1. Home
  2. Tag "government"

એસ.ટી.ના કર્મચારીઓને 30 જૂન સુધી વેક્સિન લેવા સૂચના પણ વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ નથી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં હવે વેપારીઓ તેમજ જાહેર સેવાના કર્મચારીઓ માટે ફરજિયાત વેક્સિન માટે સુચના આપવામાં આવી છે. તા.21 જૂનથી ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરીને વેક્સિન અપાઈ રહી છે. ત્યારે એસ.ટી. વિભાગના તમામ કર્મચારીઓને 30 જૂન સુધીમાં વેક્સિન લેવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં વેક્સિનના ડોઝ ખૂટી પડતાં રસીકરણ કેન્દ્રો […]

ગુજરાતમાં 10315 ગ્રામ પંચાયતો અને આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લીધે સરકાર એક્શન મોડમાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનીચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે, તેમજ ડિસેમ્બર મહિનામાં આવી રહેલી 10315 જેટલી ગ્રામપંચાયતોની ચૂંટણી ને ધયાનમા રાખી મુખ્યમંત્રી વિજય પાણીએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. તેના ભાગરૂપે આવતા સોમવારે રાજ્યભરના જિલ્લા કલેકટર તેમજ ડી.ડી.ઓ.ના ની આખા દિવસની કોન્ફરન્સનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. મુખ્યત્વે રસીકરણ ,કોરોનાની ત્રીજી લહેર, વિકાસ યોજનાઓ […]

સાયબર ફ્રોડઃ બે મહિનામાં જ રૂ. 1.85 કરોડની ઠગાઈ અટકાવવામાં સરકારને મળી સફળતા

દિલ્હીઃ દેશમાં આધનિક ટેકનોલોજીનો વપરાશ વધતા ગુનેગારો પણ વધારે આધુનિક બન્યાં છે. જેથી દેશમાં સાઈબર ક્રાઈમના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આવા બનાવોને અટકાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સાયબર ફ્રોડને કારણે આર્થિક નુકસાન અટકાવવા માટે ફરિયાદ કરવાના ફોરમ અને રાષ્ટ્રીય હેલ્પલાઈન 155260ની શરૂઆત કરી […]

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધો. 11માં 4494 વર્ગખંડની ઘટ હોવાથી પ્રવેશનો પ્રશ્ન મુશ્કેલ બનશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. એટલે તમામ વિદ્યાર્થીઓ ધો.11 અને ડિપ્લોમાંના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લાયક બન્યા છે. પણ પ્રશ્ન એ ઊભો થયો છે કે, ધો10માં માસ પ્રમોશન મેળવેલા તમામ વિદ્યાર્થાઓને ધો.11 માં સમાવી કેવી રીતે શકાશે. ધોરણ 11માં પ્રવેશ માટે મુશ્કેલીઓ વધી શકે છે. શિક્ષણ વિભાગે રાજ્યની દરેક […]

કચ્છમાં સરકારે ઊનની ખરીદી બંધ કરતા માલધારીઓની હાલત કફોડી

ભુજ :  કચ્છ જિલ્લામાં માલધારીઓ પાસે પશુધનમાં ઘેટાઓ સંખ્યા સૌથી વધુ હોય છે. માલધારીઓ પશપાલનની સાથે ઘેટાના ઊન વેચીને આવક મેળવતા હોય છે. પરંતુ કોઈ કારણસર સરકારે ઊનની ખરીદી બંધ કરતા માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કોરોનાના કાળમાં માલધારીઓને પણ સહન કરવું પડ્યું છે.  લાંબા સમયની સરકારે ઊનની ખરીદી બંધ કરી હોવાથી માલધારીઓની મુશ્કેલી વધી છે. […]

ગુજરાતઃ શાળાઓમાં એક સત્રની જ ફી લેવા માટે સુચના આપવા સરકારને રજુઆત

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપવા સાથે શાળા-કોલેજોમાં ઓનલાઈન શિત્રણનો પણ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ફીને લઈને વાલીઓ મુઝવણમાં મુકાયા છે, વાલી મંડળ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને સ્કૂલની એક સત્રની જ ફી લેવા માટે શાળા સંચાલકોને સુચના આપવા માટે રજૂઆત કરી છે. ઉપરાંત ધોરણ 10 અને 12ની […]

ભારતમાં ઈલેક્ટ્રિક કાર અને બાઈક થશે સસ્તીઃ સરકાર લાવશે નવી પોલિસી

દિલ્હીઃ દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રની મોદી સરકાર પ્રયત્ન કરી રહી છે. હવે ઈલેક્ટ્રીક વાહનો લોકો વપરાશ કરતા થાય તે માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા અધિસૂચના જાહેર કરી છે. જેમાં બેટરી સંચાલિક વાહનોના નોંધણી પ્રમાણપત્ર જાહેર કરવા અને નવીનીકરણ કરવા અને નોંધણીના માર્કના અસાઈનમેન્ટ માટેની […]

સરકારના એક નિર્ણયને કારણે વન વિકાસ નિગમ હવે નફો કરવા લાગ્યુ

અમદાવાદઃ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમના નફામાં એક વર્ષમાં 36 લાખનો વધારો થવાની સંભાવના છે. આ નફો વધવાનું કારણ સરકારે બહાર પાડેલા સરકારી ખરીદીના આદેશ છે. સરકારનું આ નિગમ છેલ્લા બે વર્ષથી નફો કરતું આવે છે. ગયા વર્ષે નિગમે 3.74 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. વન વિકાસ નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ  નિગમે 2019-20ના વર્ષમાં 3.40 […]

કેન્દ્રની સુપ્રીમમાં સ્પષ્ટતા, દેશના દરેક લોકોને વર્ષના અંત સુધી વેક્સિન આપી દેવાશે

કોરોના વેક્સિનેશનને લઇને કેન્દ્રની સુપ્રીમમાં સ્પષ્ટતા વર્ષાન્ત સુધીમાં દેશના દરેક નાગરિકોને વેક્સિન આપી દેવાશે ટાસ્ક ફોર્સનો રિપોર્ટ લગભગ પૂરો થઇ ચૂક્યો છે અને સ્થિતિ નિયંત્રણ હેઠળ છે નવી દિલ્હી: કોરોના વેક્સિનને લઇને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે આ વર્ષના અંત સુધીમાં દેશના પ્રત્યેક નાગરિકને વેક્સિન […]

અમદાવાદમાં શહેરી બસ સેવા શુક્રવારથી પુનઃ દોડશેઃ સરકારે આપી મંજુરી

અમદાવાદ: શહેરમાં કોરોનાના સંક્રમણને કારણે સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. જેમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા સ્થગિત કરવામાં આવી હતી. છેલ્લા બે મહિનાથી શહેરી બસ સેવા બંધ છે. સરકારે ગત અઠવાડિયે કેટલીક છૂટછાટો આપી હતી. પણ શહેરી બસ સેવા શરૂ ન કરાતા લોકોમાં વિરોધ ઊભો થયો હતો. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 28 મેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code