1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં વાવાઝોડાને લીધે પડેલા વરસાદને કારણે ખેડુતોએ વાવણીના કર્યા શ્રીગણેશ

અમદાવાદઃ ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. ગુજરાતમાં ક્યાંય જાનહાનિ નથી, માત્ર માલ મિલકતને નુકશાન થયું છે. બીજી બાજુ બિપોરજોયના કારણે રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસેલા વાવેતર લાયક વરસાદથી ખેડૂતોમાં ખૂશીની લહેર ફરી વળી છે. વહેલા વરસાદને લીધે વહેલા વાવેતરની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે તેમજ વહેલું વાવેતર થતા વાવેતરને […]

ગુજરાતમાં વાવાઝોડામાં સ્થળાંતરિત લોકોને સરકાર તરફથી પાંચ દિવસ કેશડોલ ચુકવાશે

અમદાવાદઃ  અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં એકલાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું. વાવાઝોડા સમી જતાં જ સરકારે રાહતની કામગીરી હાથ ધરી છે. દરમિયાન રાજ્ય સરકાર વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા એક લાખ આઠ હજાર લોકોને 5 દિવસ માટેની કેશડોલ ચૂકવશે. જેમાં સરકાર પુખ્ત વયના લોકોને પાંચ દિવસના  500 રૂપિયા અને બાળકોને 300 રૂપિયા […]

ગુજરાતમાં વાવાઝોડાને પગલે 169 તાલુકામાં વરસાદ, 3 દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર હજુ પણ જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેર અને જિલ્લામાં સવારથી જ આકાશ વાદળછાયુ રહ્યું હતું. તેમજ ભારે પવન ફુંકાયો હતો આ ઉપરાંત અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ પણ […]

વાવાઝોડાને પગલે 240 જેટલા ગામમાં અસર, લગભગ 524 વૃક્ષો ધરાશાયી

અમદાવાદઃ વાવાઝોડાને પગલે ગુજરાતના લગભગ 240 જેટલા ગામને અસર થઈ હોવાનું રાહત કમિશનરે જણાવ્યું હતું. આ ગામમાં વીજળીના થાંભલા, વૃક્ષો ધરાશાયી થઈ જવા જેવી ઘટનાઓ બની હતી. વાવાઝોડાને લીધે આશરે 524 વૃક્ષો પડી ગયા હતા જેમાં દ્વારકામાં 73 વૃક્ષો પડ્યા હતા. અત્યાર સુધી વાવાઝોડાને લીધે 22 જેટલા લોકો ઘાયલ થયાની માહિતી મળી છે. રાહત કમિશનરના […]

વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં મોડી રાત્રે રાહત-બચાવ કાર્ય પર CMની નજર, ઉચ્ચસ્તરિય બેઠકમાં સમીક્ષા

ગાંધીનગરઃ ગુજરાત પર તોળાઈ રહેલા ‘બિપરજોય’ વાવાઝોડાની સંભવિત તીવ્ર અસરો સામે સંભવિત અસરગ્રસ્ત 8 જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા. મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા તંત્ર વાહકો સાથે યોજેલી […]

રાજ્યના 115 તાલુકામાં ભારે પવન સાથે વરસાદ, વાવાઝોડા બાદ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરો-નગરોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, આ ઉપરાંત અમદાવાદ સહિતના શહેરો-નગરોમાં પણ તેની અસર જોવા મળી રહી છે અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. દરમિયાન રાજ્યમાં 24 કલાક દરમિયાન 115 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. એટલું જ નહીં વાવાઝોડુ ત્રાટક્યા બાદ પણ સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ભારે […]

ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધતું બિપોરજોય વાવાઝોડું, 150 kmphની ઝડપે ટકરાશે

અમદાવાદઃ અરબી સમુદ્રમાં વાવાઝોડું બિપરજોય સૌરાષ્ટ્ર-કચ્છ તરફ ઝડપી પવન સાથે આગળ વધી રહ્યું છે. દરિયામાં આ વાવાઝોડું 3 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે, પરંતુ ગુજરાત હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીના કહેવા મુજબ, આ સ્પીડ વધી શકે છે. વાવાઝોડું આજે બુધવારે પોરબંદરથી 315 કિલોમીટર, દ્વારકાથી 290, જખૌ પોર્ટથી 260 કિલોમીટર અને નલિયાથી 300 […]

વાવાઝોડાના આગમન પહેલા જ સૌરાષ્ટ્રમાં મેધરાજાની બેટિંગ, બુધવારે 65 તાલુકામાં પડ્યો વરસાદ

અમદાવાદઃ વાવાઝોડાના આગમન પહેલા જ મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન થઈ ગયું છે. બુધવારે દિવસ દરમિયાન 65 નખત્રાણા,તાલુકામાં વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. અને વાવાઝોડું કચ્છ-સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ગુરૂવાર સાંજ સુધીમાં ટકરાશે તેની સાથે જ ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. દરમિયાન બુધવારે સવારે પુરા થતાં છેલ્લા 36 કલાકમાં સૌરાષ્ટ્રમાં વરસાદે તોફાની બેટિંગ કરતાં ભર […]

વાવાઝોડાની અસરઃ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, ખંભાલીયમાં 5 ઈંચ વરસાદ

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાને પગલે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે 24 કલાકમાં લગભગ 95 જેટલા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરમિયાન ખંભાળિયામાં 4 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાની શકયતાને પગલે દરિયાકાંઠા નજીકના વિસ્તારમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગુજરાત તરફ બિપરજોય વાવાઝોડું નજીક આવતું જઈ રહ્યું છે તેમ […]

ચક્રવાત બિપરજૉયનો સામનો કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર શક્ય તમામ વ્યવસ્થાઓ કરી રહી છેઃ ડો. માંડવિયા

અમદાવાદઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કચ્છમાં ચક્રવાત ‘બિપરજૉય’નો સામનો કરવાની વહીવટી તંત્રએ તૈયારીનાં ભાગરૂપે લીધેલા વિવિધ પગલાંઓની સમીક્ષા કરી હતી. “અતિ તીવ્ર ચક્રવાતી તોફાન” તરીકે વર્ગીકૃત ચક્રવાત બિપરજૉય આવતીકાલે 15 જૂનનાં રોજ ગુજરાતનાં દરિયાકિનારા પર પહોંચશે કે ત્રાટકશે તેવી શક્યતા છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ખાતરી આપી હતી કે, “ચક્રવાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code