1. Home
  2. Tag "flight"

આને માનવામાં આવે છે દુનિયાની સૌથી લાંબા અંતરની ફ્લાઇટ્સ,લોકો કલાકો સુધી હવામાં કરે છે મુસાફરી

પ્લેનમાં મુસાફરી કરવી સૌને ગમે છે પરંતુ પ્લેન દ્વારા કરવામાં આવતી મુસાફરી ક્યારેક-ક્યારેક થાકનું કારણ પણ બની જાય છે.તેની પાછળનું મુખ્ય કારણ છે લાંબુ અંતર.દુનિયામાં આવી ઘણી ફ્લાઈટ્સ છે, જે લાંબા અંતરને કવર કરે છે. લોકો 17 થી 18 કલાક હવાઈ મુસાફરી કરે છે.અમે તમને આ ફ્લાઈટ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. દોહાથી ઓકલેન્ડ: લોકો […]

નવી દિલ્હીઃ વિકલાંગ બાળકને ફ્લાઈટમાં ન બેસાડવા મુદ્દે સરકારે નારાજગી વ્યક્ત કરી, તપાસના આદેશ

નવી દિલ્હીઃ ખાનગી એરલાઈનના કર્મચારીઓએ રાંચી એરપોર્ટ પર એક વિકલાંગ બાળકને પ્લેનમાં બેસતા અટકાવ્યો હતો. એરલાઈન્સએ બચાવ કરતા કહ્યું હતું કે, બાળક પ્લેનમાં મુસાફરી કરતા નર્વસ હતો. આ ઘટના સામે આવ્યા બાદ એવિએશન રેગ્યુલેટર DGCAએ આ મામલે તપાસ શરૂ કરી છે. કેન્દ્ર સરકારે પણ આ અંગે ગંભીર નોંધ લીધી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય […]

ઉડતા વિમાનમાં સિગારેટ ફુંકવાનું કચ્છના યુવાનને ભારે પડ્યું, એરપોર્ટ પોલીસે કરી ધરપકડ

અમદાવાદઃ  કચ્છના ગાંધીધામના એક યુવાનને ઉડતા વિમાનમાં સિગારેટ પીવાનું ભારે પડ્યું હતું. રવિ હેમજા નામનો યુવાન દિલ્હીથી અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે વિમાનમાં તેને સિગારેટ પીવાની તલપ લાગી હતી. અને ફ્લાઈટના ટોયલેટમાં જઈને સિગારેટ પીવા લાગ્યો હતો દરમિયાન સ્મોક ડિટેક્ટિવને લીધે પાયલોટને જાણ થતા તેને એરહોસ્ટેસને જાણ કરી હતી. ત્યારબાદ અમદાવાદ ફ્લાઈટ્સે લેન્ડિંગ કર્યા બાદ […]

કોરોના :હોંગકોંગે એર ઈન્ડિયાની ફ્લાઈટ પર લગાવ્યો પ્રતિબંધ,24 એપ્રિલ સુધી જારી રહેશે પ્રતિબંધ

ચીનમાં કોરોનાનો કહેર હોંગકોંગે એર ઈન્ડિયાની ફ્લાઈટ પર લગાવ્યો પ્રતિબંધ 24 એપ્રિલ સુધી પ્રતિબંધ ચાલુ રહેશે દિલ્હી:કેટલાક મુસાફરો કોરોનાથી સંક્રમિત જણાયા બાદ હોંગકોંગે નવી દિલ્હી અને કોલકાતાથી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ પર 24 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે.અહીં કોરોના કેસ વધ્યા બાદ હોંગકોંગ સરકાર દ્વારા કેટલાક નિયમો જારી કરવામાં આવ્યા છે. હવે ભારતના પ્રવાસીઓ […]

જબલપુરમાં ડુમના એરપોર્ટ ઉપર મોટી દૂર્ઘટના ટળી, ફ્લાઈટ રન-વે પરથી લપસી નીચે ઉતરી

ભોપાલઃ મધ્યપ્રદેશના જબલપુરમાં ડુમના એરપોર્ટ ઉપર મોટી દૂર્ઘટના થતા ટળી હતી. દિલ્હીથી આવતી ફ્લાઈટ લેન્ડિંગ સમયે રન-વે પરથી લપસી હતી અને નીચે રેતીમાં ઉતરી ગઈ હતી. ફ્લાઈટમાં 55થી વધારે પ્રવાસી હતા. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ના હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બપોરના સમયે દિલ્હથી આવેલી એરઈન્ડિયાની ફ્લાઈટ ડુમના એરપોર્ટ ઉપર લેન્ડ કરતી હતી. ફલાઈટ […]

ફ્લાઈટ એન્જિન કવર વિના જ મુંબઈથી ભૂજ પહોંચી, DGCAએ આપ્યા તપાસના આદેશ

ભૂજઃ મુંબઈથી ભૂજ વચ્ચે ચાલતી એલાયન્સ એરલાયન્સની એટીઆર ફ્લાઈટએ આજે એન્જિનના કવર (એન્જિન કાઉલિંગ) વિના જ ઉડાન ભરીને ભૂજ પહોંચી હતી.  સદનસીબે ભૂજમાં ફ્લાઈટનું સલામત લેન્ડિંગ થયું હતું. જો કે, સમગ્ર મામલો અતિ ગંભીર હોય ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આજે એલાયન્સ એરલાઈન્સની ફ્લાઈટ જ્યારે મુંબઈથી ભુજ આવવા […]

કુવૈતથી અમદાવાદ આવતી ફ્લાઈટ ગાઢ ધૂમ્મસને લીધે 13 કલાક મોડી પડી

અમદાવાદઃ કુવૈતના એરપોર્ટ પર ગાઢ ધુમ્મસ સર્જાતા અનેક ફ્લાઈટોનું સંચાલન ખોરવાઈ ગયું હતું. જેમાં કુવૈતથી મોડી રાતે લગભગ 1.45 વાગે ઉપડી સવારે 8.15 વાગે અમદાવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઈટ નં.6-ઈ 1754 લગભગ 13 કલાકથી વધુ મોડી પડી હતી. જેના પગલે આ ફ્લાઈટમાં અમદાવાદ આવી રહેલા 150થી વધુ પેસેન્જરો સવારના બદલે રાતે 9 વાગ્યા બાદ અમદાવાદ પહોંચ્યા […]

કોરોનાને કારણે ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો

કોરોનાની એવિયેશન સેક્ટર પર અસર મુસાફરોની સંખ્યા 30 ટકા ઘટી ફ્લાઈટ કેન્સલ થવાની સંખ્યા વધી અમદાવાદ: ઓમિક્રોન વેરિયન્ટ અત્યારે એટલો ગંભીર જોવા મળી રહ્યો નથી, પણ આવામાં તેની અસર કેટલાક ક્ષેત્રો પર જોરદાર જોવા મળી રહી છે, તેનું મોટું ઉદાહરણ છે ફ્લાઈટમાં મુસાફરી કરનારાની સંખ્યા. જાણકારી અનુસાર ઓમિક્રોનના કારણે કેટલાક લોકો હવે ફ્લાઈટમાં મુસાફરી કરવાનું […]

પશ્ચિમ બંગાળઃ ઓમિક્રોન સંક્રમણ વિદેશથી ફ્લાઈટમાં આવેલા પ્રવાસીઓના કારણે ફેલાયોનો મમતા બેનર્જીનો આક્ષેપ

દિલ્હીઃ દેશમાં ઓમિક્રોનના સંકટ વચ્ચે કોરોનાના કેસોમાં રેકેટ ગતિએ વધારો થયો છે. દિલ્હી અને મુંબઈમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. દરમિયાન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને કોરોના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્રએ એવા દેશોની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવો જોઈએ જ્યાં […]

સુરતમાં પોલીસની મોક-ડ્રીલના સમયે જ ફ્લાઈટને લેન્ડિંગની મંજુરી મળી, પણ પાઈલોટે લેન્ડિંગ ન કર્યું

સુરત:  શહેરના એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતાં રહી ગઈ હતી. શહેરના એરપોર્ટ પર પોલીસની મોક-ડ્રીલ ચાલતી હતી. ત્યારે જ  ATCએ પ્લેન લેન્ડિંગને મંજૂરી આપી દીધી હતી. જેના કારણે એન્ટી હાઇજેક મોકડ્રીલ વખતે વેન્ચુરા એર કનેક્ટની ફ્લાઇટ પોલીસ વાન સાથે અથડાતા બચી ગઈ હતી. પાઇલટે 800 ફૂટ ઊંચાઈએથી પાંચ જીપ જોતાં લેન્ડિંગ અટકાવ્યું હતું. આ ઘટનામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code