1. Home
  2. Tag "gujarat"

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના 211 જેટલા નાળા-પૂલોનું મજબૂતીકરણ કરાશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ગ્રામ્ય માર્ગો પરના હાલના હયાત નાળા, કોઝ વે, પૂલોના પુનઃ બાંધકામની જરૂરિયાત ધ્યાનમાં લઈને આવા 903 જેટલા સ્ટ્રક્ચર્સના રૂ.1488 કરોડના ખર્ચે નવનિર્માણ માટે અનુમતિ આપી છે. તદઅનુસાર, જરૂરિયાત મુજબ નવા પાઇપ નાળા, નવા કોઝ વે, બોક્ષ કલવર્ટ સ્લેબ ડ્રેઈન, કોઝ વે ને બદલે બારમાસી રસ્તા બનાવવા માટે માઈનોર એન્ડ મેજર બ્રિજ […]

ગુજરાતમાં RTOના ટેકનીકલ અધિકારીઓના પ્રશ્નો ઉકેલવાની સરકારે ખાતરી આપતા આંદોલન સ્થગિત

અમદાવાદઃ ગુજરાતના આરટીઓના ટેકનીકલ અધિકારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા કેટલાક દિવસથી લડત ચલાવી રહ્યા હતા. અમદાવાદ, રાજકોટ, સુરત સહિત આરટીઓ કચેરી સામે ઘરણા પણ કરાયા હતા. દરમિયાન ગુજરાત મોટર વ્હિકલ ડિપાર્ટમેન્ટ ટેક્નિકલ ઓફિસર્સ એસોસિએશન દ્વારા વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ સાથે વાટાઘાટો કરતા અને પ્રશ્નો ઉકેલવાની ખાતરી મળતા એસો. દ્વારા હાલ આંદોલનને […]

સુપર ફૂડ મિલેટસને પ્રોત્સાહન આપવા આજથી આઠ શહેરોમાં યોજાશે ‘મિલેટ મહોત્સવ‘: કૃષિ મંત્રી

ગાંધીનગરઃ કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ભારતના પરંપરાગત જાડા ધાન્યો (શ્રીઅન્ન)ને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં પ્રોત્સાહિત કર્યા છે. માનવ સ્વાસ્થય માટે આવશ્યક શ્રીઅન્નના મહત્વ અંગે લોકજાગૃતિ કેળવવા રાજ્ય સરકારે તા. 1 થી 3 માર્ચ, 2024 દરમિયાન ત્રિ-દિવસીય “મિલેટ મહોત્સવ”નું આયોજન કર્યું છે. સ્વસ્થ થઈને હોસ્પિટલથી ડીસ્ચાર્જ થયા બાદ ગાંધીનગર ખાતે પહોંચતાની સાથે […]

ગુજરાતમાં આજથી 3 દિવસ માવઠાની આગાહી, જીરૂ સહિતના પાકને બચાવવા ખેડુતો બન્યા ચિંતિત

અમદાવાદઃ ગુજરાતમાં ફરીવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે આજે તા. 1લી માર્ચથી ત્રણ દિવસ માવઠાની આગાહી કરી છે. અને માછીમારોને દરિયો ન ખેડવાની સુચના પણ આપવામાં આવી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે આથી ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યભરમાં લઘુત્તમ […]

ગુજરાત અને આસામમાં ત્રણ સેમીકન્ડક્ટર એકમોને મોદી સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ‘ભારતમાં સેમિકન્ડક્ટર્સના વિકાસ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ્સ’ હેઠળ ત્રણ સેમીકન્ડક્ટર એકમોની સ્થાપનાને મંજૂરી આપી હતી. ત્રણેય એકમો આગામી 100 દિવસની અંદર બાંધકામ શરૂ કરશે. ભારતમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના વિકાસ માટેના કાર્યક્રમને 21મી ડિસેમ્બર 2021ના રોજ નોટિફાઇડ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ રૂ. 76,000 કરોડનો ખર્ચ થશે. […]

ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાયો

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ 1 જુલાઈ 2023થી આપવાની જાહેરાત કરી છે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.45 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે. મોંઘવારી ભથ્થાની 8 માસની એટલે કે 1 […]

ગુજરાતમાં વધુ બે નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે, સરકારનો નિર્ણય

ગાંધીનગરઃ નાણામંત્રી કનુ દેસાઈએ રાજ્ય સરકારના આ નિર્ણયની વિધાનસભા ગૃહમાં જાહેરાત કરતા કહ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરની પોરબંદર-છાયા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. એટલું જ નહીં, અખંડ ભારતના શિલ્પી લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ નડિયાદની નગરપાલિકાને પણ મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવામાં આવશે. નાણાંમંત્રી કનુ દેસાઈએ કહ્યું હતું કે, પોરબંદર-છાયા શહેર દરિયાકિનારે આવેલ વિશિષ્ટ ભૌગોલિક […]

ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

ગાંધીનગરઃ અમદાવાદના હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં 20.2 અને ગાંધીનગરમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે આગામી 24 કલાકમાં અમદાવાદમાં 21 અને ગાંધીનગરમાં 20 ડિગ્રી તાપમાન થવાનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યુ છે. દરમિયાન થોડા દિવસોથી ગુજરાતના વાતાવરણમાં વારંવાર પલટો આવી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે પણ હવે ગુજરાતમાં વરસાદની આગાહી […]

ગુજરાતમાં પાંચ વર્ષમાં 10 જિલ્લામાં મેડિકલ કોલેજ શરૂ કરવાનું આયોજન, 1500 બેઠકો વધશે

ગાંધીનગરઃ શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ દ્વારા આયોજિત 30મો વાર્ષિક મહોત્સવ અને સ્વામિનારાયણ મેડીકલ કોલેજ ઉદઘાટન સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સભા સંબોધન કરતા અમિત શાહએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં જન્મયા અને તેમણે ગુજરાતને કર્મભૂમિ બનાવી હતી. દરેક ઘરમાં ભક્તિભાવ અને સંસ્કારનું સિંચન કરવાનું ઉમદા […]

ગુજરાતની 8 નદીઓ પ્રદૂષણ મુક્ત, સાબરમતી નદીના પાણીની ગુણવત્તામાં સુધારાનો સરકારનો દાવો

અમદાવાદઃ સાબરમતી નદીના પ્રદૂષણ માટે હાઇકોર્ટમાં થયેલ PIL ના પગલે આ તમામ સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટનું NEERI જેવી રાષ્ટ્રની પ્રથમ પંક્તિની પર્યાવરણ સંસ્થા પાસે અભ્યાસ કરાવડાવી સીઇટીપીમાં સુધારો વધારો કરવામાં આવ્યો છે.આ સુધારાને પરીણામે હાલમાં મેગા પાઈલપાઈન જે કે આ સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટના પાણીનું વહન કરે છે તેની ગુણવત્તામાં છેલ્લા ૨ વર્ષમાં અંદાજે 30% થી વધુ સુધારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code