1. Home
  2. Tag "gujarat assembly"

ગુજરાત વિધાનસભામાં આદિવાસી શિષ્યવૃતિના મુદ્દે હોબાળો, કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યો

આદિજાતિ સમુદાયને મળતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્ર અંગે પ્રશ્ન પૂછાયો મંત્રી દ્વારા મળેલા જવાબથી નારાજ થઈ વિપક્ષના સભ્યો વેલમાં ધસી આવ્યા 4 સભ્યોને ગૃહમાંથી સારજન્ટ દ્વારા બહાર કઢાતા કોંગ્રેસે વોકઆઉટ કર્યો ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિપક્ષના ધારાસભ્યોએ આદિવાસી શિષ્યવૃતિના મુદ્દે પ્રશ્ન પૂછતા અને આદિજાતિ વિભાગના મંત્રી દ્વારા મળેલા જવાબથી સંતોષ ન થતાં […]

ગુજરાતમાં અઢી દાયકાનો શાસનકાળ સુવર્ણયુગ સ્વરૂપે લોકહૃદયમાં અંકિત છેઃ રાજ્યપાલ

15 મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રના મંગલ પ્રારંભે રાજ્યપાલનું ગૃહને સંબોધન, ગુજરાતના ગત બે વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના રહ્યા છેઃ રાજ્યપાલ રાજ્ય સરકારે વિકસિત ગુજરાત@2047 ડાયનેમિક ડોક્યુમેન્ટ- રોડમેપ તૈયાર કર્યો છે ગાંધીનગરઃ ‘ગુજરાત’ શબ્દ સાંભળતાં જ આપણા માનસપટ પર વિકાસનો નકશો ઊભરી આવે છે. ગુજરાતના ઇતિહાસમાં પાછલા અઢી દાયકાનો શાસનકાળ ગુજરાતના સુવર્ણયુગ સ્વરૂપે લોકહૃદયમાં અંકિત છે. 15 મી ગુજરાત […]

ગુજરાત વિધાનસભામાં ભાજપની તાકાત વધી, વાવ બેઠક ઉપર કોંગ્રેસની હાર

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોરની જીત થતા તેમણે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામુ આપ્યું હતું. જેથી ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક માટે તાજેતરમાં જ મતદાન યોજાયું હતું. દરમિયાન આજે સવારે વાવ બેઠક માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ બેઠક કોંગ્રેસે ગુમાવી છે. મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર 1300 મતથી વિજ્યી થયા હતા. […]

પેટાચૂંટણીઃ ગુજરાત વિધાનસભાની વાવ બેઠક ઉપર 13 નવેમ્બરે મતદાન યોજાશે

ગેનીબેન લોકસભા ચૂંટણી જીતતા બેઠક ખાલી પડી હતી 23મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે નવી દિલ્હીઃ ગુજરાત બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચુંટણી કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે. વાવની પેટા ચુંટણી ઝારખંડ વિધાસભાની ચુંટણીના પ્રથમ તબક્કાના મતદાન સાથે 13 નવેમ્બરના રોજ યોજાશે. જ્યારે તેનુ પરિણામ મહારાષ્ટ્ર અને ઝારખંડના પરિણામો સાથે […]

બુટલેગરો સાથેની સાંઠગાઠ ખૂલી ન પડે તે માટે કોંગ્રેસ MLAને સસ્પેન્ડ કરાયાઃ અમિત ચાવડા

કોંગ્રેસને પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરવાની મંજુરી અપાતી નથી, ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે, ભાજપની સરકાર ચર્ચા કરવાથી દૂર કેમ ભાગે છે ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે નશાબંધી વિધેયક પર આજે વિસ્તૃત ચર્ચા થવાની હતી. સત્તાધારી પક્ષ ભાજપના હોદ્દેદારો, પદાધિકારીઓની બુટલેગરો અને ડ્રગ્સ પેડલરો જોડેની સાંઠગાંઠ બહાર ન આવી જાય તે માટેનું સુનિયોજીત રીતે ગભરાયેલી […]

ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રમાં સરકાર 5 વિધેયકો લાવશે

વિધાનસભાનું સત્ર તા.21થી 23 ઓગસ્ટ દરમિયાન મળશે, કાળા જાદુને રોકવા, ડ્રગ્સમાં પકડાયેલા વાહનોની હરાજી, અને બિન ખેતીની જમીનનું વિધેયકને મંજુરી અપાશે ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આગામી તા. 21મી ઓગસ્ટથી પ્રારંભ થશે. ત્રણ દિવસીય સત્રમાં સરકાર દ્વારા 5 જેટલા વિધેયકો ગૃહની મંજુરી માટે મુકાશે. જેમાં ભ્રષ્ટાચારીઓની મિલકતોની જપ્તી, કાળા જાદુને નાથવા માટે કડક પગલાં, તેમજ […]

વિધાનસભાનું ચોમાસુ સત્ર 21મીથી 23મી ઓગસ્ટ દરમિયાન યોજાશે, સત્ર લંબાવવા કોંગ્રેસની માગ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર આગામી તા. 21મી ઓગસ્ટથી 23મી ઓગસ્ટ દરમિયાન મળશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતેસત્ર માટે આહવાન કર્યું છે. સત્રનો પ્રારંભ તા.21મીને બુધવારે બપોરે 12 કલાકે થશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજ્યપાલે જાહેર કરેલા સરકારી ગેઝેટ મુજબ 21 ઓગસ્ટે બપોરે 12 કલાકેથી ચોમાસું સત્ર બોલાવવાની જાહેરાત કરી છે. વિરોધ પક્ષે ગૃહમાં ટીઆરપી ગેમઝોન […]

પેટાચૂંટણીઃ ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો ઉપર ભાજપાએ ઉમેદવારોના નામ જાહેર કર્યાં

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકોની સાથે વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો ઉપર પણ તા. 7મી મેના રોજ મતદાન યોજાશે. દરમિયાન ભાજપાએ વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ભાજપાએ વિધાનસભાની પોરબંદર બેઠક ઉપર અર્જુન મોઢવાડિયા, માણાવદર બેઠક ઉપર અરવિંદ લાડાણી, ખંભાત બેઠક ઉપર ચિરાગ પટેલ, વિજાપુર બેઠક ઉપર સી.જે.ચાવડા અને […]

ગુજરાતમાં નાગરિકો સાથે કોઇપણ વ્યક્તિ છેતરપિંડી કરશે તો તેને છોડવામાં આવશે નહિ: હર્ષ સંઘવી

ગાંધીનગરઃ ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, રાજ્યના નાગરિકો સાથે કોઇપણ વ્યક્તિ છેતરપિંડી કરશે તો તેને કોઇપણ સંજોગોમાં છોડવામાં આવશે નહી. રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ તથા ભરતી સંદર્ભે કોઈપણ વ્યક્તિ શોર્ટકટ અપનાવીને નકલી અધિકારી બનીને છેતરપિંડી કરે, તો સરકારના તમામ વિભાગો પ્રોએક્ટીવલી અને ગંભીરતાપૂર્વક કામગીરી કરીને કાયદેસર કાર્યવાહી કરે છે. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોએ […]

ગુજરાતમાં હવે સ્કૂલની જેમ જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ કોલેજ (DLSC) શરૂ કરાશેઃ રમતગમત મંત્રી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની માગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા રમત ગમત વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વર્ષ 2024-25માં કુલ રૂપિયા 8.71 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.  રમતથી યુવાનોમાં ખેલદિલીની ભાવના વિકસે છે. એ જીત પર પણ હસી શકે છે અને હારને પણ પચાવી શકે છે. છેલ્લા 2 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code