1. Home
  2. Tag "farmers"

ખેડૂતોને પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલની હિમાયત

સુરતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી સંદર્ભે સમીક્ષા બેઠક યોજી, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજ્યપાલએ આપ્યું માર્ગદર્શન, પ્રાકૃતિક ખેતીમાં મહિલાની સહભાગિતા અતિ આવશ્યક ગાંધીનગરઃ  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સુરત જિલ્લા વહીવટીતંત્ર અને આત્માના અધિકારીઓ સાથે સર્કિટ હાઉસ ખાતે પ્રાકૃતિક ખેતી સંદર્ભે બેઠક યોજી જિલ્લામાં મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એ માટે માર્ગદર્શન […]

RBIએ ખેડૂતોને આપી મોટી રાહત, વગર વ્યાજે 2 લાખની લોન મળશે

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે ખેડૂતોને મોટી ભેટ આપી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે, શુક્રવારે ખેડૂતોને કોઈપણ ગેરંટી વિના 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી હતી. હાલમાં આ મર્યાદા 1.6 લાખ રૂપિયા છે. મોનેટરી પોલિસી કમિટી (MPC)ની સમીક્ષા બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતાં રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, મોંઘવારી અને […]

કૃષિ અને ખેડૂતોના વિકાસ વિના દેશનો સર્વાંગી વિકાસ શક્ય નથી: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે (5 ડિસેમ્બર, 2024) ઓડિશાનાં ભુવનેશ્વરમાં ઓડિશા યુનિવર્સિટી ઑફ એગ્રિકલ્ચર એન્ડ ટેકનોલોજીનાં પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે, પદવીદાન સમારંભનો દિવસ વિદ્યાર્થીઓના આશાસ્પદ ભવિષ્યનો માર્ગ ખોલે છે. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તેઓ હવે એક અલગ ઇકોસિસ્ટમમાં પ્રવેશી રહ્યા છે જેમાં તેમને વાસ્તવિક વિશ્વની પરિસ્થિતિઓમાં તેમના […]

ગુજરાતના ખેડૂતોને 2.15 કરોડ જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું

અમદાવાદઃ સોઇલ હેલ્થ કાર્ડ યોજના થકી ગુજરાતના અનેક ખેડૂતોએ પોતાની બિન-ખેતીલાયક જમીનને ખેતીલાયક બનાવી. ગુજરાતના ખેડૂતોને 2.15 કરોડ જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું. જમીન એ ખોરાક, પાણી અને પોષણ માટેનો મુખ્ય સ્ત્રોત છે. એટલા માટે જ, મનુષ્ય જીવનને ટકાવી રાખવામાં જમીનનું મહત્વ અનન્ય છે. જમીનની ગુણવત્તા જાળવી રાખવા તેમજ જમીન સંરક્ષણની જરૂરિયાત અંગે લોકજાગૃતિ કેળવવા […]

ખેડૂતોના વિરોધથી નોઈડા-દિલ્હીના મુસાફરો પરેશાન, અનેક રસ્તા બંધ, જાણો શું છે માંગણીઓ?

દિલ્હી-નોઈડા બોર્ડર પર ખેડૂતોના વિરોધને કારણે મંગળવારે એટલે કે આજે પણ ટ્રાફિક ધીમો રહ્યો હતો. સોમવાર (2 ડિસેમ્બર)થી શરૂ થયેલી કૂચ દરમિયાન, મહામાયા ફ્લાયઓવર અને ચિલ્લા બોર્ડર જેવા વ્યસ્ત માર્ગો પર વાહનોની અવરજવરને અસર થઈ હતી. તમને જણાવી દઈએ કે પોલીસ દ્વારા લગાવવામાં આવેલ બેરિકેડ અને સુરક્ષા વ્યવસ્થાના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો […]

કિસાન આંદોલન: પોલીસે અનેક ખેડૂતોની અટકાયત કરી

નવી દિલ્હીઃ નોઈડા-ગ્રેટર નોઈડા અને ઉત્તર પ્રદેશના યમુના ઓથોરિટી વિસ્તારના ખેડૂતો વળતરમાં વધારાની તેમની માંગ પર અડગ છે. આ દરમિયાન પોલીસે અનેક ખેડૂતોને કસ્ટડીમાં લીધા છે. આ ઉપરાંત પોલીસે દેખાવકારો કરી રહેલા ખેડૂતો ઉપર લાઠીચાર્જ પણ કર્યો છે. પોલીસે દલિત પ્રેરણા સ્થળ પર આંદોલન કરી રહેલા 700 જેટલા ખેડૂતોની અટકાયત કરી છે. દરેકની અટકાયત કરીને […]

ખાંડ સહકારી મંડળીઓ થકી ખેડૂતોને ગત વર્ષે રૂ. 3391 કરોડથી વધુની રકમ ચૂકવાઈ

ખાંડ સહકારી મંડળીઓમાં અંદાજે 4.50 લાખ જેટલા ખેડૂતો સભાસદ, ગુજરાતમાં 8.87 લાખ મે.ટન ખાંડનું ઉત્પાદન, ગત વર્ષે 4.37 કરોડ લીટર ઇથેનોલનું ઉત્પાદન થયુ ગાંધીનગરઃ દેશભરમાં  તા. 14 થી 20 નવેમ્બર દરમિયાન  ‘રાષ્ટ્રીય સહકાર સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે, ત્યારે ખાંડ સહકારી મંડળીઓ થકી મંડળીઓના સભાસદોનું જીવન ઉચ્ચ ધોરણયુક્ત બન્યું છે. ગુજરાતના ખાંડ ઉદ્યોગમાં ખાંડ સહકારી સભાસદો મુખ્યત્વે નાના, સિમાંત […]

જો ખેડૂતો રાસાયણિક ખેતી નહીં છોડે તો આવનારી પેઢી માટે કંઈ નહીં બચે: રાજ્યપાલ

ગાંધીનગરઃ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી એ આજે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કેલ્વિકુવા ખાતે ખેડુત સતીષભાઈ રઘુવીરભાઈ ભક્તના ખેતરે પ્રકૃતિના ખોળે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત પ્રાકૃતિક ખેતી માટે ખાટલા – પરિષદ યોજી રાજ્યપાલએ ૧૫૦ જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ કરી પ્રાકૃતિક ખેતીથી થતાં ફાયદાઓ અંગે જરૂરી માર્ગદશન પુરું પાડ્યું હતું. આ તબક્કે, રાજ્યપાલએ શ્રી પ્રાકૃતિક કૃષિ નિદર્શન – […]

સરકારને ગરીબો, સામાન્ય લોકો અને ખેડૂતોની પરવા નથીઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે ​​કહ્યું હતું કે કેન્દ્ર સરકારને ગરીબો, સામાન્ય લોકો અને ખેડૂતોની પરવા નથી. મહારાષ્ટ્રમાં એક રેલી દરમિયાન તેમણે આ આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધી ગોંદિયા જિલ્લામાં મહાવિકાસ અઘાડી અને કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે જો મહાવિકાસ અઘાડી સરકાર સત્તામાં આવશે […]

મગફળી, મગ, અડદ સહિત ટેકાના ભાવની ખરીદી નોંધણીમાં વધારો કરાયો

E- ગ્રામ કેન્દ્રો ખાતે તા. 10મી નવેમ્બર સુધી નોંધણી કરાવી શકાશે, 11મી નવેમ્બરથી 8મી ફેબ્રુઆરી 2025 સુધી ટેકાના ભાવે ખરીદી કરાશે, સરકાર દ્વારા કરાયું આગોતરૂ આયોજન સુરેન્દ્રનગરઃ ગુજરાતના ખેડૂતોને પોતાની પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોય છે. વર્ષ 2024-25માં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code