1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જોડાણ કરાશેઃ ઈસુદાન ગઢવી

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને એક વર્ષ કરતા ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દેશમાં ભાજપ સામે 26 જેટલી પાર્ટીઓનું ગઠબંધન કરાયુ છે. જેમાં આમ આદમી પાર્ટીનો પણ સમાવેશ થાય છે. જોકે આ ગઠબંધનમાં સામેલ પક્ષોએ કઈ કઈ બેઠકો પર સમજુતી કરાશે તે અંગે કોઈ નિર્ણય લીધો નથી ત્યારે […]

મિશન ઇન્દ્રઘનુષ 5.0 : રાજ્યમાં 57 હજારથી વધારે બાળકો અને મહિલાઓનું રસીકરણ કરાશે

ગાંધીનગર: રાજય વ્યાપી મિશન ઇન્દ્રધનુષ 5.0 નો શુભારંભ આજરોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તેથી સેકટર- 24 અર્બન હેલ્થ સેન્ટર, ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યો હતો. મિશન ઇન્દ્રઘનુષના પાંચ તબક્કામાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રસીથી વંચિત રહી ગયેલા 300 બાળકો અને 50 સગર્ભા બહેનોનું રસીકરણ કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં 642 બાળકો અને 69 સગર્ભા બહેનોનું રસીકરણ કરવામાં આવશે. […]

ગુજરાતના 207 જળાશય 72 ટકા ભરાયાં, અત્યાર સુધીમાં 62 ડેમ છલકાયાં

અમદાવાદઃ ગુજરાતમાં અત્યાર સુધી મેધરાજા મનમુકીને વરસ્યા છે જેના પરિણામ સ્વરૂપે જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ત્યાર સુધીમાં લગભગ 75 ટકા જેટલો ભરાયો છે. જેથી ઉનાળાની ગરમીના દિવસોમાં રાજ્યમાં પીવાની પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ નહીંવત છે. આ ઉપરાંત રાજ્યના 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 72 ટકા જેટલા […]

ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં કુલ સરેરાશ 79.83 ટકા વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધારે વરસાદ

અમદાવાદઃ રાજ્યના કેટલાક વિસ્તારમાં આજે હળવો વરસાદ વરસ્યો હતો. દરમિયાન અત્યાર સુધીમાં સિઝનનો લગભગ 80 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. તેમજ હજુ પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શકયતાઓ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. દરમિયાન રાજ્યમાં સૌથી વધારે વરસાદ […]

ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં બાળ વિજ્ઞાન મેળા અને પ્રદર્શનો યોજાશે

ગાંઘીનગરઃ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ગણિત વિષય પ્રત્યેની ઋચિ વધે તે માટે તમામ શાળાઓમાં વિજ્ઞાન મેળા અને પ્રદર્શનો યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીઆરસી, બીઆરસી, એસવીએસ, જિલ્લા અને રાજ્યકક્ષા તેમજ નેશનલ કક્ષા સુધી પ્રદર્શન યોજાશે. જેમાં સીઆરસી કક્ષાનું પ્રદર્શનનો પ્રારંભ તારીખ 1લી, સપ્ટેમ્બરથી થશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક […]

ગુજરાતમાં દીપડાંની સંખ્યા વધીને 2274 પહોંચી, જુનાગઢ અને ગીર સોમનાથમાં સૌથી વધુ દીપડાં

અમદાવાદઃ ગુજરાતમાં દીપડાંની વસતીમાં વધારો થયો છે. દીપડાંની સંખ્યા 2274 થઈ છે. જેમાં સૌથી વધુ દીપડાંની વસતી જૂનાગઢ જિલ્લામાં 578  અને ગીર સોમનાથ જિલ્લામાં 257 જેટલી છે. ગુજરાતમાં છ વર્ષમાં દીપડાની સંખ્યામાં 63 ટકા વધારો થયો છે. રાજ્યમાં સૌથી વધારે દીપડાની સંખ્યા સૌરાષ્ટ્ર ઝોનમાં છે.  દીપડાની સંખ્યા સૌરાષ્ટ્રમાં 59.6 ટકા વધી છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં આંકડો […]

ગુજરાતમાં 39 કમ્પ્યુટર ક્લાસિસ પર જીએસટીના દરોડામાં 5.70 કરોડની કરચોરી પકડાઈ

અમદાવાદઃ ગુજરાતમાં કોમ્પ્યુટરના ક્લાસિસ ચલાવતા કેટલાક સંચાલકો જીએસટીની કરચોરી કરતા હોવાની માહિતી મળતા સ્ટેટ જીએસટીના અધિકારીઓએ કમ્પ્યુટરના 15 ક્લાસીસના 39 સ્થળે દરોડા પાડ્યા હતા. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોનો સમાવેશ થયો હતો. ક્લાસીસના સંચાલકોએ જીએસટી કાયદા હેઠળ નોંધણી ન કરાવીને કરચોરી કરાતી હતી. સંચાલકો પાસેથી રૂ. 5.70 કરોડની કરચોરી પકડાઈ હતી. જે […]

ગુજરાતના 21 રેલવે સ્ટેશનની કરાશે કાયાપલટ, સ્ટેશનોના પુનઃ નિર્માણ માટે 845 કરોડનો ખર્ચ કરાશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 508 રેલવે સ્ટેશનોના પુનઃનિર્માણ કાર્યનો શુભારંભ અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે દેશના 508 રેલવે સ્ટેશનોનો 24 હજાર કરોડના ખર્ચે પુનઃનિર્માણનો પ્રારંભ થયો છે, જેમાં ગુજરાતનાં 21 રેલવે સ્ટેશનોનું પણ 845 કરોડના ખર્ચે પુનઃનિર્માણ કરાશે. […]

ગુજરાતમાં 207 જળાશયો 71.68 ટકા ભરાયા, સરદાર સરોવર નર્મદા ડેમમાં 74.22 ટકા જળસંગ્રહ

ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષે સારા વરસાદને કારણે તમામ જળાશયોમાં પાણીની આવક સારી એવી થઈ છે. રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 79.65 ટકા નોંધાયો છે. રાજ્યના 91 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણીની આવક થતા હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. જયારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 26 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 […]

ગુજરાતમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ 4 લાખ વિદ્યાર્થીઓને રૂ.1884 કરોડની સહાય

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે શિક્ષણ સાર્વત્રિક અને ગુણવત્તાયુક્ત બન્યું છે. શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા વગેરે જેવી યોજનાઓને કારણે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર તો સુધર્યું જ છે, પરંતુ ગુજરાત આજે ઉચ્ચ અને તકનીકી શિક્ષણનું કેન્દ્ર બનવાની દિશામાં પણ આગળ વધી રહ્યું છે. ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા ગુજરાતના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code