1. Home
  2. Tag "Gandhinagar District"

ગાંધીનગર જિલ્લામાં ઉનાળું પાકના વાવેતરમાં 5294 હેકટરનો વધારો, દહેગામમાં સૌથી વધુ વાવેતર

ગાંધીનગરઃ જિલ્લામાં ઉનાળું વાવેતરનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળુ વાવેતરમાં 5194 હેક્ટરનો વધારો થયો છે. જેમાં બાજરી, શાકભાજી, ઘાસચારો, તલ અને મગ સહિતના પાકના વાવેતરમાં વધારો થયો છે. જોકે જિલ્લાના ચારેય તાલુકામાંથી સૌથી વધુ વાવેતર દહેગામ તાલુકામાંથી 10117 હેક્ટરમાં અને ઓછું કલોલ તાલુકામાં 3694 હેક્ટરમાં કરવામાં આવ્યું […]

ગાંધીનગર જિલ્લામાં 310 પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1માં એકપણ વિદ્યાર્થીનો પ્રવેશ નહીં

ગાંધીનગરઃ ગુજરાતમાં નવી શિક્ષણનીતિ અંતર્ગત આ વર્ષથી જ શાળામાં પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થયેલી હોય એવા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. તેની લીધે રાજ્યની ઘણીબધી શાળાઓમાં ધોરણ-1માં એકપણ બાળકનો પ્રવેશ થયો નથી. ગાંધીનગર જિલ્લાની 592 સરકારી પ્રાથમિક શાળાઓમાંથી 310માં એકપણ વિદ્યાર્થીએ ધોરણ-1માં પ્રવેશ લીધો નથી. આથી જિલ્લાની 310 શાળાઓમાં આગામી […]

ગાંધીનગર જિલ્લામાં 6 વર્ષ પૂર્ણ ન થતાં 17967 બાળકોને ધો. 1માં નહીં, બાળવાટિકામાં પ્રવેશ અપાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ જશે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત બાળકને 6 વર્ષ પૂર્ણ કર્યા હશે તો જ ધોરણ-1માં પ્રવેશ મળશે. જો કે આ નિયમ સામે ઘણા વાલીઓએ વિરોધ પણ કર્યો છે. બાળકને 6 વર્ષ પૂર્ણ થવામાં બે-ત્રણ મહિના બાકી હોય તો પણ 1લાં ધોરણમાં પ્રવેશ નહીં […]

ગાંધીનગર જિલ્લાના 100 જેટલા પ્રવાસી શિક્ષકોને છેલ્લા 6 મહિનાથી પગાર મળ્યો નથી

ગાંધીનગરઃ ગુજરાતના મહાનગરોથી લઈને ગાંમડાની શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. શિક્ષકોની ખાલી જગ્યાઓને લીધે બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે સરકારે પ્રવાસી શિક્ષકોની ભરતી કરી હતી. અને નિયત કરેલું વેતન લેકચરદીઠ પ્રમાણે આપવામાં આવે છે. જેમાં ગાંધીનગર જિલ્લામાં 100 જેટલા પ્રવાસી શિક્ષકો છેલ્લા 6 મહિનાથી પગારથી વંચિત છે. કહેવાય છે. કે,   શિક્ષણ વિભાગે પ્રવાસી […]

ગાંધીનગર જિલ્લાના પ્રજાસત્તાક દિનની ઊજવણી માણસા ખાતે કરાશે, કલેકટરે આયોજનની સમીક્ષા કરી

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રજાસત્તાક દિનના પર્વને ગણતરીના દિવસ બાકી છે, ત્યારે તેની ઊજવણી માટે સરકારી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં તા. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઊજવણી માણસ ખાતે કરાશે. ત્યારે પ્રજાસત્તાક પર્વની ઊજવણીના સુચારું આયોજન અર્થે ગાંધીનગર જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓની બેઠક મળી હતી. કલેકટરે […]

ગાંધીનગર જિલ્લાની 94 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર ન થતાં તલાટીઓથી ચાલતો વહિવટ

ગાંધીનગરઃ રાજ્ય સરકારે ગાંધીનગર જિલ્લાની 94 ગ્રામ પંચાયતોમાં  ચૂંટણી ન યોજાતા વહિવટદાર નિમ્યા હતા. જોકે અન્ય ગામના તલાટીઓને 94 ગ્રામ પંચાયતોમાં વહિવટદાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. છેલ્લા નવ માસથી તલાટી વહિવટદારથી ગ્રામ પંચાયતનું સંચાલન કરવામાં આવી રહ્યું હોવાથી  ગ્રામજનો ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ આદર્શ […]

ગાંધીનગર જિલ્લામાં 55 હજાર હેક્ટરમાં રવિપાકનું વાવેતર, સૌથી વધુ ઘઉંનું વાવેતર

ગાંધીનગરઃ  જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ આ વખતે રવિપાકના વાવેતર વિસ્તારમાં વધારો થયો છે. જિલ્લામાં 75 હજાર હેક્ટરની સરેરાશ સામે કુલ વાવેતર 55 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવણીનું કાર્ય સંપન્ન થયુ છે. જેમાં ઘઉંનું 17, 400 હેકટરમાં અને બટાટાનું 11 500 હેક્ટરમાં વાવેતર થયું હોવાનું કૃષિ વિભાગના સૂત્રો દ્વારા જણાવાયું હતુ. ગાંધીનગરના કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા […]

ગાંધીનગર જિલ્લામાં ચૂંટણીને લીધે 24 ચેકપોસ્ટ પર સ્ટેટિક સર્વેલન્સ ટીમોએ 8000 વાહનોનું કર્યું ચેકિંગ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. દરમિયાન ચૂંટણીમાં કાળા નાણાના ઉપયોગ સામે ચૂંટણી પંચ બાજ નજર રાખી રહ્યું છે. ગાંધીનગર જિલ્લામાં 24 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. સ્ટેટિક સર્વેલન્સ ટીમો દ્વારા 24 ચેકપોસ્ટ પર ઊભા રહીને 7940 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ 17 હજાર કરતાં વધુ […]

ગાંધીનગર જિલ્લામાં મંજુરી વિના બોર – કૂવા બનાવાશે તો ફોજદારી કાર્યવાહી કરાશે,

ગાંધીનગરઃ રાજ્યમાં બોર-કૂવા બનાવવા માટે સરકારની મંજુરી લેવી જરૂરી છે. અને તેના માટે માર્ગદર્શિકા પણ બનાવવામાં આવી છે. દેશમાં ખૂલ્લા બોરમાં બાળકો પડી જવાના બનાવો વધા રહ્યા છે. ત્યારે આવા બનાવો બનતાં અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે પણ માર્ગદર્શિકા આપી છે. જેના પગલે ગાંધીનગર જિલ્લામાં પરવાનગી વિના બોર કૂવો બનાવનારા સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. આ […]

ગાંધીનગર જિલ્લામાં છેલ્લાં ત્રણ મહિનામાં 173 માર્ગ અકસ્માતના બનાવમાં 63 લોકોનાં મોત

ગાંધીનગરઃ જિલ્લામાં દિનપ્રતિદિન અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. વધતા જતાં માર્ગ અકસ્માતોનાં બનાવોને અંકુશમાં લાવવા માટે સમયાંતરે રોડ સેફ્ટી કમિટીની બેઠક મળતી હોય છે. જે અન્વયે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં છેલ્લા ત્રણ મહિનામાં 173 માર્ગ અકસ્માતના બનાવોમાં 63 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ 110 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાના આંકડા જાહેર કરાયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code