1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં આજે કુલ 938 ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાયા
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં આજે કુલ 938 ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાયા

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં આજે કુલ 938 ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાયા

0
Social Share

ગાંધીનગર, 15 એપ્રિલ 2026: A total of 938 candidates’ forms were withdrawn  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની તા.26મી એપ્રિલે યોજાનારી ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના આજે છેલ્લા દિવસે કૂલ 938 ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાયા છે. ફોર્મ પરત ખેચવામાં સત્તાધારી પક્ષ દ્વારા દબાણના પ્રયાસો કરાયાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો, કોંગ્રેસે તેના ઉમેદવારો ફોર્મ પરત ખેંચે નહીં તે માટે છેલ્લી ઘડી સુધી મરણિયા પ્રયાસો કર્યા હતા. હવે આવતી કાલથી જે ઉમેદવારો મેદાનમાં છે તેમના દ્વારા પ્રચાર કાર્યમાં વેગ આવશે.

 રાજ્યમાં આગામી 26 એપ્રિલ, 2026ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે આ ચૂંટણીમાં શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, જો કે પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના નામ છેલ્લી ઘડી સુધી જાહેર નહોતા કરવામાં આવ્યા ત્યારે શુક્રવાર મોડી રાત્રે તેમજ ડાયરેક્ટ મેન્ડેટ આપેલા ઉમેદવારો આખરી દિવસે ફોર્મ ભરવા માટે આવતા ખૂબ ભીડ પણ જામી હતી. આ સાથે જ ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 15 એપ્રિલ અને સમય બપોરે 3 વાગ્યા સુધીનો હતો. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 938 ફોર્મ પરત ખેંચાયા છે.

 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચાવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જેમાં મહાનગરપાલિકામાં 70 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે, નગરપાલિકામાં 188 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે, જિલ્લા પંચાયતમાં 141 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે અને તાલુકા પંચાયતમાં 535 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે.

રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 260 તાલુકા પંચાયતો અને 34 જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ અને 11 નગરપાલિકાઓની ખાલી પડેલી 13 બેઠકોની પેટાચૂંટણી તા.26મી એપ્રિલે યોજાશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code