1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં સરેરાશ 59.49 ટકા મતદાન, 2019ની સરખામણીએ મતદાનમાં 4.5 ટકાનો ઘટાડો

ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી શાંતિપૂર્ણરીતે સંપન્ન થઈ છે. રાજ્યના ચૂંટણી પંચે મોડી રાત્રે બહાર પાડેલા આંકડા મુજબ ગુજરાતમાં  લોકસભાની 25 બેઠકો પર સરેરાશ 59.49 ટકા મતદાન થયું છે. જે ગત ચૂંટણી યાને કે વર્ષ 2019ની ચૂંટણીની સમખામણીએ 4.5 ટકા ઓછું મતદાન થયું છે. આ વખતે 59.49 ટકા મતદાન […]

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, અંબાજીમાં વરસાદી માહોલ સર્જાયો

અમદાવાદઃ ગુજરાતમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે. હવામાન વિભાગની હીટવેવની આગાહી કરી છે. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં આંશિક પલટો આવ્યો હતો. બનાસકાંઠા અને અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટણા પડ્યા હતા. જ્યારે વલસાડનો દરિયો એકાએક તોફાની બન્યો હતો. ગુજરાતમાં હીટવેવની આગાહી વચ્ચે […]

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કામાં બપોરના 3 કલાક સુધી સરેરાશ 50.71 ટકા મતદાન

નવી દિલ્હીઃ ગુજરાતની લોકસભાની 25 બેઠકો સહિત 11 રાજ્યોની 93 જેટલી બેઠકો ઉપર આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે દરમિયાન બપોરના 3 કલાક સુધીમાં એકંદરે સરેરાશ લગભગ 50.71 ટકા જેટલુ મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે 63.11 ટકા અને સૌથી ઓછુ મહારાષ્ટ્રમાં 42.63 ટકા જેટલુ મતદાન થયું હતું. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતની 25 બેઠકો ઉપર છ કલાકમાં 38 ટકા મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો તથા ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો ઉપર મતદાન યોજાઈ રહ્યું છે. દરમિયાન છ કલાકમાં લોકસભાની 25 બેઠકો ઉપર લગભગ 37.80 ટકા જેટલુ મતદાન થયું છે. જ્યારે ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો ઉપર પણ 36.09 ટકા જેટલુ મતદાન થયું હોવાનું જાણવા મળે છે. મતદાનમાં વધારો થાય તે માટે રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરો […]

વડાપ્રધાન મોદીએ ગાંધીનગર લોકસભા મતવિસ્તારના મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

અમદાવાદ:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠકના મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગુજરાતમાં 25 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગે મતદાન શરૂ થયાના થોડા સમય બાદ મોદી અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં નિશાન પબ્લિક સ્કૂલમાં ઉભા કરાયેલા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા અને મતદાન કર્યું […]

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કામાં બે કલાકમાં સરેરાશ 11 ટકા અને ગુજરાતમાં 10 ટકા મતદાન

ગાંધીનગરઃ ત્રીજા તબક્કામાં આજે 10 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 93 લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે ત્યારે સવારના 9 કલાક સુધી સરેરાશ 10.81 ટકા મતદાન થયું છે. ગુજરાતમાં સરેરાશ 9.87 ટકા મતદાન થયેલ છે. બનાસકાંઠાના સૌથી વધુ 12.28 ટકા મતદાન, બારડોલીમાં 11.54 ટકા ,સાબરકાંઠામાં 11.43 ટકા, દાહોદમાં 10.94 ટકા , જ્યારે અમદાવાદ પશ્ચિમમાં સૌથી […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતની 25 સહિત 93 બેઠકો ઉપર આજે મતદાન યોજાશે

અમદાવાદઃ ગુજરાતની લોકસભાની 25 બેઠકો સહિત 10 રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 93 બેઠકો ઉપર મંગળવારે મતદાન યોજાશે. લોકસભાની 93 બેઠકો ઉપર 1352 ઉમેદવારોના ભાવિ સાંજે ઈવીએમમાં સીલ થશે. જેમાં 1229 પુરુષ અને 123 મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. જે પૈકી સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ, […]

ગુજરાતમાં આજે શાંતિપૂર્ણ મતદાન માટે તમામ પોલિંગ બુથ પર પોલીસનો સઘન બંદોબસ્ત રહેશે

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે 7મીને મંગળવારના દિને લોકસભાની 25 બેઠકો તેમજ વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી યોજાશે. લોકશાહીના અવસરમાં વધુને વધુ લોકો મતદાન કરે તેમજ શાતિંપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ ખડેપગે ફરજ બજાવશે. તમામ પોલિંગ બૂથ પર ચૂંટણી પંચના નિર્દેશ મુજબ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભયમુક્ત વાતાવરણમાં મતદાન થાય, ન્યાયી મતદાન થાય […]

ગુજરાતના GIFT સિટીમાં પેટા કંપની સ્થાપવા માટે RECને RBIની મંજૂરી

અમદાવાદઃ REC લિમિટેડને ગુજરાતનાં ગિફ્ટ સિટીમાં તેની પેટાકંપની સ્થાપવા માટે RBIની મંજૂરી મળી ગઈ છે. સરકારી માલિકીની REC લિમિટેડે કંપનીએ જણાવ્યું કે, તેને ગુજરાતનાં ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં સહાયક કંપની સ્થાપવા માટે RBIની મંજૂરી મળી ગઈ છે.  આ એકમ REC માટે નવી વ્યવસાયિક તકો ઉભી કરશે. આ ઉપરાંત દેશના ઉર્જા ક્ષેત્રના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે. […]

મત આપો અને સાવ સસ્તામાં મીઠાઈ અને ફરસાણ લઈ જાઓ, અનોખું અભિયાન

અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2024 માં વધુમાં વધુ મતદાન થાય એ માટે તંત્ર વિવિધ માધ્યમો દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે, ત્યારે ભાવનગરના વેપારીઓ દ્વારા પણ અવનવા નુસખા અપનાવી લોકોમાં મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યું છે. ભાવનગરમાં તંત્રની સાથે મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી બનવા ભાવનગર સ્વીટ અને ફરસાણ એસોસિએશન દ્વારા અલગ પ્રકારની ઓફર અજમાવી મતદાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code