1. Home
  2. Tag "Gujarat Legislative Assembly"

કોરોનાના મૃતકોના પરિવારોને સહાયના મુદ્દે કોંગ્રેસનો હોબાળો, અંતે ચાર સભ્યોનું સસ્પેન્શન રદ કરાયું

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના આજે બીજા દિવસે ગૃહમાં વિપક્ષ કોંગ્રેસે કોરોનાના મૃતક પરિવારોને 4 લાખની સહાયની માંગ સાથે  આરોગ્ય મંત્રી સહિત સરકારને ઘેરવાની કોશિષ કરી હતી. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યોએ વેક્સિન અંગે પણ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના સભ્યોએ બેનરો સાથે પ્રદર્શન કર્યું હતું. ગૃહમાં વિપક્ષના હોબાળાને લઈને 15 મિનિટ સુધી ગૃહ મુલતવી રાખવામાં […]

ગુજરાત વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે ભાજપ સરકારને ઘેરવાના કોંગ્રેસના પ્રયાસો

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષે નવી સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કર્યાં હતા. મુંદ્રામાંથી ઝડપાયેલા કરોડોના હેરોઈન મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ કર્યાં હતા. તેમજ વિધાનસભાના ગૃહમાં ગૃહરાજ્યમંત્રીના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યાં હતા. પરેશ ધાનાણીએ સરકારની મીઠી નજર હેઠળ ડ્રગ્સ આવ્યુ તેવું નિવેદન આપતા પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી સરકારની […]

ગુજરાત વિધાનસભા:બે દિવસના ચોમાસું સત્રનો આજથી પ્રારંભ

ગુજરાત વિધાનસભાની જાણકારી બે દિવસના ચોમાસા સત્રનો આજથી પ્રારંભ સરકારમાં મોટા ભાગના નવા નેતા ગાંધીનગર: ગુજરાતમાં થોડા સમય પહેલા સરકારમાં મોટો બદલાવ જોવા મળ્યો છે, વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે અને હવે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલે જવાબદારી સંભાળી છે. મંત્રીમંડળને પણ બદલી દેવામાં આવ્યું છે. ત્યારે આજથી હવે ગુજરાત વિધાનસભાના ચોમાસું […]

ગુજરાત વિધાનસભા ગૃહમાં પૂર્વ સિનિયર મંત્રીઓને હવે આગળની હરોળમાં સ્થાન અપાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રનો આવતી કાલે તા.27મીને સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે. વિધાનસભામાં અગાઉની રૂપાણી સરકારના મંત્રીઓને પાછળની હરોળમાં છેક છેલ્લે સ્થાન આપવાનું નક્કી કરાયું હતું પણ વિરોધનો સૂર ઉઠતા હવે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સિનિયર પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પણ પાછળ બેસાડવાને બદલે પ્રથમ હરોળમાં સ્થાન આપવામાં […]

ગુજરાત વિધાનસભાનું સત્ર લંબાવવા વિપક્ષની માગ પણ સરકાર સહમત ન થઈઃ કોંગ્રેસ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ટૂંકું સત્ર તા.27મી સપ્ટેમ્બરને સોમવારથી શરૂ થઈ રહ્‌યું છે. જે અન્‍વયે મળેલી કામકાજ સલાહકાર સમિતિની બેઠક બાદ ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, કોરોના કાળમાં તમામ મોરચે નિષ્‍ફળ નીવડેલી ભાજપની પૂર્વ સરકારે પોતાની નિષ્‍ફળતાઓને છુપાવવા માટે વિધાનસભાનું ટૂંકું ચોમાસુ સત્ર બે દિવસ પૂરતું સીમિત કર્યું હતું. આજે […]

ગુજરાત વિધાનસભામાં નિમાબેન આચાર્યએ અધ્યક્ષપદ માટે ફોર્મ ભર્યું, પ્રથમ મહિલા સ્પીકર બનશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. નીમાબેન આચાર્યએ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ અને હાલ રાજ્યના કેબીનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પરંપરા અનુસાર વિપક્ષ પોતાનો કોઈ ઉમેદવાર અધ્યક્ષપદ માટે નહી ઉભો રાખે, આથી નીમાબેન આચાર્ય બીનહરિફ  વિધાનસભાન્બા અધ્યક્ષ […]

ગુજરાત વિધાનસભાના સત્ર પહેલા કામકાજ સમિતિની બેઠક મળી, સીએમ અને વિપક્ષી નેતા હાજર રહ્યા

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર આગામી તા. 27મી સપ્ટેમ્બરથી યોજાશે. ત્યારે વિધાનસભાના આ સત્ર પહેલા કામકાજ સમિતિની બેઠક ગાંધીનગર ખાતે મળી હતી. આ બેઠક ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ દુષ્યંત પટેલના અધ્યક્ષસ્થાને યોજાવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી ભાગ લીધો હતો.  બેઠકમાં આગામી 27 અને […]

ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રમાં ચાર બીલને મંજુરી અપાશે, રણનીતિ ઘડવા મંત્રીઓની બેઠક મળી

ગાંધીનગરઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની નવ નિયુક્ત સરકારે કામગીરી શરૂ કરી દીધી છે. બીજીબાજુ ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસા સત્રનો તા.27મી સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે વિધાનસભાના સત્રમાં વિપક્ષ કોંગ્રસેનો સામનો કેવી રીતે કરવો તેની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. આ સંદર્ભે ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તેમનું […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલા યોજવા માટે રૂપાણીનું રાજીનામું લેવાયાની લોકચર્ચા

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એકાએક રાજીનામું આપતા હવે ગુજરાતના નવા સુકાની કોણ બનશે તેની રાજકીય આગેવાનો સહિત લોકોમાં ભારે ચર્ચા થવા લાગી છે. લોકો પોતપોતાની રીતે નામો વહેતા કરીને તુક્કા લગાવી રહ્યા છે. બીજીબાજુ સોશ્યલ મીડિયામાં એવી ચર્ચા ચાલી રહી છે કે, ગુજરાત સરકારની આગામી નવેમ્બર-2022 માં મૂદત થાય છે. ત્યારે ગુજરાત વિધાનસભાની વહેલી […]

ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્ર તા. 27મી સપ્ટેમ્બરથી યોજાશે

ગાંધીનગરઃ  ગુજરાત વિધાનસભાનુ ચોમાસુ સત્ર તા.27-28 સપ્ટેમ્બરના રોજ મળશે. જેમાં રાજય સરકાર ચાર મહત્વના વિધેયકો પણ ગૃહમાં મંજુરી માટે મુકાશે. ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આગામી તા. 27મી સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. બે દિવસીય સત્રમાં ચાર જેટલા વિધેયકોને ગૃહની મંજુરી માટે મુકાશે. આ બે દિવસનું ટુંકુ વિધાનસભા સત્ર તોફાની બની રહે તેવી ધારણા છે. ખાસ કરીને જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code