1. Home
  2. Tag "Government of Gujarat"

ગુજરાત સરકારની પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી નવી યોજનાનો કરાયો પ્રારંભ

ગાંધીનગરઃ દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને અપનાવવા આહવાન કર્યું છે. વડાપ્રધાનના આહવાનને હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે. કૃષિ મંત્રી  રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ખેડૂતોને […]

ગુજરાત સરકાર હવે ફાયર એક્ટમાં કરશે સુધારો, આગની દૂર્ઘટનાની જવાબદારી નિશ્વિત કરાશે

ગાંધીનગરઃ રાજકોટના અગ્નિકાંડ બાદ ગુજરાત સરકાર વધુ એલર્ટ બની છે. અને ભવિષ્યમાં આવા કોઈ બનાવો ન બને તે માટે પગલાં લઈ રહી છે. દરમિયાન સરકાર આગની દૂર્ધટનાની જવાબદારી નક્કી કરવા માટે  ‘ગુજરાત પ્રિવેન્શન ઓફ ફાયર એક્ટ’માં સુધારો કરશે.  એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવશે કે, જે સ્થળોએ વધુ લોકો ભેગાં થતાં હોય ત્યાં તે સ્થળના માલિકો […]

ગુજરાત અને ડીપી વર્લ્ડએ ભારતીય રાજ્યોમાં લોજિસ્ટિક્સને મજબૂત કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા

ગાંધીનગરઃ ડીપી વર્લ્ડએ ગુજરાત સરકારની સાથે રૂ. 25,000 કરોડ (રૂ.250 બિલિયન)ના મલ્ટિપલ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (એમઓયુસ) સાઈન કર્યા છે, જેમાં નવા પોર્ટ્સ, ટર્મિનલ્સ અને ઇકોનોમિક ઝોનને કવર કરવામાં આવ્યા છે, તેના દ્વારા વિકસતા ભારતીય રાજ્યમાં વેપારને ટેક આપવાની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી છે. ગાંધીનગરના વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન સાઈન કરવામાં આવેલા આ એમઓયુમાં […]

ગુજરાત સરકારનો આઉટસોર્સથી ચાલતો વહિવટ, જગ્યાઓ ખાલી છતાંયે ભરતી કરાતી નથીઃ NSUI

અમદાવાદઃ ગુજરાતમાં  ભાજપ સરકાર લાંબાસમય સુધી ભરતી કરતી નથી અને બીજીબાજુ અચાનક જ શૈક્ષણિક લાયકાતને બદલી નાખે છે, તેનાથી ગુજરાતના લાખો બેરોજગાર યુવાનોને અન્યાય થાય છે. સરકાર રોજગારી આપીને બેરોજગારી આંક ઘટાડવા નથી માગતી પણ શૈક્ષણિક લાયકાતો બદલીને બેરોજગારી આંકડો ઘટાડવા માંગે છે. તેમ ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં […]

ગાંધીનગર: ભારત સરકાર, ગુજરાત સરકાર, માઇક્રોન તથા ICICI બેંક વચ્ચે ટ્રસ્ટ એન્‍ડ રિટેન્‍શન એગ્રીમેન્‍ટ

અમદાવાદઃ સેમિકન્‍ડક્ટર સેક્ટરની મોટી અને અગ્રગણ્ય માઇક્રોન કંપનીના સાણંદ સેમિકન્‍ડક્ટર પ્લાન્ટની ગતિવિધિઓને વધુ ઝડપી બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે TRA (ટ્રસ્ટ એન્‍ડ રિટેન્‍શન એગ્રીમેન્‍ટ) કરવામાં આવ્યા હતા. આ એગ્રીમેન્ટ અંતર્ગત માઇક્રોનને પ્લાન્ટ કાર્યરત કરવા જરૂરી સહયોગ તેમજ નાણાં સહાય અને કેન્દ્ર-રાજ્ય સરકાર સાથેના વિભાગોની પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ કરવામાં ગુજરાત સરકારનો સાયન્સ એન્‍ડ ટેકનોલોજી વિભાગ, […]

ગુજરાત સરકાર PPP ધોરણે વાહનો માટે નવા CNG સ્ટેશનો શરૂ કરશે, FDODO યોજનાને મંજુરી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગ્રીન-ક્લીન એન્વાયરમેન્ટ અને ગ્રીન મોબિલિટીને વધુ વ્યાપક બનાવવા PPP મોડલથી CNG સ્ટેશન વિકસાવવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ આ હેતુસર રાજ્યમાં ફુલ ડીલર ઓન્ડ ડીલર ઓપરેટેડ- FDODO CNG સ્કીમને મંજૂરી આપી છે.આ યોજનાનો અમલ ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. એટલું જ નહીં, યોજના માટે પારદર્શક […]

ગુજરાત સરકારે રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020ના સુદ્રઢ અમલીકરણનો દસ વર્ષનો રોડમેપ તૈયાર કર્યોઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-2 ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના અમલીકરણ અંગે વાઈસ ચાન્સેલર્સ અને NEP કોઓર્ડિનેટર્સની એક દિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, આરોગ્ય અને તબીબી, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત કોન્ફરન્સમાં NEP અંતર્ગત શિક્ષણક્ષેત્રને સમૃદ્ધ અને […]

ગુજરાત સરકાર અને ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશન વચ્ચે MOU

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમીકન્ડક્ટર એસોસિએશન IESA સાથે ગાંધીનગરમાં MOU સંપન્ન કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રમોદીની પ્રેરણાથી ગાંધીનગરમાં યોજાઈ રહેલી સેમીકોન ઇન્ડિયા-2023 ત્રિદિવસીય કોન્ફરન્સમાં ભાગ લઈ રહેલા અગ્રણી ઉદ્યોગ જૂથોને ગુજરાતમાં ભવિષ્યમાં તેમના એકમોની સ્થાપના માટે IESA સહાયક બની રહે તેવા હેતુથી આ MOU થયેલા છે. ગુજરાતને ઇલેક્ટ્રોનિક્સ […]

DPIIT અને ગુજરાત સરકાર દ્વારા ગરવી ગુજરાત ભવન ખાતે સંયુક્ત રીતે ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ વોલનું લોકાર્પણ

ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT), વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની પહેલ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) પ્રોગ્રામ અંતર્ગત, નવી દિલ્હીમાં રાજ્યના સ્વદેશી હસ્તકલા અને કારીગરોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર સાથે તેનો પ્રથમ સહયોગ શરૂ કર્યો. શ્રીમતી મનમીત નંદા, સંયુક્ત સચિવ, DPIIT, અને શ્રીમતી આરતી કંવર, નિવાસી કમિશનર અને સચિવ (આર્થિક […]

વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસઃ ગુજરાત સરકારે એક વર્ષમાં 155 બાળકોને બાળ મજૂરીમાંથી મુક્તિ અપાવી

અમદાવાદઃ રાજ્ય સરકારની શ્રમ આયુક્તની કચેરી દ્વારા વર્ષ ૨૦૨૨માં બાળ શ્રમયોગી પ્રથા નાબૂદી માટે 1278 જેટલા છાપા મારીને 127 બાળકો તેમજ 28 તરૂણો સહિત 155 બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યાં છે. વર્ષ 2023માં પણ આ અભિયાન ચાલુ જ છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા (ILO) દ્વારા દર વર્ષે 12મી જૂનને બાળ મજૂરી વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code