1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં 16મી એપ્રિલે પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માટેની ટેટ-1 પરીક્ષા લેવાશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક શાલાઓમાં શિક્ષક બનવા માટેની ટેટ-1ની પરીક્ષા આગામી તા.16મીને રવિવારે યોજાસે. જ્યારે ટેટ-2ની પરીક્ષા આગમી તા.23મીને રવિવારે યોજાશે, ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા આ બન્ને પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટેટ-1ની પરીક્ષા માટે  87 હજાર જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે ટેટ-2ની પરીક્ષા માટે 2.72 લાખ જેટલા ઉમેદવારો નોંધાયા હતા. આ પરીક્ષામાં મેળવેલા […]

રાજ્યના તમામ તાલુકામાં રમત ગમતના 10 મેદાન બનાવાશે

અમદાવાદઃ ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારીઓ અને નિયામક જિલ્લા ગ્રામ વિકાસ અધિકારશ્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.  ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે બેઠકના અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું કે, ગ્રામજનોનો સર્વાંગી વિકાસ થાય એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. ગ્રામજનોનું જીવનધોરણ સુધારવા તથા વિકાસ કાર્યોમાં તેમને અસરકારક રીતે સામેલ કરવા માટેની […]

ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 1લી મેથી 35 દિવસનું ઉનાળુ વેકેશન

અમદાવાદઃ ગુજરાતમાં તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાળ અધ્યાપન મંદિરો, તેમજ સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં તા.01-05-2023થી તા.04-06-2023 સુધી 35 દિવસના ઉનાલું વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઉનાળુ વેકેશન જાહેર કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ બહારગામ પ્રવાસે જવાનો કાર્યક્રમ નક્કી કરી શકશે.  તા,5મી જુને શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ જશે. રાજ્યના […]

ગુજરાતમાં જંત્રીના દરમાં ડબલ વધારાને લીધે સોસાયટીઓના રિ-ડેવલપમેન્ટના કામો અટકી જશે

અમદાવાદઃ ગુજરાતમાં બે દિવસ બાદ એટલે કે 15મી એપ્રિલથી નવી જંત્રીનો અમલ શરૂ થઈ જશે. નવી જંત્રીના દર ડબલ કરાતા સરકારની આવકમાં મોટો વધારો થશે. બીજીબાજુ જમીન અને મકાનોના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે. અમદાવાદ સહિત મહાનગરોમાં વર્ષો જુની સોસાયટીઓની રિ-ડેવલોપની પ્રકિયા ચાલી રહી છે. આવી હજારો સોસાયટીના કામો પર નવી જંત્રીને લીધે અસર […]

રાજ્યના 207 જળાશયોમાં 53 ટકા જળસંગ્રહ 

ઉનાળામાં રાજ્યના નાગરિકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલા આયોજન સંદર્ભે વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, ઉનાળાને ધ્યાને લઇ ચાલુ વર્ષે કુલ ૧૩ જિલ્લાઓમાં ૩૨૫ નવીન ટ્યુબવેલ સારવામાં આવી છે તેમજ ૪૩૨ નવીન મીની યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં જરૂરિયાત જણાશે તો […]

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે, સરેરાશ ઓછો વરસાદ પડશેઃ હવામાન વિભાગ

અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યું હતું અને હજુ પણ વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેની ચર્ચા જાગી છે. એમાં પણ મતમતાંતરો જોવા મળી રહ્યા છે. જોકે જુદા જુદા હવામાન શાસ્ત્રીઓ એક બાબત પણ સંમત છે. કે, વર્તારો જોતા આ વખતે ચોમાસું ધાર્યા કરતા નબળું રહેશે. જ્યારે […]

ગુજરાતમાં બે વર્ષમાં સિંહ અને દીપડાના હુમલામાં 34 લોકોએ જીવ ગુમાવ્યાં, વળતર ચુકવાયું

અમદાવાદઃ  ગુજરાતમાં સિંહ અને દીપડાની વસતી વધતી જાય છે. બીજીબાજુ ફોરેસ્ટ વિસ્તારમાં ઘટાડો થઈ રહ્યો છે. એટલે ગીરના જંગલમાંથી વનરાજોએ હવે રેવન્યુ વિસ્તારમાં આવીને વસવાટ શરૂ કર્યો છે. સિંહ શિકારની શોધમાં હવે ગીર વિસ્તારોના ગાંમડાઓ જ નહીં પણ છેક રાજકોટના પાદર સુધી આવી ગયા છે.  સાથે દીપડાઓની વસતીમાં વધારો થયો છે. દીપડા માત્ર ગીરના જંગલ […]

ગુજરાત દેશમાં પ્રાકૃતિક કૃષિનું રોલ મોડેલ બનશે: આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે અમને જવાબદારી સોંપી છે. અમે અમારી જવાબદારી સમજીને ગુજરાત રાજયને દેશમાં પ્રાકૃતિક કૃષિનું રોલ મોડેલ બનાવવાનો નિર્ધાર કર્યો છે એમ રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું. છોટાઉદેપુર જીલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજીત પ્રાકૃતિક કૃષિ અંગેના પરિસંવાદમાં ઉપસ્થિત ખેડૂતોને […]

ગુજરાતના દરિયા કાંઠે સુરક્ષા એજન્સીઓ દ્વારા ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ

પોરબંદરઃ ગુજરાતમાં 1600 કિ.મીનો સાગર કાંઠો સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનો બન્યો છે. કચ્છથી વલસાડની દરિયાઇ સીમા પર  સુરક્ષા એજન્સીઓએ બે દિવસની ‘ઓપરેશન સાગર સુરક્ષા કવચ’ કવાયત શરૂ કરી છે. જેમાં 12 જિલ્લાના સાગકરકાંઠાને આવરી  લેવામાં આવ્યા છે. નેવી, કોસ્ટગાર્ડ, કસ્ટમ, જીએમબી, ફિશરીસ, મરીન પોલીસ, ઈંઇ,રો, પોલીસ સહિતની એજન્સીઓ આ ઓપરેશનમાં જોડાઇ છે. દરિયાની અંદર, દરિયા કાંઠે, તેમજ […]

ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે તાપમાનમાં થયો એકાએક વધારો, અમદાવાદમાં 41 ડિગ્રીથી વધુ

અમદાવાદઃ ગુજરાતમાં ફાગણ અને ચૈત્ર મહિના દરમિયાન વાતાવરણમાં સમયાંતરે પલટો આવ્યો હતો. અને કેટલાક વિસ્તારોમાં તો ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો હતો. હવે છેલ્લા બે દિવસથી તાપમાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. સોમવારે 17 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યા બાદ આજે તાપમાનમાં સરેરાશ એકથી બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અમદાવાદમાં પણ તામપાન 41 ડિગ્રી વટાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code