1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં જાન્યુઆરી-2024માં વાયબ્રન્ટ સમિટ યોજાશે, રોકાણો મેળવવા વિદેશોમાં રોડ શો કરાશે

અમદાવાદ: ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન ગણાય છે. ગુજરાતમાં છેલ્લા બે દાયકા દરમિયાન નવા અનેક રોકાણો થયા છે. તેના લીધે રોજગારી પણ વધી છે. દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ રોકાણ કરવા માટે ગુજરાત તરફ આકર્ષાય તે માટે દર બે-ત્રણ વર્ષે વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવે છે, જોકે કોરોના કાળને કારણે છેલ્લા 5 વર્ષથી વાયબ્રન્ટ સમિટનું આયોજન કરી શકાયું […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જિલ્લા પંચાયતના પ્રમુખોના પગારમાં તોતિંગ વધારો કરાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં જિલ્લા પંચાયતોના પ્રમુખોના માનદ વેતનમાં વધારો કરવાની માગ તો છેલ્લા ઘણા મહિનાઓથી ચાવલી રહી છે. મોટા ભાગની જિલ્લા પંચાતયોમાં ભાજપનું શાસન છે. અને હવે નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની છે. ત્યારે જિલ્લા પ્રમુખોએ જમીનોની એનએની પુનઃ સત્તા આપવા અને માનદ વેતનમાં વદારો કરવાની માગ કરી છે. જોકે સરકાર દ્વારા હવે જિલ્લા […]

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, હજુ પાંચ દિવસ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં ફાગણ અને ચૈત્ર મહિનો વિત્યા બાદ હવે ઉનાળો એકરો બની રહ્યો છે. અને સોમવારે તાપમાનનો પારો 42 ડિગ્રી નજીક પહોંચી ગયા બાદ આજે મંગળવારે કાળઝાળ ગરમીનો કહેર યથાવત રહ્યો હતો. દરમિયાન ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી છે, કે હજુ પાંચ દિવસ ગરમીમાં રાહત મળવાની કોઈ જ શક્યતા નથી.ઉલ્ટાનું તાપમાન 42 ડિગ્રીને વટાલી જશે. […]

ગુજરાતમાં સરકારી ઈજનેરી કોલેજોમાં અનેક જગ્યાઓ ખાલી, અધ્યાપકો પર વધતું કામનું ભારણ

અમદાવાદઃ રાજ્યની સરકારી ડિગ્રી ઇજનેરી કોલેજોમાં અધ્યાપકો સહિત  બિનશૈક્ષણિક સ્ટાફની અનેક જગ્યાઓ ખાલી છે. તેના લીધે અધ્યાપકો અને કોલેજ કર્મચારીઓ પર કામનું ભારણ વધતું જાય છે. ઈજનેરી  કોલેજોમાં અધ્યાપકોને કરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ ક્લાસ-1 અને ક્લાસ-2માં બઢતીનો લાભ અપાયો નથી. ઉપરાંત કોલેજોના અધ્યાપકોની બદલી, અધ્યાપકોની વિવિધ કોલેજોમાં આપેલી એડહોક સેવાને સળંગ ગણવી સહિતના પડતર પ્રશ્નોનો […]

ગુજરાતમાં બિન અનામત આયોગે વિદેશ અભ્યાસ માટે 9226 વિદ્યાર્થીઓને 1384 કરોડની લોન આપી

ગાંધીનગરઃ ગુજરાતમાં પાટિદાર અનામત આંદોલનને લીધે રાજ્ય સરકારે સવર્ણ સમાજના બ્રાહ્મણ, પટેલ, ક્ષત્રિય સહિતના જનરલ કેટેગરીના આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે બિન આર્થિક અનામત આયોગની રચના કરી હતી. આ આયોગ દ્વારા આર્થિકરીતે નબળા વર્ગના લોકોના બાળકોને અભ્યાસ માટે લોન પણ આપવામાં આવે છે. પોણા બે વર્ષમાં 9226 વિદ્યાર્થીઓને 1384 કરોડની વિદેશમાં ભણવા જવા માટેની […]

રાજ્યભરમાં ટેટ-1 શાંતિપૂર્ણ લેવાયા બાદ હવે રવિવારે ટેટ-2ની પરીક્ષા લેવાશે,

અમદાવાદઃ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની ભરતી માટે ટેટે-1ના મેરીટને ધ્યાનમાં લેવાતું હોય છે. જ્યારે અપર પ્રાથમિક શાળાઓ માટે વિદ્યાસહાયકોની ભરતી માટે ટેટ-2ના મેરીટ ધ્યાનમાં લેવામાં આવે છે. ગત રવિવારે રાજ્યભરના કેન્દ્રો પર ટેટ-1 (ટિચર એલિજીબિટી ટેસ્ટ)ની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. હવે આવતા રવિવારે રાજ્યભરના કેન્દ્રો પર ટેટ-2ની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટેની તૈયારીઓ […]

ગુજરાતમાં આ સપ્તાહમાં ગરમી કહેર વર્તાવશે, તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવી જશે

અમદાવાદ: ગુજરાતમાં ઉનાળાના બે મહિના વિતી ગયા, ફાગણ અને ચૈત્ર મહિનામાં એકંદરે માવઠાભર્યું વાતાવરણને કારણે અસહ્ય ગરમી વેઠવી પડી નથી પણ હવે ક્રમશઃ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આગામી સપ્તાહમાં એટલે કે કાલે સોમવારથી શનિવાર સુધી તાપમાનમાં વધારો થશે. અને તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે. અમદાવાદમાં મ્યુનિ,કોર્પોરેશન દ્વારા કાલથી બે દિવસ […]

ગુજરાતમાં ગ્રાહકોને સુવિધા આપવામાં બિલ્ડર્સ લાપરવાહ, રેરાને 5 વર્ષમાં 2000 ફરિયાદો મળી

અમદાવાદઃ રાજ્યમાં તમામ મહાનગરોમાં વસતી વધારા સાથે તેનો વ્યાપ પણ વધતો જાય છે. શહેરમાં દરેક વ્યક્તિ પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સેવતા હોય છે. અને એટલે જ પ્રોપર્ટીના ભાવ તોતિંગ છે. બિલ્ડર્સ ગ્રાહકોને આકર્ષવા માટે અનેક તરકીબો અપનાવતા હોય છે. ત્યારે ઘણી વાર ગ્રાહકો પણ બિલ્ડર્સના કહેવા મુજબની યોગ્ય સુવિધા ન મળતા પાછળથી પસ્તાતા હોય છે. […]

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો,સુરત AAPના વધુ 6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા

અમદાવાદ: ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. શુક્રવારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આમ આદમી પાર્ટી (AAP)ના કુલ 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા પાર્ટીના કાર્યકર્તાએ કહ્યું કે સ્વાતિબેન ક્યાડા, નિરાલીબેન પટેલ, ધર્મેન્દ્રભાઈ વાવલિયા, અશોકભાઈ ધામી, કિરણ ખોખાણી, ઘનશ્યામભાઈ મકવાણા ભાજપમાં જોડાયા છે.અગાઉ આમ આદમી પાર્ટીના ચાર કોર્પોરેટરો રીટા ખૈની, જ્યોતિ લાઠીયા, ભાવના સોલંકી […]

ગુજરાતમાં 70 ટકા મેડિકલ સ્ટોર્સ ગેરકાયદે ચાલતા હોવાથી પરવાના રદ કરવા ફાર્માસિસ્ટ એસોની માગ

ગાંધીનગરઃ રાજ્યમાં તમામ દવાની દુકાનો પર યાને મેડિકલ સ્ટોર્સ પર ફાર્માસિસ્ટ ફરજિયાત હોવા જોઈએ. સરકાર દ્વારા પણ જે ફર્માસિસ્ટ હોય તેને જ મેડિકલ સ્ટોર્સ ચલાવવાનું લાયસન્સ આપવામાં આવતું હોય છે. પરંતુ આ નિયમોનું પાલન યોગ્ય રીતે થતું નથી. રાજ્યના 70 ટકા મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર ચાલતા હોવાનો ગુજરાત ફાર્માસિસ્ટ એસોએ આક્ષેપ કર્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code