1. Home
  2. Tag "gujarat"

ગુજરાતના 400થી વધુ માછીમારો પાકિસ્તાની જેલમાં સબડી રહ્યા છે, તેના પરિવારોની કફોડી હાલત

વેરાવળઃ ગુજરાતના 400થી વધુ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. ત્યારે માછીમારોના પરિવારો વર્ષોથી તેમની રાહ જોઈ રહ્યા છે. પરિવારની આજીવિકાના પ્રશ્નો પણ ઊભા થયા છે. ત્યારે સરકારે પણ રાજદ્વારી વાટાઘાટો શરૂ કરીને પાકિસ્તાન જેલમાં બંધ માછીમારીની મુક્તિ માટેના પ્રયાસો કરવા જોઈએ એવી માછીમારોના પરિવારોમાં લાગણી ઊઠી છે.  ગીરસમોમનાથ જિલ્લાના ઊના તાલુકાના દાંડી ગામના 29 જેટલા […]

ગુજરાતમાં ફરીથી માવઠાનું સંકટ, તા. 12થી 14 સુધી કમોસમી વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે માર્ચ મહિનામાં પણ એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદનું સંકટ યથાવત રહ્યું છે. માર્ચ મહિનામાં રાજ્યમાં લગભગ ત્રણેકવાર કમોસમી વરસાદ વરસ્યો હતો. એટલું જ નહીં તાજેતરમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારમાં માવઠું પડ્યું હતું. દરમિયાન આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતો ફરી એકવાર ચિંતામાં ગરકાવ […]

ગુજરાતમાં 25મી એપ્રિલે કોંગ્રેસ દ્વારા તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓનો ઘેરાવ કરાશે

અમદાવાદઃ  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું સાંસદપદ આંચકી લેવાના મામલે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા આગામી તા. 25મી એપ્રિલે રાજ્યની તમામ કલેક્ટર કચેરીઓ પર ધરણાં કરીને આવેદનપત્ર આપવામાં આવશે.  એક તરફ ભાજપ 6થી 14 એપ્રિલ સુધી સ્થાપના દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીનું સંસદપદ ગુમાવવાના વિરોધમાં રાજ્યભરમાં સરકાર વિરોધી કાર્યક્રમો કરવામાં […]

ગુજરાતમાં વાહનોની સંખ્યામાં વધારો, દર બીજી વ્યક્તિ પાસે પોતાનું ખાનગી વાહન છે

અમદાવાદઃ ગુજરાતમાં વધતી જતી વસતી સાથે વાહનોની સંખ્યામાં પણ ખૂબ મોટો વધારો થયો છે. તેના કારણે ટ્રાફિકના વિટક પ્રશ્નો સર્જાયા છે. ગુજરાત સરકારે ખાનગી વાહનોની સંખ્યા ઘટાડવા માટે જાહેર પરિવહન સેવામાં પણ વધારો કર્યો છે. તેમ છતાં નાના-મોટા શહેરોમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોમાં ખૂબ વધારો થયો છે. વધતા જતાં વાહનોની સંખ્યાને કારણે પર્યાવરણિય […]

ખેડૂતોને માવઠાંથી થયેલા નુકશાની અંગે વળતરની ટૂક સમયમાં જાહેરાત કરાશેઃ કૃષિમંત્રી

અમદાવાદઃ રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાન થયું છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોને થયેલા નુકશાની અંગે સરકાર દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યના 15 જિલ્લાના ખેડૂતોને માવઠાને પગલે ખેડૂતોને નુકશાન થયાનું સામે આવ્યું છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા આગામી દિવસોમાં ખેડૂતોના કમોસમી વરસાદને પગલે થયેલા નુકશાની અંગે […]

ગુજરાતમાં આગામી 30મી એપ્રિલે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજવાનું આયોજન

અમદાવાદઃ રાજ્યમાં આવતીકાલે રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. નવ લાખથી વધારે ઉમેદવારો આવતીકાલે પરીક્ષા આપશે. દરમિયાન તલાટી કમ મંત્રીની પરીક્ષા તા. 30ના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની તૈયારીઓ શરૂ કરીને ઉચ્ચ અધિકારીઓને જરુરી સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. આવતીકાલે રવિવારે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આગામી જૂન મહિનામાં પરિણામ જાહેર કરવામાં […]

ગુજરાતઃ 9.58 લાખ ઉમેદવારો રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે

અમદાવાદઃ રાજ્યમાં સરકારી ભરતીની પ્રક્રિયાને લઈને વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, એટલું જ નહીં સરકારી ભરતીની પરીક્ષાના પેપર લીકના બનાવોને અટકાવવા માટે સરકારે આકરા કાયદા બનાવ્યાં છે. દરમિયાન આવતીકાલે સમગ્ર રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. રાજ્યભરમાંથી 9.58 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના 3 હજાર કેન્દ્રો પર ઉમેદવારો પરીક્ષા આપશે. પેપર લીકના આકરા કાયદા બાદ આવતીકાલે […]

ગુજરાતમાં કોરોનાની સંભવિત સ્થિતિ સામે તૈયારીની સમીક્ષા કરવા હોસ્પિટલોમાં બે દિવસ મોકડ્રીલ યોજાશે

અમદાવાદ:  દેશ અને ગુજરાતમાં છેલ્લા એક-દોઢ મહિનાથી કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે  કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોના અંગે  આરોગ્ય મંત્રીઓની વર્ચુઅલી બેઠક યોજી હતી. તેમણે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને આરોગ્ય સચિવ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ જોડાયા હતા. આ બેઠકમાં હોસ્પિટલોમાં ટેસ્ટિંગ અને મોકડ્રીલ અંગે ચર્ચા થઇ હતી. […]

ગુજરાતમાં નવી જંત્રીના અમલ પહેલા દસ્તાવેજ માટે ધસારો, પણ સર્વરની સમસ્યા પરેશાન કરે છે

અમદાવાદઃ ગુજરાતમાં આગમી તા. 15મી એપ્રિલથી જંત્રીના દરમાં ડબલ વધારો થઈ જશે. તેના લીધે બિલ્ડરોથી લઈને પ્રોપર્ટીધારકો જમીનો અને મકાનોના દસ્તાવેજ કરાવવા માટે રજિસ્ટ્રારની કચેરીઓમાં લાઈનો લગાવી રહ્યા છે. દરમિયાન ટોકન સિસ્ટમ અમલી બનાવીને નિયત સંખ્યામાં અરજદારોને બોલાવવામાં આવી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ઓનલાઈન નોંધણી માટેનું સર્વર વારંવાર ઠપ થઈ જતું હોવાથી અરજદારો […]

ગુજરાતમાં વાદળછાંયા વાતાવરણ બાદ હવે બે દિવસમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચશે

અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાનો પ્રારંભ થયાને દોઢ મહિનો વિતિ ગયો છે. ત્યારે બેઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ફરીવાર આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દરમિયાન કેટલાક વિસ્તારમાં હવામાન વિભાગે માવઠાની આગાહી પણ કરી છે. જ્યારે બે દિવસ બાદ એટલે 9મી એપ્રિલથી ફરી આકરા ઉનાળાનો અનુભવ થવા લાગશે. એટલે કે તાપમાનને પારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code