1. Home
  2. Tag "GTU"

GTUમાં નેશનલ સ્ટાર્ટઅપ દિનની ઊજવણી, ઈકો સિસ્ટમ પ્રણાલીથી વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

અમદાવાદઃ  ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) દ્વારા વિદ્યાર્થીઓની ટેકનીકલ સ્કીલ , સ્ટાર્ટઅપ અને ઈનોવેશન જેવી પ્રવૃત્તીને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર, તાજેતરમાં જ 16 જાન્યુઆરીના રોજ જીટીયુ ખાતે નેશનલ સ્ટાર્ટઅપ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે , દેશની 5 ટ્રીલિયન ઈકોનોમીના લક્ષ્યને હાંસલ કરવા માટે દરેક ક્ષેત્રમાં સ્ટાર્ટઅપનો ફાળો વિશેષ […]

જીટીયુ દ્વારા ઑલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી મેડલ પોલિસીથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાશે

અમદાવાદઃ  વિદ્યાર્થીઓમાં વિવિધ લલિતકળાઓ અને રમત-ગમત ક્ષેત્રે  રૂચી કેળવાય અને તેનાથી અવગત થાય તે અર્થે , ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના (જીટીયુ) સ્પોર્ટ્સ અને કલ્ચર વિભાગ દ્વારા દર વર્ષે વિવિધ રમતો અને યુવક મહોત્સવ – ક્ષિતિજનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ઑલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટીની વિવિધ સ્પર્ધાઓમાં પણ જીટીયુના વિદ્યાર્થીઓ રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને મેડલ અને ક્રમાંક […]

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના કૂલપતિની ટર્મ પુરી છતાં હજુ સર્ચ કમિટીના ઠેકાણા નથી

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજી  યુનિવર્સિટીના કૂલપતિની મુદત પૂર્ણ થઈ ગઈ છે, અને નવા કૂલપતિ નિમવા માટેની સર્ચ કમિટીના હજુ કોઈ ઠેકાણા નથી. એટલે હાલના કૂલપતિ નવિન શેઠને કાર્યકારીનો હવાલો સોંપવામાં આવે તેવી શક્યતા છે. જોકે કોંગ્રેસનું વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈએ સર્ચ કમિટીના સત્વરે રચના કરીને વહેલી તકે નવા કૂલપતિની નિમણૂંક કરવામાં આવે તેવી માગ કરી છે. ગુજરાત […]

GTU દ્વારા લેવાનારી પરીક્ષામાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓને પકડવા માટે પાંચ સ્ક્વોર્ડની રચના

અમદાવાદઃ યુનિવર્સિટીઓમાં હાલ પરીક્ષાની મોસમ ચાલી રહી છે. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરીની અવનવી ટેકનિક અપનાવતા હોય છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીની સેમેસ્ટ-5 અને સેમેસ્ટર-7ની પરીક્ષા આગામી જાન્યુઆરી મહિનામાં યોજાશે. આ પરીક્ષામાં ચોરી કરનારા વિદ્યાર્થીઓને પકડવા માટે પાંચ સ્ક્વોર્ડની રચના કરી છે. ઉપરાંત સીસીટીવી કેમેરાથી પણ વિદ્યાર્થીઓ પર નજર રાખવામાં આવશે સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ટેક્નોલોજિકલ […]

CEGR દ્વારા જીટીયુ જીસેટને બેસ્ટ એન્જિનિયરીંગ કૉલેજ ઈન વેસ્ટ ઈન્ડિયાનો એવોર્ડ એનાયત

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દેશભરમાં ટેક્નિકલ શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે સતત અગ્રેસર રહી છે.  ઈનોવેશન , સ્ટાર્ટઅપ કે પછી ડિજિટલાઈઝેશન જેવા મહત્વના વિષયો પર જીટીયુ હંમેશા વિદ્યાર્થીઓ માટે કાર્યરત હોય છે. જેના ફળ સ્વરૂપે આજે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતના હસ્તે , સેન્ટર ફોર એજ્યુકેશન ગ્રોથ રીસર્ચ (CEGR) દ્વારા જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ […]

GTUમાં જોબ પ્લેસમેન્ટ, ફાર્મસી, ઈજનેરીના 200 વિદ્યાર્થીઓને ત્રણથી નવ લાખના પેકેજ અપાયાં

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા જુદી જુદી કંપનીઓને આમંત્રણ આપીને દર વર્ષે વિદ્યાર્થીઓ માટે જોબ પ્લેસમેન્ટ કેમ્પ યોજવામાં આવતો હોય છે. આ વર્ષે યોજાયેલા જોબ પ્લેસમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ફાર્મસી, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટના સ્નાતક કુલ 200 જેટલા વિદ્યાર્થીઓને વિવિધ કંપનીઓ તરફથી વાર્ષિક રૂ.3 લાખથી 9 લાખ સુધીનુ જોબ પેકેજ ઓફર કરવામાં આવી હતી.  વિવિધ સેક્ટરની જોબ ઓફર […]

GTUમાં 1027 વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો, સિવિલ બ્રાન્ચમાં પ્રવેશનો વધુ ક્રેઝ,

અમદાવાદઃ રાજ્યની ટેકનોલોજી યુનિવર્સિટીમાં અભ્યાસ માટે વિદેશના વિદ્યાર્થીઓ પણ આવી રહ્યા છે. આ વખતે ઈજનેરીની વિવિધ શાખાઓમાં 1027 વિદેશી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે. જેમાં સૌથી વધુ સિવિલ બ્રાન્ચમાં 220 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. ગુજરાતમાં જીટીયુ સંલગ્ન કોલેજોમાં આ વર્ષે કમ્પ્યુટર સાયન્સની બ્રાન્ચમાં સૌથી વધારે વિદ્યાર્થીઓએ પસંદગી ઉતારી હતી. પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટમાં કમ્પ્યુટર સાયન્સની એક સીટ […]

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના 82 વિદ્યાર્થીઓએ માઉન્ટ ટ્રેકિંગ કેમ્પમાં ભાગ લીધો

અમદાવાદ: ગુજરાતટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં સાહસવૃતિ ખીલે તે માટે માઉન્ટ ટ્રેકિંગકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ ટેકનીકલ જ્ઞાનની સાથે સ્પોર્ટસ એક્ટિવિટીમાં પણ ઉત્કૃષ્ઠ યોગદાન આપે અને તેઓનું મનોબળ મજબુત થાય તેવા ઉદેશ્ય સાથે  યોજાયેલા માઉન્ટ ટ્રેકિંગ કેમ્પમાં જીટીયુ સંલગ્ન 67 કોલેજના 82 વિદ્યાર્થીઓ અને 3 પ્રોફેસરએ  ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી […]

જીટીયુ દ્વારા વિદ્યાર્થિનીઓ અને મહિલા કર્મચારીઓ માટે સ્વ-રક્ષણ તાલીમ આપવા સેમિનાર યોજાયો

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના વિદૂષી ગાર્ગી સેન્ટર ફોર વુમન ડેવલોપમેન્ટ દ્વારા વિદ્યાર્થિનીઓ અને મહિલા કર્મચારીઓ માટે વિનામૂલ્યે સ્વ-રક્ષણ તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં જોવા મળતી કેટલીક અનિચ્છનીય ઘટનાઓ અને અસામાજીક તત્વોને કારણોસર દરેક મહિલા અને વિદ્યાર્થિનીઓને આત્મરક્ષણના પાઠ શીખવા વર્તમાન સમયની જરૂરીયાત છે. જેને અનુલક્ષીને વિદ્યાર્થિનીઓ અને યુનિની મહિલા કર્મચારીઓને તાલીમ આપવામાં […]

નવી શિક્ષણ નીતિએ માત્ર ડોક્યુમેન્ટ નથી, પરંતુ નાગરિકોની આકાંક્ષાઓનો અરીસો છેઃ અમિત શાહ

અમદાવાદઃ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ ડોક્યુમેન્ટ માત્ર નથી, પરંતુ નાગરિકોની આકાંક્ષાઓનો અરીસો છે. નવી શિક્ષણ નીતિ માત્ર પુસ્તક નથી, પણ પુસ્તકાલય છે. આ પુસ્તકાલયનો જેટલો અભ્યાસ કરશો એટલું જ્ઞાન મળશે. નવી શિક્ષણનીતિમાં ભારતીય ભાષા, કલા અને સંસ્કૃતિને પ્રાથમિકતા આપવામાં આવી છે તેમ કેન્દ્રિય ગૃહમંત્રી અમિક શાહે ગાંધીનગરના લોકાવાડા ખાતે જીટીયુના નવા કેમ્સનું ભૂમિપૂજન કર્યા બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code