1. Home
  2. Tag "Gujarat Vidyapith"

ગુજરાત વિદ્યાપીઠમાં સર્વધર્મ પ્રાથના બંધ કરાતા વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી બાંધીને કર્યો વિરોધ

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીવાદીઓની કથિત વિદાય બાદ વહિવટમાં પણ પરિવર્તન કરાયું છે. દરમિયાન વિદ્યાપીઠમાં દર શુક્રવારે યોજાતી સર્વ ધર્મ પ્રાથના બંધ કરાતા વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીગીરી કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, દર શુક્રવારે સર્વ ધર્મ પ્રાર્થના કરવામાં આવતી હોય છે, પરંતુ હવે વિભાગના એક ડીન દ્વારા સર્વ ધર્મ પ્રાર્થના કરતા રોકવામાં […]

ગુજરાત વિદ્યાપીઠના કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ પૂરો થતા મકાન ખાલી કરવા નોટિસ, કેન્ટીનને તાળાં લાગ્યા,

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં તેમના મકાન ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. બીજી તરફ કેન્ટીનનો પણ કોન્ટ્રાક્ટ પૂરો થતો હોવાથી કેન્ટીન પણ બંધ કરી દેવામાં આવી છે. આ બન્ને મામલે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનો વિરોધ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓ તો એવો આક્ષેપ કરી રહ્યા છે. કે, વિદ્યાપીઠમાં હવે ગાંધીવાદી […]

કુલપતિ-રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ફરી ગુજરાત વિદ્યાપીઠની ઓચિંતી મુલાકાત લીધી

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ફરી આજે ગુજરાત વિદ્યાપીઠ પરિસરની ઓચિંતી મુલાકાત લીધી હતી. ‘સ્વચ્છતા અભિયાન’ પછી વર્તમાન સ્થિતિની જાણકારી મેળવવા તેમણે છાત્રાલય અને શૈક્ષણિક ભવનોના ધાબા-અગાશીઓ જોઈ હતી. અગાશીઓમાં કાટમાળ, કૂડો-કચરો, બિનજરૂરી માલસામાન અને ભંગાર હાલતમાં બંધ પડેલી સોલાર પેનલ્સ જોઈને તેવો અત્યંત વ્યથિત થયા હતા. તેમણે તત્કાળ સ્વચ્છતા માટે […]

સ્વચ્છતા અભિયાનઃ ગુજરાત વિદ્યાપીઠના પરિસરમાંથી અત્યાર સુધી 40 ટ્રક ભરીને કચરો-ભંગારનો નિકાલ

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 40 ટ્રક ભરીને કચરો-ભંગાર કાઢવામાં આવ્યો છે. ચાર જેસીબી, ડમ્પર તથા ટેન્કર સાથે 40 જેટલા સફાઈકર્મીઓ સ્વચ્છતા અભિયાનમાં લાગ્યા છે. રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજી લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવી સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. બન્નેએ સાથે મળીને વિદ્યાપીઠના […]

ગુજરાત વિદ્યાપીઠમાંથી નીકળી રહી છે ટનબંધ ગંદકી: રાજ્યપાલ સફાઈ કામદારો સાથે સફાઈ કાર્યમાં જોડાયા

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં રાજ્યપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ સ્વચ્છતાનું મહાઅભિયાન ઉપાડ્યું છે. તેમણે આ અભિયાનમાં અમદાવાદ મહાનગરપાલિકાનો પણ સહયોગ લીધો છે. અત્યાર સુધીમાં 20 ટ્રક ભરીને ટનબંધ કચરો કાઢવામાં આવ્યો છે. આજે પણ શ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાત વિદ્યાપીઠ જઈને મહાનગરપાલિકાના સફાઈ કામદારો સાથે સફાઈ કાર્યમાં જોડાયા હતા અને સ્વચ્છતા મહાઅભિયાનનું જાત નિરીક્ષણ કર્યું હતું. […]

ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં કૂલપતિના મુદ્દે રિસાયેલા ટ્રસ્ટીઓ ગેરહાજર રહ્યા

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠમાં કુલપતિની નિમણૂકને લઈને ટ્રસ્ટીઓમાં  વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે વિવાદ વચ્ચે ગુજરાત વિદ્યાપીઠનો 68મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં પદભાર છોડનાર પૂર્વ કુલપતિ ઇલાબેન ભટ્ટ અને રાજીનામું આપનારા 8 ટ્રસ્ટીઓ ગેરહાજર રહ્યા હતા. કુલપતિની જગ્યાએ કુલસચિવ દ્વારા પદવી એનાયત કરવામાં આવી હતી. જોકે, નવનિયુક્ત કુલપતિ આચાર્ય દેવવ્રતે હજુ સુધી ચાર્જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code