1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મિશન ઇન્દ્રઘનુષ 5.0 : રાજ્યમાં 57 હજારથી વધારે બાળકો અને મહિલાઓનું રસીકરણ કરાશે
મિશન ઇન્દ્રઘનુષ 5.0 : રાજ્યમાં 57 હજારથી વધારે બાળકો અને મહિલાઓનું રસીકરણ કરાશે

મિશન ઇન્દ્રઘનુષ 5.0 : રાજ્યમાં 57 હજારથી વધારે બાળકો અને મહિલાઓનું રસીકરણ કરાશે

0
Social Share

ગાંધીનગર: રાજય વ્યાપી મિશન ઇન્દ્રધનુષ 5.0 નો શુભારંભ આજરોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તેથી સેકટર- 24 અર્બન હેલ્થ સેન્ટર, ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યો હતો. મિશન ઇન્દ્રઘનુષના પાંચ તબક્કામાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રસીથી વંચિત રહી ગયેલા 300 બાળકો અને 50 સગર્ભા બહેનોનું રસીકરણ કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં 642 બાળકો અને 69 સગર્ભા બહેનોનું રસીકરણ કરવામાં આવશે.

મિશન ઇન્દ્રઘનુષ 5.0 નો શુભારંભ કરાવતાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજયની તમામ સર્ગભા બહેનો અને 0 થી 5 વર્ષના બાળકોના વાલીઓને આ રસીકરણ અભિયાનનો વઘુમાં વઘુ લાભ લેવા માટે અનુરોઘ કર્યો છે. આ રોગ પ્રતિરોધક રસી ગંભીર રોગો સામે સુરક્ષા આપતી હોવાથી આ રસી અચૂકપણે લેવા પણ અપીલ કરી હતી.

તેમણે ઉમેર્યું હતું કે, આ રસીકરણ અભિયાન હેઠળ રાજયમાં 0 થી 5 વર્ષ સુઘીની વયના અંદાજીત 50900 બાળકો અને 7278 સગર્ભા બહેનોનું રસીકરણ કરવામાં આવશે. મિશન ઇન્દ્રધનુષ 5.0 હેઠળ તા. 7 થી 12 ઓગસ્ટ, તા. 11 થી 16 સપ્ટેમ્બર અને તા. 9 થી 14 ઓક્ટોબર દરમિયાન સઘન રસીકરણ ઝુંબેશ હાથ ઘરવામાં આવનાર છે. આ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં સર્ગભા બહેનોને ઘનુર અને ડિપ્થેરિયા જયારે બાળકોને થતાં ઓરી, રૂબેલા, ઝેરી કમળો, બાળ ટી.બી., પોલિયો, ડિપ્થેરિયા, ઉટાટિયું, ધનુર, હીબબેક્ટેરિયાથી થતાં ( ન્યૂમોનિયા અને મગજના તાવ ) જેવા રોગ, ન્યૂમોકોકલથી થતાં ન્યુમોનિયા, રોટા, વાયરસથી થતાં ઝાડા, ઓરી અને રૂબેલા જેવા 11 રોગ સામે રોગ પ્રતિકારક રસી આપવામાં આવશે.

પાંચ તબક્કાના મિશન ઇન્દ્રઘનુષ રસીકરણ અભિયાન દરમ્યાન તા. 7 થી 12 ઓગસ્ટ દરમ્યાન ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 0 થી 5 વર્ષના 300 બાળકો અને 50 સગર્ભા બહેનોનું રસીકરણ કરવામાં આવશે. તેમજ ગાંધીનગર જિલ્લામાં 0 થી 5 વર્ષના 642 બાળકો અને 69 સગર્ભા બહેનોનું રસીકરણ કરવામાં આવનાર છે. ગાંધીનગર જિલ્લામાં રસીકરણ દરમ્યાન 0 થી 1 વર્ષના 278, 1 થી 2 વર્ષના 219 અને 2 થી 5 વર્ષના 145 બાળકોનું રસીકરણ કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code