1. Home
  2. Tag "gujarat"

અમદાાદઃ અમિત શાહ 800 કરોડના પ્રોજેક્ટોનું લોકાર્પણ-ખાતમુર્હૂત કરશે

દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ 800 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તેમણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલિસીંગના કેમ્પસનો શિલાન્યાસ કર્યો હતો. શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું કે દેશની સુરક્ષાનું અધ્યયન કરનારા લોકો પણ સ્વીકારે છે કે મોદી પ્રધાનમંત્રી બન્યા તે […]

આવતીકાલે ગુજરાતનો ડિસ્ટ્રિક્ટ ગૂડ ગવર્નન્સ ઇન્ડેક્સ” જાહેર થશે

અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 21 મે, 2023ના રોજ ગુજરાતનાં નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે ગુજરાતનો પ્રથમ “ડિસ્ટ્રિક્ટ ગૂડ ગવર્નન્સ ઇન્ડેક્સ” (જિલ્લા સુશાસન સૂચકાંક) જાહેર કરશે. આ સૂચકાંક ગુજરાત સરકારે ભારત સરકારના વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ નિવારણ વિભાગ (DARPG) સાથે તૈયાર કર્યો છે, જેમાં નૉલેજ પાર્ટનર તરીકે હૈદરાબાદની સેન્ટર ફોર ગૂડ ગવર્નન્સ સંસ્થાએ કામ કર્યું છે. આ સૂચકાંક અહેવાલ […]

G-20 દેશોના 35 પ્રતિનિધિઓએ ગીર સફારી પાર્કની મુલાકાત લીધી

અમદાવાદ: ભારત આ વર્ષે G-20 નું પ્રતિનિધિત્વ  કરી રહ્યું છે અને દેશ વિદેશના લોકો એના ભાગરૂપે ભારતની મુલાકાત લઇ રહ્યા છે એવામાં અનેક ફોરેન ડેલીગેટ્સ જે ભારતની મુલાકાતે આવ્યા હતા, તેમણે હાલમાં જ ગુજરાતના ગીર સફારી પાર્કની પણ મુલાકાત લીધી. G-20ના ડેલીગેટ્સે એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસ સ્થાન એવા ગીર ખાતેના દેવળીયા સફારી પાર્કમાં પ્રકૃતિના ખોળે […]

ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો,અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધારે ગરમી

ગાંધીનગર: અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં આજે એક દિવસમાં અડધાથી બે ડિગ્રી જેટલો પારો ઉચકાતાં ગરમીનું જોર વધ્યું છે. હવામાન ખાતા દ્વારા જાહેર કરાતી વિગતો મુજબ ગુરુવારના રોજ ડીસામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે વધીને 40.8 ડિગ્રી થયું. આવી જ રીતે ભુજમાં 37.6 ડિગ્રી નોંધાયું હતું જે વધીને 40.1 ડિગ્રી થયુ. અમદાવાદમાં 41.5 ડિગ્રીથી […]

ગુજરાતમાં દસ્તાવેજ નોંધણી કચેરીઓના 204 જેટલાં કારકૂનોની સાગમટે બદલીઓ કરાઈ

ગાંધીનગરઃ ગુજરાતમાં દસ્તાવેજ નોંધણી કચેરીઓમાં વર્ષોથી એક જ જગ્યા પર કામ કરતા 204 જેટલા કારકૂનોની સાગમટે બદલીઓ કરવામાં આવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. કહેવાય છે. કે, કેટલાક કારકૂનોની ગેરરીતિથી લઈને અનેક ફરિયાદો મળી હતી. તેથી સાગમટે બદલીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં તમામ શહેરોમાં દસ્તાવેજ નોંધણી કચેરીઓમાં કામ કરતા 204 જેટલા […]

ESI ના મહત્તમ પગારની મર્યાદા રૂ. 21 હજારથી વધારીને રૂ. 30 હજાર કરવા માંગણી

અમદાવાદઃ કર્મચારી રાજ્ય વીમા નિગમના પ્રાદેશિક બોર્ડની 90મી બેઠક તાપી હોલ, સ્વર્ણિમ સંકુલ-1, સચિવાલય, ગાંધીનગર ખાતે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાઈ ગઈ હતી. આ પ્રાદેશિક બોર્ડની બેઠકને સંબોધતા બળવંતસિંહ રાજપૂતએ દરેકને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલ મંત્રી ‘શ્રમ જયતે’ તેમજ ‘શ્રમ એ જ સેવા’ને અનુસરવાની અપીલ કરી હતી. તેમણે […]

ગુજરાતમાં BS-6 એન્જિનના વાહનોમાં હવે બહારથી CNG કિટ નંખાવી શકાશે, સરકારે આપી મંજુરી

અમદાવાદઃ ગુજરાતમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ મોટો વધારો થઈ રહ્યો છે. પહેલા પોતાની પાસે કાર હોય તો સ્ટેટ્સ ગણાતું હતું પરંતુ હવે તો જરૂરિયાત બની ગઈ છે. પબ્લીક ટ્રાન્સપોર્ટની સુવિધા પુરતી ન હોવાથી હવે મોટાભાગના લોકો કાર ખરીદી રહ્યા છે. એમાં બેન્કો પણ સરળતાથી લોન આપતી હોવાથી મધ્યમ વર્ગના મોટાભાગના પરિવારો પાસે કાર […]

ગુજરાત સરકારની વર્ગ-3ની ભરતી પરીક્ષામાં હવે નવા નિયમો, કમ્પ્યુટર ટેસ્ટ લેવાશે નહીં

અમદાવાદ: રાજ્ય સરકારે સરકારી ભરતી માટેની પરીક્ષા વર્ગ ૩ માટે નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં ઉમેદવારોએ માત્ર પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા જ આપવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા જે કમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવતી હતી. હવે તે લેવામાં આવશે નહી. રાજ્ય સરકારે વર્ગ-3 ની ભરતી માટે નિયમોમાં મહત્વના સુધારા કરાયા છે. હવે વર્ગ-3ની ભરતીમાં  […]

રાજ્યમાં આગામી ચાર દિવસ હિટવેવમાં રાહત

અમદાવાદ: બદલાતા મોસમમાં ક્યારે ગરમી હોય છે તો ક્યારે વરસાદ પડતો હોવાથી વાતાવરણનું અનુમાન કરવું મુશ્કેલ બન્યું છે. ગરમીની ઋતુ હોવા છતાં ધણી જગ્યાએ વરસાદ નું વાતાવરણ જોવા મળ્યું છે. જયારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા નહિવત છે. અને ગરમી વધવાના પણ કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. ગુજરાત રાજ્ય […]

ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર મેંગોના રિસર્ચ સેન્ટરએ કેરીને સાચવવા નવી ટેકનોલોજી વિકસાવી

અમદાવાદ: ગીરની કેસર કેરી વિશ્વ વિખ્યાત છે. કેસર કેરીની માવજત પણ જરૂરી છે. તાલાળા ખાતે ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર મેંગોના રિસર્ચ સેન્ટર ખાતે કેસર કેરીમાં રોગ ન લાગે તે માટે સરળ તેમજ સસ્તી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે.આ ટેક્નિક મુજબ કેસર કેરી જ્યારે નાની ખાખડી સ્વરૂપે હોય અને ઈંડા આકારની બને ત્યારથી જ કેરીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code