1. Home
  2. ગુજરાતી
  3. મણિપુરમાં હિંસાથી વધુ પ્રભાવિત દરેક જિલ્લામાં SITની છ-છ ટીમો તપાસ કરશે
મણિપુરમાં હિંસાથી વધુ પ્રભાવિત દરેક જિલ્લામાં SITની છ-છ ટીમો તપાસ કરશે

મણિપુરમાં હિંસાથી વધુ પ્રભાવિત દરેક જિલ્લામાં SITની છ-છ ટીમો તપાસ કરશે

0
Social Share

નવી દિલ્હીઃ મણિપુરમાં થયેલી હિંસાની ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. બીજી તરફ પરિસ્થિતિ થાળે પડે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત તોફાનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજ્યમાં હિંસાથી પ્રભાવિત દરેક જિલ્લામાં તોફાનોની કેસની તપાસ કરવા માટે છ સીટની રચના કરવામાં આવશે. દરમિયાન એસઆઈટીની તપાસ ઉપર રાજ્યના પોલીસ વડા સતત નજર રાખી રહ્યાં છે.

મણિપુર હિંસા મામલે સુપ્રીમ કોર્ટમાં એટર્ની જનરલ વેંકટરામાણીએ જણાવ્યું કે, મણિપુરમાં થેયેલી હિંસાઓની ઘટનાને લઈને  6500 FIR વર્ગીકૃત કરવામાં આવી છે અને કોર્ટને ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આપણે આ બાબતને ખૂબ જ પરિપક્વતાથી જોવાની જરૂર છે. અમે વિવિધ પ્રકારની SITની રચનાનું સૂચન કર્યું છે. તેમણે કહ્યું કે હત્યાના કેસની તપાસ કરી રહેલી SITનું નેતૃત્વ SP રેન્કના અધિકારી કરશે. મહિલાઓ સાથે દુર્વ્યવહારના મામલાની તપાસ માટે વરિષ્ઠ મહિલા અધિકારીના નેતૃત્વમાં SITની રચના કરવામાં આવશે. તેવી જ રીતે અન્ય SIT છે. ડીઆઈજી તેમની પાસેથી રિપોર્ટ લેશે. ડીજીપી દર 15 દિવસે સમીક્ષા પણ કરશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, હિંસાથી વધુ પ્રભાવિત દરેક જિલ્લામાં 6 SITની રચના કરવામાં આવશે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે અગાઉ જે 11 કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યા હતા તેની તપાસ સીબીઆઈ જ કરશે. સીબીઆઈની મહિલા અધિકારીઓ પણ મહિલાઓ સાથે જોડાયેલા કેસની તપાસમાં સામેલ થશે. સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ SITની રચના થવી જોઈએ. પીડિત મહિલાઓ સાથે વાત કરવા માટે મહિલા સામાજિક કાર્યકરોનું ઉચ્ચ સ્તરીય કમિશન પણ બનાવવું જોઈએ. લોકો મૃતદેહ લઈ શકતા નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code