અમેરિકી વિદેશમંત્રી G 20 ની બેઠકમાં ભાગ લેવા માટે 1 લી માર્ચે આવશે ભારત
- અમેરિકી વિદેશમંત્રી 1લી માર્ચે આવશે ભારત
- જી 20ની બેઠકમાં ભાગ લેશે
દિલ્હીઃ- આ વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે વિદેશમાં પણ ભારતની ચર્ચા થઈ રહી છે. ભારત જી 20ને લઈને અનેક બેઠક શરુ કરી ચૂક્યું છે દેશના અનેક જાણીતા શહેરોમાં આ બેઠકો યોજાઈ રહી છે ત્યારે હવે અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકન પણ 1લી માર્ચના રોજ જી 20ની બેઠકનો ભાગ બનવાને લઈને ભારત આવી રહ્યા છે.
આ બેઠક આ બેઠક બહુપક્ષીયવાદને મજબૂત કરવા અને ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, ટકાઉ વિકાસ, ડ્રગ નાબૂદી, વૈશ્વિક સ્વાસ્થ્ય, માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત અને લિંગ સમાનતા અને મહિલા સશક્તિકરણ પર સહકાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે
ભારતીની મુલાકાત દરમિયાન તેઓ યુએસની ભાગીદારી મજબૂત કરવા વરિષ્ઠ ભારતીય અધિકારીઓને મળશે. ભારતે ગયા વર્ષે 1 ડિસેમ્બરે G-20નું પ્રમુખપદ સંભાળ્યું હતું. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે ગુરુવારે જણાવ્યું હતું કે બ્લિંકન જી-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે 1 માર્ચે નવી દિલ્હી જવા રવાના થશે.
યુનાઈટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે પ્રાઈસે જણાવ્યું હતું કે ભારત સરકારના અધિકારીઓ અને નાગરિક સમાજના સભ્યો સાથે અમારી મજબૂત ભાગીદારીની પુનઃ પુષ્ટિ કરશે.આ સાથે જ જણાવ્યું છે કે તેઓ 1લી માર્ચથી 3 માર્ચ સુધી ભારતમાં રોકાણ કરશે.