1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગરમાં વાહન ચેકિંગ દરમિયાન RTOએ એક મહિનામાં 27 લાખનો દંડ ફટકાર્યો

ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આરટીઓના અધિકારીઓ પણ સક્રિય બનીને સમયાંતરે વાહન ચેકિંગ ઝૂંબેશ ચલાવી રહ્યા છે. ગાંધીનગર આરટીઓએ છેલ્લા એક મહિનામાં સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવીને 390 ઓવર સ્પીડના કેસ નોંધીને વાહનચાલકોને કુલ 7.80 લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો. તેમજ 19 પ્રકારના વિવિધ નિયમોના ઉલ્લઘન બદલ […]

ગાંધીનગરના શેરથા ટોલનાકા નજીક ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત

ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ શેરથા ટોલનાકા પાસે ટ્રક અને ટ્રેકટર વચ્ચે સર્જાયો હતો. શેરથા ટોલટેક્સ નજીક માતેલા સાંઢની માફક પોતાની ટ્રક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને આગળ જતાં ટ્રેકટરને ટક્કર મારી હતી. આ અકસ્માત સર્જાતાં ટ્રેકટર સવાર બે મિત્રો પૈકી એકનું ગંભીર ઈજાઓ […]

ગાંધીનગરમાં ખોરજ બ્રિજ પર હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે બાઈકચાલકનું મોત

ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક હીટ એન્ડ રનનો બનાવ ખોરજ બ્રિજ પર બન્યો હતો. ગાંધીનગરના ખોરજ બ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારી બાઈકને ટક્કર મારીને નાસી ગયો હતો. આ અકસ્માતમાં પાટણથી અમદાવાદ જવા નીકળેલા બાઈક ચાલક યુવકનું શરીરે ગંભીર ઈજાઓ થવાથી મોત થયું […]

ગાંધીનગરમાં રાજભવન પરિવાર દ્વારા લેડી ગવર્નરના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

ગાંધીનગરઃ લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીના જન્મદિવસે આજે રાજભવન પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ દરમિયાન 605 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ તમામ રક્તદાતાઓનો આભાર માન્યો હતો. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ રક્તદાન કેમ્પ દરમિયાન રક્તદાન કરનારા રક્તદાતાઓને સંબોધતાં કહ્યું કે, પરિવારમાં જન્મદિવસ કે અન્ય શુભ પ્રસંગોએ પરિવારજનો દ્વારા સમાજોપયોગી કાર્યો થાય એ […]

ગાંધીનગરમાં અડાલજના જગન્નાથજીના મંદિરેથી નીકળી રથયાત્રા, મુખ્યમંત્રીએ કરી પહિંદ વિધિ

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જાડાયા હતા. અડાલજના જગન્નાથજીના મંદિરેથી રથયાત્રાના પ્રારંભ પહેલા મુખ્યમંત્રીએ પહિન્દ વિધી કરાવી હતી. અને ભગવાનની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલરામજી નગરની પરિક્રમાએ નિકળ્યા હતા. ભગવાનની રથયાત્રામાં શહેરના મોટી સંખ્યામાં ભાવિકો જાડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજ અને રથયાત્રાના પાવન […]

ગાંધીનગર જિલ્લાના બે ડેપ્યુટી DDO સહિત અધિકારીઓ વાહન ખર્ચ સ્વભંડોળમાંથી નહીં કરી શકે

ગાંધીનગરઃ જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં બે ડેપ્યુટી ડીડીઓ અને હિસાબ અધિકારીના વાહનનો ખર્ચ હવેથી જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી ન આપવાનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. પંચાયત ધારામાં જોગવાઈ નહીં હોવા છતાં બે ડેપ્યુટી ડીડીઓ અને હિસાબી અધિકારીના વાહનનો ખર્ચ સ્વભંડોળમાં પાડવામાં આવતા તેનો વિરોધ વિપક્ષના નેતા કર્યો હતો. જેને શાસક પક્ષે મંજુર રાખીને આ ત્રણેય […]

ગાંધીનગરમાં બાંધકામની સાઈટ પર મચ્છરોના પોરા મળશે તો વિકાસ પરવાનગી રદ કરાશે

ગાંધીનગરઃ વરસાદી સીઝનમાં યોગ્ય તકેદારી રાખવામાં ન આવો તો મચ્છરનો ઉપદ્રવ વધી જતા હોય છે. ત્યારે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશને શહેરની તમામ બાંધકામ સાઈટ પર મચ્છરોના પોરા મળશે. તો વિકાસ પરવાનગી રદ કરવાની ચીમકી આપી છે, તેમજ મ્યુનિ.ના આરોગ્ય વિભાગને પણ મચ્છરોના ઉપદ્રવ સામે તકેદારી રાખવાની સુચના આપવામાં આવી છે. ગાંધીનગર શહેરમાં ચોમાસા દરમિયાન બાંધકામ સાઇટોમાં પાણી […]

ગાંધીનગરમાં સરકારી આવાસ ખાલી ન કરાતા 170 મકાનોના વીજ-પાણીના જોડાણો કપાયા

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વર્ષો પહેલા બનેલા ગણા સરકારી ક્વાટર્સ જર્જરિત બન્યા છે. આવા ક્વાટર્સમાં રહેતા ઘણા કર્મચારીઓ નિવૃત થયા છતાયે મકાનો ખાલી કરતા નથી. બીજી બાજુ જર્જરિત બનેલા સરકારી ક્વાટર્સને ખાલી કરવાની તંત્ર દ્વારા વારંવાર નોટિસો આપવા છતાયે મકાનો ખાલી ન કરાતા આખરે ભયજનક આવાસ ખાલી કરાવવા માટે મ્યુનિ.કોર્પોરેશને વીજળી- પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપી […]

ગાંધીનગર શહેર-જિલ્લામાં આરટીઓએ ઓવર સ્પિડિંગમાં 300 વાહનચાલકોને દંડ ફટકાર્યો

ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં પૂરફાટ ઝડપે વાહનો દોડતા હોવાને કારણે અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે. હાઈવે, સ્ટેટ હાઈવે અને શહેરી વિસ્તારોમાં વાહનો માટે ગતિ મર્યાદા નક્કી કરેલી છે. છતાંયે વાહનચાલકો ઓવરસ્પિડિંગમાં વાહનો ચલાવતા હોય છે. ત્યારે આવા વાહનચાલકો સામે કાર્યવાહી કરવા ટ્રાફિક પોલીસને સ્પિડગન આપવામાં આવી છે. ઉપરાંત આરટીઓને પણ ચેકિંગ કરવાની સુચના આપવામાં […]

ગાંધીનગરમાં પૂરફાટ ઝડપે દોડતા વાહનોને અંકૂશમાં લેવા પોલીસને 6 સ્પીડગન ફાળવાઈ

ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ અકસ્માતોના બનાવોમાં ઓવર સ્પિડિંગ કારણભૂત હોય છે. શહેરના રસ્તાઓ પર સ્પિડ લિમિટ નક્કી કરવામાં આવેલી છે. છતાંયે વાહનચાલકો પૂરફાટ ઝડપે વાહનો ચલાવી રહ્યા છે. ત્યારે આવા વાહનચાલકોને ટ્રાફિકના કાયદા મુજબ પાઠ ભણાવવા માટે પોલીસને 6 સ્પીડગન ફાળવવામાં આવી છે. અને હવે ટ્રાફિક પોલીસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code