1. Home
  2. Tag "farmers"

ખાતરમાં તોતિંગ ભાવ વધારો પાછો ન ખેંચાય તો ખેડુતો આંદોલન કરશે

અમદાવાદઃ તાજેતરમાં રાસાયણિક ખાતરના ભાવમાં તોતિંગ વધારો કરતા સરકાર સામે ખેડુતોમાં વ્યાપક અસંતોષની લાગણી ઊભી થઈ છે. ચોમાસાની સિઝન માથે ઝળુંબી રહી છે અને ખેડૂતો વાવણીની તૈયારીમાં લાગી ગયા છે તેવા સમયે ફર્ટિલાઇઝર કંપ્નીઓએ ખાતરના ભાવમાં બેફામ વધારો કરતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે આ મુદ્દે ગુજરાત કિસાન કોંગ્રેસના દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણી કૃષિ પ્રધાન આર.સી.ફળદુને […]

કચ્છના ખેડુતો હળદરના વાવેતર તરફ વળ્યાઃ હવે ગામેગામ હળદરની ખેતી થવા લાગી

ભૂજઃ કચ્છ જિલ્લાની બંઝર ભૂમિ પણ હવે ખેડુતોની મહેનતથી ફળદ્રુપ બની રહી છે. કચ્છમાં હવે કેસર કેરીનું ઉત્પાદન પણ સારૂએવું થાય છે. ખેડુતો બાગાયત વિકાસ બાદ મસાલા પાકો તરફ નવું સાહસ કરી રહ્યા છે. સેલમ હળદરના મૂલ્યને કચ્છના સાહસિક ખેડૂતોએ પારખીને વાવેતરથી વેચાણ સુધીના નવા આયામ સર કર્યા છે. કચ્છમાં ખેડુતો સેલમ હળદરની ખેતી કરવા […]

રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર, હવે તેઓને ઓર્ગેનિક ખેતી માટે મળશે પ્રમાણપત્ર

રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર હવે તેઓને ઓર્ગેનિક ખેતીનું પ્રમાણપત્ર મળશે તેનાથી કૃષિ નિકાસમાં પણ થશે ફાયદો અમદાવાદ: ગુજરાતમાં સજીવ ખેતીને પ્રોત્સાહન અપાય છે તેમજ ગુજરાતમાં સજીવ ખેતી કરતાં ખેડૂતો પાસે કોઇ પ્રમાણપત્ર ના હોવાથી તેમના ઉત્પાદનોમાં ગોલમાલ થવાના કિસ્સા સામે આવતા હોય છે. ઓર્ગેનિકના નામે કેમિકલયુક્ત ખેત પેદાશો પધરાવી દેવામાં આવતી હોય છે તેથી […]

કોરોનાને લીધે ખેડૂતોને પાક ધિરાણ ચૂકવવાની મુદતમાં 30મી જુન સુધી વધારો કરાયો

અમદાવાદઃ કોરોનાના સંક્રમણને લીધે રાજ્યના મોટાભાગની એપીએમસી, માર્કેટયાર્ડ્સ બંધ છે. ઘઉં સહિતની ખેત પેદાશો ઘણા ખેડૂતોને વેચવાની બાકી છે, તેથી ખેડૂતો પાક ધીરાણ શક્યા નથી. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની રકમ ચુકવવામાં રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખેડૂતો માટે પાક ધિરાણ ભરપાઇ કરવાની મુદત 30 જૂન સુધી લંબાવી છે. માત્ર એટલું […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીના હાઈવે માટે સંપાદન કરાયેલી જમીનનું વળતર ખેડૂતોને હજુ મળ્યુ નથી

વડોદરાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકર્ષણ દેશભરના લોકોને થઈ રહ્યું છે. પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવામાં કોઈ અગવડ ન પડે તે માટે  સરકારે ફોર લેન રસ્તાઓ તો બનાવી દીધા છે.પણ રસ્તા બનાવવા ખેડૂતોએ આપેલી જમીનના વળતર માટે ખેડૂતોએ હાલ વલખા મારવાનો સમય આવ્યો છે.રાજપીપળા પ્રાંત કચેરી અને નેશનલ હાઈવેના અધિકારીઓની આળસ ભરી નીતિને લીધે  જગતનો તાત […]

સૌરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમાં પલટોઃ અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત

કચ્છના ભચાઉમાં કરા પડ્યાં ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા ઉપર ફરી વળ્યાં વરસાદી પાણી ધૂળની ડમરીઓ ઉડી હતી અમદાવાદઃ ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક સ્થળો ઉપર ધૂળની ડમરીઓ ઉડવાની સાથે હળવો વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. જ્યારે કચ્છના ભચાઉમાં કરા પડ્યાં હોવાનું જાણવા મળે છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વરસાદ પડતા ખેડૂતો […]

કોરોનાને લીધે શ્રમિકોની અછતથી કૃષિ ક્ષત્રે ફટકોઃ કેરી,ચીકુની સીઝનમાં ખેડુતો બન્યા ચિંતિત  

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે કૃષિ ક્ષેત્રે પણ અસર જોવા મળી રહી છે. રાજ્ય કૃષિ ક્ષત્રે આદિવાસી શ્રમિકોનો ફાળો સવિષેશ છે. ઘણા શ્રમિકો હોળી-ઘૂળેટીમાં પોતાના વતન ગયા હતા તે હજુ પરત ફર્યા નથી. ત્યારે ખેતવાડી ક્ષેત્રે પણ મજૂરોની અછત વર્તાવા લાગી છે. કોરોનાની લહેર વધુ  લાંબી ચાલશે તો દક્ષિણ  ગુજરાતમાં કેરી-ચીકુ પકવતા ખેડૂતોને આર્થિક નુકશાન વહોરવુ […]

ગુજરાતના ખેડુતોને જુના ભાવે જ રાસાયણિક ખાતર મળશેઃ કેન્દ્રિય મંત્રી માંડવિયાએ કરી જાહેરાત

અમદાવાદઃ રાજ્યમાં રાસાયણિક ખાતરના ભાવમાં તેતિંગ વધારો થતા ખેડુતોમાં સરકાર સામે રોષ ફાટી નિકળ્યો છે, ઈફકો કંપનીએ ખાતરમાં કરેલા ભાવ વધારા પછી ચારેબાજુથી હોબાળો મચેલો હતો. ત્યારે આજે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડિવયા દ્વારા ખેડૂતોને ખુશખબર આપવામાં આવી છે. ગુજરાતમાં ખેડૂતોને ખાતરના ભાવમાં કોઈ ભાવ વધારો આપવામાં રહશે નહીં, એટલે કે ખાતરના ભાવમાં કોઈ ભાવ વધારો કરવામાં […]

સુરેન્દ્રનગરના ખેડૂતોને હાઈકોર્ટમાંથી રાહતઃ 2019ના રવી પાક નુકસાનની વીમા રકમ ચુકવવા નિર્દેશ

અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2019માં શિયાળામાં પડેલા માવઠાના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું. જેની પાક વીમાની રકમ નહીં મળી હોવાથી કેટલાક ખેડૂતોએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યાં હતા. હાઈકોર્ટે સુનાવણીના અંતે ખેડૂતોને વળતર ચુકવવા માટે નિર્દેશ કર્યો હતો. કેસની હકીકત અનુસાર સુરેન્દ્રનગરમાં 2019માં શિયાળામાં પડેલા માવઠાના કારણે ખેડૂતોના રવી પાક એવા કપાસ અને એરંડાને નુસકાન થયું હતું. […]

દિલ્હી બોર્ડર પર ખેડૂતોએ હવે ગરમીથી બચવા માટે રેનબસેરાનું નિર્માણ કાર્ય શરૂ કર્યું

દિલ્હી કુંડલી બોર્ડર પર 107 દિવસથી ચાલી રહ્યું છે કૃષિ આંદોલન આ સ્થિતિ વચ્ચે હવે આંદોલનકારીઓને ગરમીની અસર થઇ રહી છે ગરમીથી બચવા માટે ખેડૂતોએ રેનબસેરાનું કામ શરૂ કર્યું નવી દિલ્હી: દિલ્હીની કુંડલી બોર્ડર પર કૃષિ કાયદા વિરુદ્વ ખેડૂત આંદોલનને 107 દિવસ વિતી ચૂક્યા છે. આ સ્થિતિ વચ્ચે હવે આંદોલનકારીઓને ગરમીની અસર થઇ રહી છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code