1. Home
  2. Tag "gujarat"

ગુજરાતઃ લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં આંશિક રાહત

અમદાવાદઃ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે. લઘુત્તમ તાપમાનમાં ધીમેધીમે વધારો થતાં રાજ્યના લોકોને ઠંડીમાં રાહત મળી રહી છે. હવામાન વિભાગે જાહેર કરેલા સવારના 8.30 વાગ્યા સુધીના તાપમાનના આંકડા અનુસાર રાજ્યમાં ગાંધીનગર સૌથી ઠંડુ શહેર રહ્યું છે. પાટનગરનું તાપમાન સવારે 13.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અન્ય સ્થળોના તાપમાન પર નજર કરીએ તો ડીસામાં 14.1, વડોદરા 14.6 […]

ગુજરાતમાં FIFAનો ફુટબોલ ફોર સ્કુલ્સ પ્રોગામ, શાળાઓને 10600 ફુટબોલનું વિતરણ કરાશે

અમદાવાદઃ ગુજરાતની શાળાઓમાં હવે સ્પોર્ટ એક્ટિવિટી વધતી જાય છે. બાળકોમાં હવે સ્પોર્ટ પ્રત્યેની રૂચિ જોવા મળી રહી છે. ત્યારે શાળાના બાળકોમાં ફૂટબોલની રમતને પ્રોત્સાહન આપવા માટે, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) અને ફેડરેશન ઈન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન (FIFA)ના ઉપક્રમે ‘ફૂટબોલ ફોર સ્કૂલ્સ’નો પ્રારંભ કરાયો છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) […]

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી 27મી ફેબ્રુઆરીએ યોજાશે, તમામ બેઠક ભાજપ મેળવશે

ગાંધીનગરઃ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાતની રાજ્યસભાની 4  બેઠકોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યસભાના ચાર સાંસદો પરશોત્તમ રૂપાલા, માનસુખ માંડવિયા, નારણ રાઠવા, અને અમીબેન યાજ્ઞિકની મુદ પૂર્ણ થતી હોવાથી ચારેય બેઠકોની ચૂંટણી આગામી તા, 27મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. ભાજપ પાસે 156 ધારાસભ્યોનું સંખ્યાબળ હોવાથી તમામ બેઠકો પર ભાજપનો વિજય નિશ્વિત છે. કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા […]

ગુજરાતમાં આજે સવારે 11 વાગ્યે બે મીનીટનું મૌન પાળીને વીર શહિદોને શ્રદ્ધાંજલિ અપાશે,

ગાંધીનગરઃ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે, તેવા વીર શહીદોની સ્મૃતિમાં 30મી જાન્યુઆરી, 2024ને મંગળવારના રોજ શહીદ દિને સવારે 11.00 કલાકે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદવીરોને માન અર્પણ કરાશે. સમગ્ર રાજ્યમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય […]

ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડી ઘટશે, સાથે વાતાવરણ વાદળછાંયુ રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં કડકડતી ઠંડી બાદ ફરી દિવસ દરમિયાન તાપમાનનો પારો ઉંચકાતા ગરમીનો અનુભવ અને રાત્રી દરમિયાન તાપમાનનો પારો ગગડતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બે ઋતુને લીધે વાયરલના કેસમાં પણ વધારો થયો છે.  હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ત્રણ દિવસ સુધી આ પ્રકારની બેવડી ઋતુનો અનુભવ થતો રહેશે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો […]

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધવાની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં સૌથી ઠંડુ નગર બન્યું નલિયા નલિયામાં ઠંડીનો પારો 8ની નજીક પહોંચ્યો અમદાવાદઃ ઉત્તરભારતમાં પડેલી હીમ વર્ષાને પગલે ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. જેથી લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની આગાહી કરી છે. રાજ્યમાં સૌથી વધારે ઠંડી નલિયામાં નોંધાઈ હતી. નલિયામાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી […]

ગુજરાતમાં કાતિલ ઠંડી: બે નગરમાં ઠંડીનો પારો 11 ડીગ્રીથી ઓછો

અમદાવાદઃ રાજ્યમાં બે શહેરોનો પારો 11 ડિગ્રીની આસપાસ રહ્યો છે,.હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર નલિયા 9.4  સૌથી ઠંડુ  સ્થળ રહ્યું છે.. જ્યારે વડાદરામાં 11.6 ડિગ્રી,  ડીસા 11.7 ,  અને  અમદાવાદમાં 12.7 તો ગાંધીનગરમાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન નિષ્ણાતની આગાહી મુજબ જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરુઆતમાં ઠંડી વધશે અને કાતિલ ઠંડીનો અનુભવ થશે. જાન્યુઆરીના અંતમાં […]

ગુજરાતમાં સવારે ગાઢ ધુમ્મસ અને રાત્રે ઠંડીનો ચમકારો, નલીયા અને મહુવામાં સૌથી ઓછુ તાપમાન

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થતાં તેમજ ઠંડા પવનોને કારણે લોકોને ચમકારો અનુભવાઈ રહ્યો છે. હાલ વહેલી સવારે ધૂમ્મસ, રાત્રે ઠંડી અને બપોરે હુંફાળા વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. જો કે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે આગાહી કરી છે, જેમાં ત્રણ દિવસ બાદ ઠંડીમાં થોડો ઘટાડો થઈ શકે છે. આગામી […]

અંબાજીમાં અંબિકા અન્નક્ષેત્રમાં ભક્તોને નિઃશુલ્ક પ્રસાદ અપાશે

અમદાવાદઃ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રભારીમંત્રી અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુતે નિઃશુલ્ક અંબિકા અન્નક્ષેત્રનો બલિકાઓને ભોજન પ્રસાદ પીરસીને શુભારંભ કરાવ્યો હતો. અંબિકા અન્નક્ષેત્રનું ઉદ્ઘાટન કરતાં મંત્રીએ જણાવ્યું કે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન દિવસે અંબાજી મંદિર સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવામાં આવતા આ દિવસ ખૂબ જ […]

ગુજરાતના મતદારોનું યોગદાન હંમેશા મોખરે રહ્યું છે અને આ વખતે પણ ટોચના સ્થાને રહેશેઃ જે.પી.નડ્ડા

ગાંધીનગરઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મંગળવારે ગાંધીનગર ખાતે લોકસભા મતવિસ્તાર કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન નડ્ડાએ એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુજરાતની તમામ લોકસભા સીટોને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં 26માંથી તમામ 26 બેઠકો મેળવશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code