1. Home
  2. revoinews
  3. કેરી કેમિકલથી પકાવેલી છે કે કુદરતી રીતે પાકેલી છે એ કેવી રીતે જાણશો? જુઓ Video
કેરી કેમિકલથી પકાવેલી છે કે કુદરતી રીતે પાકેલી છે એ કેવી રીતે જાણશો? જુઓ Video

કેરી કેમિકલથી પકાવેલી છે કે કુદરતી રીતે પાકેલી છે એ કેવી રીતે જાણશો? જુઓ Video

0
Social Share

રિવોઈ ન્યૂઝ, 15 એપ્રિલ, 2026 – કેરી કેમિકલથી પકાવેલી છે કે કુદરતી રીતે પાકેલી છે એ કેવી રીતે જાણવું, એ પ્રશ્ન દર વર્ષે ઉનાળામાં ગુજરાતીઓને – ખાસ કરીને ગૃહિણીઓને સતાવતો હોય છે. અપ્રામાણિક વેપારીઓ, અપ્રામાણિક દલાલો ગમે તેમ કરીને કેરી વેચી દેવા માટે કેમિકલથી પકાવે છે એ વાત ઘણા દાયકાથી આપણે જાણીએ છીએ.

થોડા રૂપિયાની લાલચમાં માણસોનું અમૂલ્ય જીવન દાવ ઉપર મૂકી દેતા અપ્રામાણિક લોકોને કારણે પ્રતિવર્ષ અનેક લોકો જાતજાતના રોગમાં સપડાય છે અને કેટલાક તો કેન્સર જેવી જીવલેણ બીમારીનો ભોગ બને છે.

આ પણ વાંચોઃ જુઓ VIDEO: ઉત્તરપ્રદેશમાં બે દિવસમાં મહિલાઓ સહિત 10,000થી વધુ દલિતોએ જનોઈ ધારણ કરી

ખોરાકમાં ભેળસેળની બદ-દાનત માત્ર કેરી પૂરતી સીમિત નથી પરંતુ તરબુચ, દ્રાક્ષ, કેળા જેવાં ફળફળાદીમાં ફેળસેળ અને કેમિકલનો બેફામ ઉપયોગ થાય છે. આ એક પ્રકારની હત્યા ગણાય તેવો અપરાધ છે છતાં કેમિકલ ફેળવનારા અપરાધીઓ પકડાતા નથી. સરફરજનને તાજા અને ચમકતાં બતાવવા તેના ઉપર વેક્સ લગાવવાનો અપરાધ પણ બદમાશો કરતા હોવાનું હવે સૌ જાણે છે.

આ સંજોગોમાં કેટલાક જાણકાર લોકો, કેટલાક ડૉક્ટરો પોતાની સામાજિક જવાબદારી નિભાવીને આપણને ભેળસેળના પ્રકાર, કેમિકલનો ઉપયોગ અને તેમાંથી બચવાના ઉપાય બતાવતા રહે છે.

આવો જ એક વીડિયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં ડૉક્ટર જેવા દેખાતા એક વ્યક્તિ કેરી પકવવા માટે કયા કેમિકલનો ઉપયોગ થયો હોઈ શકે અને તેનાથી કેરી ઉપર કેવી અસર દેખાય અને આપણે તે કેવી રીતે ઓળખી શકીએ તેની જાણકારી આપે છે. (જુઓ વીડિયો)

એ જ રીતે અન્ય એક જાણકાર નાગરિકે એક કહેવાતા લોકપ્રિય શરબત વિશે સંશોધન કરીને સૌને જણાવ્યું કે, આ શરબતમાં ખાંડ અને પાણી સિવાય કશું નથી. (જુઓ વીડિયો)

અન્ય એક જાગૃત નાગરિકે તરબુચ વિશે પણ વીડિયો બનાવીને કહ્યું હતું કે, તરબુચને ખોલ્યા પછી વિનેગરવાળું રૂ તેની અંદરના લાલ ભાગ ઉપર ફેરવવામાં આવે તો તેના આધારે તેમાં કેમિકલ રંગ છે કે નહીં તે જાણી શકાય છે. એ વ્યક્તિએ વીડિયોમાં પ્રયોગ બતાવ્યો હતો કે, વિનનેગર વાળું રૂ જો લાલ થઈ જાય તો સમજી જવું કે તેમાં કેમિકલનો રંગ ભેળવવામાં આવ્યો છે. અને જો રૂનો રંગ ન બદલાય તો સાચું તરબુચ છે એવું સમજવું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code