કિસાન સંગઠન દ્વારા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે 4 હજાર કિલો લસણ નિઃશુલ્ક વહેંચીને અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગુજરાતના ખેડૂતોને લસણ સહિત  વિવિધ પાકોના યોગ્ય પોષણક્ષમ […]

કેળાના ભાવ આસમાને પહોચ્યા બાદ તળિયે બેસી જતાં ખેડુતોએ ટેકાના ભાવ જાહેર કરવા કરી માગ

સુરત :   શ્રાવણ મહિના દરમિયાન કેળાના ભાવ 390 રૂપિયાની ઐતિહાસિક સપાટી પર પહોચ્યા બાદ ફરી તળિયે આવ્યા છે. મહિના પહેલા પ્રતિ 20 કિલાના 350થી 400ના ભાવે વેચાતા કેળાના ભાવ ગગડીને હવે પ્રતિ 20 કિલોના ભાવ 150થી 200 જેટલા ઉપજી રહ્યા છે. એટલે કેળાના ભાવમાં અડધો અડધ ઘટાડો થતાં ખેડુતો સરકાર પાસે ટેકાના ભાવની માગણી […]

રાજુલા પંથકમાં તાઉતૈ વાવાઝોડા બાદ હજુ પણ વીજ ફિડરો કાર્યરત ન કરાતા ખેડુતોને મુશ્કેલી

અમરેલીઃ જિલ્લાના રાજુલા તાલુકામાં તાજેતરમાં આવેલા વાવાઝોડા બાદ હજુ સુધી અનેક ખેતીવાડી ફિડરોમાં વીજળી આપવામાં આવી નહીં હોવાથી, ખેડૂતો સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. રાજુલા વિસ્તારમાં તાજેતરમાં જ  વીજપોલ ઊભા કરવામાં આવ્યા હતા. પણ થોડા વરસાદમાં જ રામપરા- ભેરાઇ વચ્ચે વીજપોલ પડી ગયા છે અને હજુ સુધી લાઇટ આપવામાં આવેલ નથી. સૂત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code