1. Home
  2. Tag "Government of Gujarat"

અમદાવાદ-ધોલેરા સેમી હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટની મંજુરી આપવા કેન્દ્ર સમક્ષ રાજ્ય સરકારની માંગણી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ દર્શાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યૂ ઇન્ડિયાના સપનાને ધોલેરા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી સાકાર કરે છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, સેક્ટર સ્પેસિફિક ઇકો સિસ્ટમના વિકાસ માટે જરૂરી સંસાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ધોલેરા SIR સુસજ્જ છે. નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામની એપેક્સ કમિટીની દ્વિતીય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી […]

ગુજરાત સરકાર દ્વારા 2000 કરોડના ખર્ચે 3,533 કિ.મીનો પરિક્રમા પથ પ્રોજેક્ટ સાકાર કરાશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારે સીમલેસ પેરિફેરલ રોડ પ્રોજેક્ટ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. જે રાજ્યની તમામ સરહદો સાથે અન્ય રાજ્યો અને તેના દરિયાકિનારાને જોડશે. એટલે કે દેશના વિવિધ રાજયોને રોડ માર્ગથી જોડવા માટે ગુજરાત સરકારે 3500 કિલોમીટરનો ‘પરિક્રમા પથ’ પ્રોજેકટ તૈયાર કર્યો છે.સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છ તથા સાપુતારા જેવા સરહદી ક્ષેત્રોમાંથી આ પથને આગળ ધપાવવામાં આવશે. રૂા.2000 કરોડનો […]

ગુજરાત સરકારનું 203-24નું બજેટ: આરોગ્ય અને પરિવાર કલ્યાણની સેવાઓ માટે 9263 કરોડ ફાળવાયા

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારનું 3 લાખ 1 હજાર 22 કરોડના કદનું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજુ કર્યું હતું. વર્ષ 2023-24ના બજેટમાં સૌથી વધુ શિક્ષણ, ત્યારબાદ કૃષિ વિભાગને નાણા ફાળવણીની જાહેરાત કરી હતી ત્યારબાદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂપિયા 9263 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યના નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ […]

ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું 3.01 લાખ કરોડનું બજેટ, શિક્ષણ વિભાગને 43,651 કરોડ ફાળવાયા

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્ય સરકારના અમૃતકાળની થીમ પર બજેટ 2023-24 રજૂ કર્યું હતુ. બજેટનું કદ 3 લાખ 1 હજાર 22 કરોડનું નિયત કરાયું હતું. અને જુદા જુદા વિભાગોને નાણાની ફાળવણીની જાહેરાત કરી હતી. ગત ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પણ નાણાં મંત્રી તરીકે કનુભાઇ દેસાઇ હતા એટલે ગત વર્ષનું બજેટ પણ તેમણે જ […]

ચીનમાં વધી રહેલા કોરોનાના કેસને લીધે કેન્દ્રની સુચના બાદ ગુજરાત સરકારે વ્યવસ્થાની કરી સમીક્ષા

ગાંધીનગરઃ ચીનમાં વધી રહેલા કેસને લીધે સંભવિત રોગચાળાનો ભારતમાં પ્રવેશ ન થાય તે માટે પગલાં લેવા ભારત સરકારના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને આજે બેઠક મળી હતી. ત્યારબાદ તમામ રાજ્યોને તકેદારી રાખવાની સુચના અપાયા બાદ ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં જરૂરી વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી હતી.  આ બેઠકમાં ઓક્સિજન, […]

ગુજરાત સરકાર હવે બેન્કો પાસેથી ઓછા વ્યાજની લોન લઈને સી-પ્લેન ચલાવશે

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી શરૂ કરાયેલી સી-પ્લેન સેવા 18 મહિનાથી બંધ છે. શરૂઆતથી સી-પ્લેન સેવા અનિયમિત રહેતા પ્રવાસીઓનો યોગ્ય રિસ્પોન્સ મળ્યો નહતો. અને સી-પ્લેન સેવા બંધ કરવી પડી હતી. ત્યારબાદ સરકારે ટેન્ડર રિલીઝ કરીને ઓફર મંગાવી હતી. તેને પણ રિસ્પોન્સ ન મળતા આખરે રાજ્ય સરકારે બેન્ક પાસેથી ઓછા વ્યાજે ફાયનાન્સ […]

ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીઓના PA, PS સહિત અંગત સ્ટાફના નામો કમલમથી નક્કી થશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ વિજ્ય મેળવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવા મંત્રી મંડળે કાર્યભાર સંભાળી લીધો છે. હાલ મંત્રીઓના સ્ટાફની કામચલાઉ ધોરણે નિમણૂકો કરવામાં આવી છે. પણ કાયમી નિમણૂકો તો કમલમ્ દ્વારા જ કરાશે. મંત્રીઓ પોતાના પીએસ અને પીએ માટે ભલામણ કરી શકે છે. પરંતુ નિર્ણય તો પ્રદેશ ભાજપના કમાન્ડ દ્વારા જ કરાશે. […]

ગુજરાત સરકાર સામે હવે સાત હજાર કરાર આધારિત કર્મચારીઓએ મોરચો માંડ્યો

અમદાવાદ:  ગુજરાત સરકાર સામે હવે કરાર આધારિક કર્મચારીઓ પણ મોરચો માંડ્યો છે. કરાર આધારિત કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં સાતથી આઠ હજાર જેટલા કરાર આધારિત કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ફરજ બજાવતા કર્મચારીઓએ નારાજગી દર્શાવી છે. અંદાજે 7 હજાર જેટલા કરાર આધારિત કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો […]

પશુપાલકો ચિંતા ન કરે, સરકાર પાસે 5.50 કરોડ કિલો ઘાસચારાનો જથ્થો ઉપલબ્ધ છે

ગાંધીનગરઃ રાજ્યમાં લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. રાજ્યના અનેક અંતરિયાળ ગામડાંઓમાં પાવીના પાણી અને પશુઓ માટે ઘાસચારીની સમસ્યા ઊભી થઈ છે. ત્યારે સરકારે પણ પોતાની પાસે ઘાસચારાનો પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી પશુપાલકોને ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની કામગીરી હાથ ધરી છે. અબોલ પશુઓને પીવાના પાણી તેમજ ઘાસચારાની તંગી પડે નહીં તે માટે ગુજરાત સરકાર દ્વારા […]

ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને ઈલે. વાહનો ખરીદવા અપાતી 12 હજારની સબસિડી બંધ કરી

ગાંધીનગરઃ વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવા રાજ્ય સરકાર દ્વારા અપાતી 12 હજારની સબસીડી બંધ કરી દેવામાં આવી હોવાનું કહેવાય છે. જેથી બોર્ડની પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને મોંઘાં ઈલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવાં પડશે. બીજી તરફ કોમર્શિયલ ઇ-વ્હીકલ માટે કેન્દ્ર દ્વારા અપાતી સબસીડી ચાલુ છે. કેન્દ્ર સરકાર ઇ-વ્હીકલ માટે પ્રોત્સાહક યોજના કાઢી રહી છે, બીજી તરફ રાજ્ય સરકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code