1. Home
  2. Tag "gujarat"

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરમાં પાંચમા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું ઉદ્ઘાટન કરશે

ગાંધીનગર: આજે હિન્દી દિવસ છે. 1949માં આ દિવસે બંધારણ સભાએ દેવનાગરી લિપિમાં હિન્દીને દેશની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી હતી. આજે, હિન્દી વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષાઓમાંની એક છે અને 52 કરોડથી વધુ લોકોની પ્રથમ ભાષા છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પાંચમા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું ઉદ્ઘાટન કરશે. […]

ગુજરાતઃ ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટેની નોંધણીની સમયમર્યાદા લંબાવાઈ

ગાંધીનગરઃ ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે વાવેતર પહેલા જ ભારત સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. ખરીદ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે નોંધણી ગત તા. 1 સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવી છે. રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો […]

ગુજરાતઃ મુખ્યમંત્રી પદે ભુપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ પુર્ણ થયા

ગાંધીનગરઃ 13 સપ્ટેમ્બર 2025 ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સેવાદાયિત્વના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ ચાર વર્ષ સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણના રહ્યા છે. આ ચાર પિલર પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ ગુજરાતને જે ગ્રોથ એન્જિન બનાવ્યું છે, તેને આગળ ધપાવવા તેઓએ સતત, અવિરત, અથાગ પ્રયાસો કર્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ ચાર વર્ષોમાં […]

ગુજરાતમાં ચાર દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ પડવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં લગભગ ચાર દિવસ સુધી વિરામ લીધા પછી ફરીથી વરસાદ પડવાની આગાહી છે. આ વખતે આખા ગુજરાતમાં વરસાદ નહીં પડે, પરંતુ આઠથી 12 જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે 14 સપ્ટેમ્બર, રવિવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે. એ બાદ […]

મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાતનો દબદબો યથાવત

મગફળી પાક છેલ્લા ઘણા વર્ષોથી ભારત અને ગુજરાતના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતા ટોચના દેશોમાં ભારતે અગ્રીમ હરોળમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. ત્યારે ભારતના કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો આજે 50 ટકાથી પણ વધુ છે. મગફળી વાવેતર અને ઉત્પાદન ક્ષેત્રે દેશમાં ગુજરાતનો દબદબો આ વર્ષે પણ યથાવત છે.કૃષિ મંત્રી […]

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના ગવર્નરનો વધારોનો હવાલો સોંપાયો

મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ બનતા પદ ખાલી પડ્યું હતું, આચાર્ય દેવવ્રતજી ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોમાં રાજ્યપાલની જવાબદારી સંભાળશે, ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મહારાષ્ટ્રના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાતા આ પદ ખાલી પડ્યું હતું,  જેના કારણે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના પાડોશી રાજ્ય ગુજરાતના રાજ્યપાલને […]

ગુજરાતમાં વર્ષ 2024-25ના ધારાધોરણ મુજબ પૂરતા પ્રમાણમાં આરોગ્ય કેન્દ્રો છે : આરોગ્ય મંત્રી

આરોગ્ય અને શિક્ષણ સેવાઓ પુરી પાડવા રાજ્ય સરકાર હંમેશા સકારાત્મક, ગુજરાતમાં હાલની જરૂરિયાત મુજબ આરોગ્ય કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યા છે, બે વર્ષમાં અમદાવાદ અને અમરેલી જિલ્લામાં એક-એક પ્રા.આરોગ્ય કેન્દ્રો મંજૂર કરાયા ગાંધીનગરઃ રાજ્યમાં વર્ષ 2024-25ના  ધારા ધોરણ મુજબ પૂરતા પ્રમાણમાં CHC, PHC અને પેટા કેન્દ્રો ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નાગરિકોને આરોગ્ય અને શિક્ષણ […]

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 307 સિંહના મોત થયા, સરકારે વિધાનસભામાં આપ્યો જવાબ

બે વર્ષમાં 268 સિંહોના કુદરતી અને 39 સિંહોના અકસ્માતને મોત થયા, અમરેલી જિલ્લામાં 14 બાળસિંહ અને 17 પુખ્તવયના સિંહના મોત થયા, સિંહના રક્ષણ માટે અસરકારક નીતિ બનાવવા વિપક્ષની માગ ગાંધીનગરઃ ગુજરાતમાં સિંહોના રક્ષણ માટે વન વિભાગ સતત કાર્યરત રહેતુ હોય છે. ત્યારે છેલ્લા બે વર્ષમાં કુલ 307 સિંહોના મૃત્યુ થયા હોવાની માહિતી ગુજરાત વિધાનસભામાં આપવામાં […]

નેપાળમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓને પરત લાવવા સરકારના પ્રયાસ

નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસા વચ્ચે નેપાળમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ પ્રતિક્રિયા આપી છે. નેપાળમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓને ઋષિકેશ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ગુજરાતના પ્રવાસીઓને સુરક્ષિત પરત લાવવા પ્રયાસો કરાય રહ્યા છે. ગુજરાતનું વહીવટીતંત્ર ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. કેન્દ્ર સરકાર […]

ગુજરાતમાં સીઝનનો સરેરાશ વરસાદ 107 ટકા નોંધાયો, 127 ડેમ હાઈ એલર્ટ પર

દક્ષિણ ગુજરાતમાં 110.68 ટકા, ઉત્તર ગુજરાતમાં 117.03 ટકા સીઝનનો વરસાદ પડ્યો, કચ્છમાં સીઝનનો 116,12 ટકા વરસાદ નોંધાયો, રાજ્યમાં સૌથી વધુ કપરાડામાં સીઝનનો 129 ઈંચ વરસાદ પડ્યો, અમદાવાદઃ ગુજરાતમાં ભાદરવો ભરપુર બન્યો હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યમાં ચોમાસાની સીઝનનો 107 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ ઉત્તર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code