1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું 3.01 લાખ કરોડનું બજેટ, શિક્ષણ વિભાગને 43,651 કરોડ ફાળવાયા
ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું 3.01 લાખ કરોડનું બજેટ, શિક્ષણ વિભાગને 43,651 કરોડ ફાળવાયા

ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું 3.01 લાખ કરોડનું બજેટ, શિક્ષણ વિભાગને 43,651 કરોડ ફાળવાયા

0
Social Share

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્ય સરકારના અમૃતકાળની થીમ પર બજેટ 2023-24 રજૂ કર્યું હતુ. બજેટનું કદ 3 લાખ 1 હજાર 22 કરોડનું નિયત કરાયું હતું. અને જુદા જુદા વિભાગોને નાણાની ફાળવણીની જાહેરાત કરી હતી. ગત ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પણ નાણાં મંત્રી તરીકે કનુભાઇ દેસાઇ હતા એટલે ગત વર્ષનું બજેટ પણ તેમણે જ રજૂ કર્યું હતુ. આ વખતે ફરી વખત નાણાં પ્રધાન તરીકે કનુભાઇએ વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યુ હતું. આ બજેટમાં શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યુ છે. શિક્ષણની પાયાની જરુરિયાત અને શિક્ષણના વિકાસ માટે રૂપિયા 43,651 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની સાથે ઉચ્ચ શિક્ષક અને ટેક્નિકલ શિક્ષણનો સમાવેશ થાય છે.

ગુજરાત વિધાનસભામાં આજે નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2023-24નું બજેટ રજુ કર્યું હતુ. ભૂપેન્દ્ર પટેલની સરકારની બીજી ટર્મમાં સતત બીજી વખત નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કર્યું હતું. કોરોના સમયે પણ રાજ્ય સરકારે બે વખત પુરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું. આરોગ્ય ક્ષેત્રે અનેકગણો ખર્ચ થયો હોવા છતાં સરકારે પ્રજા પર કરવેરાનો બોજ લાદ્યો નહોતો નાણામંત્રી કનુ દેસાઈએ કુલ રૂપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું અંદાજપત્ર રજુ કર્યું હતું. અંદાજ પત્ર રજુ કરતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સફેદ રણ, અંબાજી, ધરોઈ ડેમ, ગીર અભયારણ્ય, દ્વારકા શિવરાજપુર બીચ એમ 5 પ્રવાસન સ્થળોને વિકસાવવા 5 વર્ષમાં 8000 કરોડનો ખર્ચ કરાશે.

શિક્ષણ વિભાગને રૂપિયા 43,651 કરોડ ફાળવાયા તેની હાઈલાઈટ્સ

  • મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકિય અને અન્ય સુવિધાઓ માટે 23109 કરોડની જોગવાઈ.
  • પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12 સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી400 જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ. 64 કરોડની જોગવાઈ.
  • સૈનિક શાળાઓ સમકક્ષ 10 રક્ષાશક્તિ સ્કૂલો શરૂ કરવા માટે રૂ. 5 કરોડની જોગવાઈ.
  • સરકારી શાળાઓમાં માળખાગત સુવિધાઓ જાળવવા માટે રૂ. 100 કરોડની જોગવાઈ.
  • અંદાજે 6 હજાર મોટી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોનું વહીવટી કામોનું ભારણ ઓછું કરવા તેમજ શાળાઓમાં માળખાકિય સગવડો સુવ્યવસ્થિત કરવા માટે 87 કરોડ રૂપિયાની જોગવાઈ. 
  • ધો-1 થી 8માં આરટીઈ યોજના હેઠળ અભ્યાસ કરેલ હોય તેવા પ્રતિભા શાળી વિદ્યાર્થીઓને ધોરણ-8 પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે રૂ.20 હજારનું શાળા વાઉચર આપી સહાય આપવા માટે રૂ. 50 કરોડની જોગવાઈ કરાઈ છે.
  • સરકારી અને ગ્રાન્ટ ઇન ગેઇડ પ્રાથમિક શાળા તથા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોને સમયસર અને કેશલેસ તંત્રીની સુવિધા મળી રહે તે માટે હેલ્થ કાર્ડ આપવાનું આયોજન.
  • – ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને સારી ગુણવત્તાના શાઇનને પ્રોત્સાહન આપતી શોધ યોજના. ટ્ટિની વિ શિષ્યવૃત્તિ યોજન ઓ માટે 2390 કરોડની જોગવાઈ.
  • ગુણવત્ત યુક્ત શિક્ષણ, વિમર્શ અને ઇનોવેશન, કૌધ્ધ વિકાર, ટીચર્સ ટ તથા વિવિધ અભ્યાસક્રમોના ગુજરાતી ભાષાંતર તેમજ તેને લગતી પ્રવૃત્તિઓ, અને ટેક્નોલોજી આધારિત વિજિટલ બર્નિંગને પ્રોત્સાહન આપવા વિવિધ સવલતો પૂરી પાડવા ર૪૧ કરોડની જોગવાઇ
  • ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના તાબા હેઠળની સંસ્થાઓમાં ચાલુ બાધકામ તેમજ મરામતનાં ચાલુ કામો તથા આઇ.ટી. ઉપકરણો માટે 159 કરોડની જોગવાઈ.
  • નવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ શરૂ કરવા તેમજ સંસ્થાઓમાં માળખાકિય સુવિધાઓ અને આઈ.ટી. ઉપકરણો ઉપલ્ધ કરાવવા માટે રૂ.150 કરોડની જોગવાઈ કરાઈ.
  • યુવાનીની સ્ટાર્ટ-અપ સહિતની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ અને ઈનોવેશન પોલિસી-2.0 અને યુવાનોના આઇડિયાને માઇન્ડ-ટુ- માર્કેટ પહોંચાડવા ઈનોવેશન હબ ખાતે પ્રોટોટાઇવિંગ ડેવલપમેન્ટ સેન્ટર માટે રૂ. 270 કરોડની જોગવાઈ
  • રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં માળખાકિય સુવિધાઓ સુદ્રઢ કરવા માટે રૂ.64 કરોડની જોગવાઈ
  • ટેકનોલોજીના ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના માટે રૂ. 40 કરોડની જોગવાઈ
  • ઉચ્ચ શિક્ષણમાં સર્વગ્રાહી સમિક્ષા કેન્દ્રનો પ્રારંભ કરવા
  • IITRAM અમદાવાદની વિવિધ પરિયાણ અને સહાયક બનું 528 કરોડની જોગવાઇ
  • સાયબર-ક્રાઇમ, સાયબર-ફોડ અને મોબાઇલ એડીક્શન જેવી અનિચ્છનીય પ્રવૃત્તિઓથી યુવાનોને બચાવવા અને સાયબર અવેરનેસ થકી તેઓન સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ થાય તે હેતુથી કોલેજોમાં કવચ સાયબર સિક્યોરિટી અવેરનેસ એન્ડ ક્રિએટિવ હેન્ડહોલ્ડિંગ) કેન્દ્રની સ્થાપના માટે રૂ. 6 કરોડની જોગવાઈ.
  • સર્વસમાવેશક શિક્ષણને ઉત્તેજન આપવાના હેતુસર દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રૅપ કરોડની જોગવાઈ.
  • STEM(સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનીયરીંગ એન્ડ મેથેમેટીક્સ) તેમજ વ્યવસાયિક શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે SWAYAM સર્ટીફીકેટ સ્કોલરશીપ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઈન કોર્સિસમાં ભાગ લેવાના પ્રોત્સાહન હેતુ રૅપ કરોડની જોગવાઈ કરવામાં આવી છે .

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code