1. Home
  2. ગુજરાતી
  3. T20 વર્લ્ડ કપ 2026ના હીરો સંજુને ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ
T20 વર્લ્ડ કપ 2026ના હીરો સંજુને ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ

T20 વર્લ્ડ કપ 2026ના હીરો સંજુને ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ

0
Social Share

દુબઈ, 14 એપ્રિલ 2026: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલએ માર્ચ મહિના માટેના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓના નામની જાહેરાત કરી દીધી છે. ભારતને તાજેતરમાં જ ટી20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્ટાર બેટ્સમેન સંજુ સેમસનને માર્ચ મહિનાનો ‘પ્લેયર ઓફ ધ મંથ’ જાહેર કરવામાં આવ્યો છે. મહિલા વર્ગમાં ન્યૂઝીલેન્ડની ઓલરાઉન્ડર અમેલિયા કરને આ સન્માન મળ્યું છે.

સંજુ સેમસને ટી 20 વર્લ્ડ કપ 2026માં બેટ વડે તરખાટ મચાવ્યો હતો. ટૂર્નામેન્ટની શરૂઆતમાં પ્લેઈંગ ઈલેવનની બહાર રહ્યા બાદ, તેણે સુપર-8માં મળેલા મોકાને બંને હાથે ઝડપી લીધો હતો. સેમસન આ ટૂર્નામેન્ટમાં ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ પણ રહ્યો હતો. માર્ચ મહિનામાં રમાયેલી ત્રણ મહત્વની મેચોમાં તેણે 137.50ની સરેરાશ અને 199.27ના સ્ટ્રાઈક રેટથી કુલ 275 રન ફટકાર્યા હતા.

ટી-20 વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં સંજુએ 97 રન ફટકાર્યાં હતા. આવી જ રીતે વાનખેડે ખાતે ઈંગ્લેન્ડ સામેની મેચમાં 89 રન બનાવ્યાં હતા. જ્યારે ફાઈનલમાં 89 રનની આક્રમ ઈનિંગ રમી હતી. હાલ આઈપીએલ 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહેલા સંજુએ આ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, “આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ બનવું મારા માટે ખૂબ જ ખાસ છે. વર્લ્ડ કપ જીતવામાં યોગદાન આપવું એ મારું સપનું હતું. હું મારા સાથી ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફનો આભાર માનું છું જેમણે મારા પર ભરોસો મૂક્યો.”

સંજુ સેમસન આ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય (છેલ્લા 5 મહિનામાં) બન્યો છે. રસપ્રદ વાત એ છે કે છેલ્લા પાંચ મહિનાથી દર વખતે અલગ-અલગ દેશના ખેલાડીઓ આ એવોર્ડ જીતી રહ્યા છે, જેમાં સાયમન હાર્મર (દક્ષિણ આફ્રિકા), મિચેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા), ડેરીલ મિચેલ (ન્યૂઝીલેન્ડ) અને સાહિબઝાદા ફરહાન (પાકિસ્તાન)નો સમાવેશ થાય છે. ન્યૂઝીલેન્ડની અમેલિયા કરને મહિલા વર્ગમાં આ એવોર્ડ મળ્યો છે. તેણે માર્ચ મહિનામાં ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણીમાં બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમને જીત અપાવી હતી.

આ પણ વાંચોઃ મુંબઈઃ લાઈવ કોન્સર્ટ બાદ બે વિદ્યાર્થીઓના મોત, ડ્રગ્સ ઓવરડોઝની આશંકા

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code