વડોદરા, 15 એપ્રિલ 2026: Massive fire breaks out on 10th floor of ISKCON Atria Heights શહેરના ગોત્રી રોડ પર આવેલા ઈસ્કોન એટ્રિયા હાઈટ્સમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી. હાલ સુધી 10થી વધુ ફાયર ટેન્કરો ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ હાલ 70 ટકા આગ પર કાબુ મેળવી લેવાયો છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આજે એક બહુમાળી કોમર્શિયલ બિલ્ડિંગ ઇસ્કોન હાઈટ્સ નામની બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આ આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે સમગ્ર 10 માળની બિલ્ડિંગ તેની ઝપેટમાં આવી ગઈ હતી. બિલ્ડિંગમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.
આ ઘટવાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. અને આગનું વિકરાળ રૂપ જોતા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે ભાયલી, દાંડીયા બજાર, વડીવાડી ફાયર બ્રિગેડ સહિતનો ફાયર ફાઈટરોનો મોટો કાફલો અને અનેક ગાડીઓ પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ હાઈરાઈઝ બિલ્ડિંગમાં લાગેલી આ આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગ દ્વારા હાઈડ્રોલિક પ્લેટફોર્મ સહિતના અત્યાધુનિક સાધનોની મદદ લેવામાં આવી રહી છે. આગની જ્વાળાઓ ઉપરના માળેથી ઝડપથી ફેલાતી જોવા બિલ્ડિંગમાંથી લોકો સલામતરીતે બહાર નિકળી ગયા હતા. તેથી કોઈ જાનહાની થઈ નથી. “આ બિલ્ડિંગમાં લાગી આગનું મુખ્ય કારણ એસી (AC) અને કેબલ હોવાનું જણાય છે, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. બિલ્ડિંગમાં આશરે 400-500 જેટલા લોકો હાજર હતા, પરંતુ સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, તમામને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા છે.


