1. Home
  2. Tag "gujarat"

ગુજરાતની 26 સરકારી પોલિટેકનિક કોલેજોમાં કાયમી આચાર્ય નથી, ઈન્ચાર્જથી ચાલતો વહીવટ

અમદાવાદઃ ગુજરાતના બજેટમાં શિક્ષણ સેવાઓ પાછળ પુરતો ખર્ચ કરાતો ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે શાળા-કોલેજોમાં શિક્ષકો-પ્રાધ્યાપકોની અનેક જગ્યાઓ ખાલી છે. જેમાં 31 સરકારી ડિપ્લોમા ઈજનેરી કોલેજો પોલીટેકનીક પૈકી માત્ર 5 કોલેજોમાં જ કાયમી પ્રિન્સિપાલ છે, બાકીની 26 કોલેજોમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલથી કામગીરી ચલાવવી પડે છે. લાંબા સમયથી નવા રીક્રૂટમેન્ટ રૂલ્સમાં સામાન્ય ફેરફાર કરવામાં ન […]

ગુજરાતમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા, સૌથી વધુ અમદાવાદમાં 90 કેસ, ભરૂચમાં એકનું મોત

અમદાવાદઃ ગુજરાતમાં ફરીવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. પ્રતિકૂળ વાતાવરણને કારણે શરદી,ઉઘરસ, અને તાવ સહિત વાયરલ બીમારીના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે.  કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડા બાદ ફરી એકવાર કેસમાં વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા […]

ગુજરાતઃ અત્યાર સુધી ઈ-વાહન ખરીદનારા 51 હજારથી વધારે લોકોને રૂ. 125 કરોડની સબસીડી અપાઈ

અમદાવાદઃ પ્રદુષણને ઘટાડવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. તેમજ ઈ-વાહનોના વપરાશને લઈને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન ગુજરાતમાં જુલાઇ 2021 બાદ ખરીદવામાં આવેલા લગભગ ઈ-વાહનોના 51 હજારથી વધારે વાહન માલિકોને સબસીડી આપવામાં આવી છે. રાજ્ય બે લાખ ઈ-વાહનો સુધી રાજ્ય સરકાર સબસીડી આપશે, તેમ રાજ્યના મંત્રી હર્ષ […]

ગુજરાતનો કુલ બજેટમાંથી શિક્ષણ સેવાઓ પાછળ ખર્ચમાં દેશમાં 20મો ક્રમ, પ્રથમક્રમે દિલ્હી

ગાંધીનગરઃ દેશભરમાં શિક્ષણ પાછળ સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. દરેક રાજ્ય પોતાની જરૂરિયાત મુજબ શિક્ષણ સેવાઓ પાઠળ ખર્ચ કરે છે. જેમાં ગુજરાત સરકાર શિક્ષણ પાછળ જે ખર્ચ કરે છે. તેનો દેશમાં 20મો ક્રમ છે. રાજ્ય સરકારના કુલ બજેટમાંથી શિક્ષણ સેવાઓ પાછળ ફાળવાતા બજેટનો હિસ્સો જોઇએ તો દેશના 31 રાજ્યો અને તમામ […]

ગુજરાતમાં આગામી તા. 3જી એપ્રિલે યોજાનારી ગુજકેટની પરીક્ષા 1.30 લાખ વિદ્યાર્થીઓ આપશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે. જ્યારે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે મહત્વની ગણાતી ગુજકેટની પરીક્ષા આગામી તા. 3જી એપ્રિલે યોજાશે. રાજ્યભરમાંથી 1.30 લાખ વિદ્યાર્થી આ પરીક્ષા આપશે. સૌથી વધારે સુરતથી 18 હજાર વિદ્યાર્થી પરીક્ષા આપશે.  રાજ્યમાં 626 બિલ્ડિંગના […]

ગુજરાતમાં અમદાવાદ સહિત 6 જેટલા સ્માર્ટસિટી પાછળ સરકારે કર્યો રૂપિયા 3737 કરોડનો ખર્ચ

ગાંધીનગરઃ ગુજરાતમાં અમદાવાદ,સુરત અને રાજકોટ સહિત અડધો ડઝન સ્માર્ટસિટીના વિકાસ માટે રાજ્ય સરકારે કેન્દ્રના સહયોગથી રૂપિયા 3737 કરોડનો ખર્ચ કર્યો છે. શહેરના રોડ-રસ્તાઓ, ફલાય ઓવરબ્રિજ, પાણી વિતરણ સહિતની સુવિધા પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ  દેશના તમામ રાજ્યમાં સ્માર્ટ સિટી તૈયાર કરવાની યોજના અમલમાં છે, ત્યારે ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા […]

કલેક્ટરોને તેમના જિલ્લામાં થયેલા ખેતીવાડી નુકસાનનો પ્રાથમિક સર્વે કરાવવા CM નો નિર્દેશ

ગાંઘીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા જિલ્લા કલેક્ટરો સાથે ગાંઘીનગરથી વિડિયો કોન્ફરન્સ યોજીને કરી હતી. ખાસ કરીને અમરેલી, જુનાગઢ તેમજ સૌરાષ્ટ્ર–કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયેલા આ કમોસમી વરસાદથી રવિપાકોની ગુણવત્તાના નુકસાન સહિતના અન્ય નુકસાન તેમજ ઉનાળુ પાકો અને ફળાઉ પાકોના નુકસાનની પ્રાથમિક વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેળવી […]

ગુજરાતમાં ધરાસભ્યો,મંત્રીઓની કાલથી ક્રિકેટ મેચ યોજાશે, કોંગ્રેસ અને આપ’ મેચમાં ભાગ લેશે નહીં

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે એક છત નીચે એકત્ર થયેલા ધારાસભ્યો હવે ક્રિકેટ મેચ રમશે. થોડા દિવસ પહેલા કેસુડાના રંગે ધૂળેટી રમ્યા બાદ હવે મંત્રીઓ અને ધારાસભ્યો ક્રિકેટ મેચ રમશે. જેના માટે નવ ટીમ બનાવવામાં આવી છે. જોકે ધૂળેટીની જેમ ક્રિકેટ મેચમાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ભાગ […]

ગુજરાતમાં પ્રતિકૂળ હવામાનને લીધે કેરીના પાકને અસર, પખવાડિયા બાદ આવકમાં વધારો થશે

અમદાવાદઃ ઉનાળાના પ્રથમ ગણાતા ફાગણ મહિનાની વિદાય અને ચૈત્ર મહિનાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે વાતાવરણમાં પલટો આવતા કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના લીધે રવિપાકને નુકશાનની ભીતી ખેડુતો સેવી રહ્યા છે. દરમિયાન કેરીના પાકને પણ નુકશાન થયું છે. પ્રતિકૂળ હવામાનને કારણે કેરીની આવકમાં પખવાડિયા બાદ જ વધારો થાય […]

અમદાવાદ : 55662 ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ રૂ. 232 કરોડની સબસીડી ચૂકવવામાં આવી

અમદાવાદ : અમદાવાદ જિલ્લાના ૫૫,૬૬૨ ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ રૂ. ૨૩૨.૪૮ કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે. રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત આ સરકાર ખેડૂતોને સમયસર જરૂરી રાહત મળી રહે તે માટે સંકલ્પબદ્ધ છે. એમ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું. વિધાનસભાના બીજા સત્ર દરમિયાન એક પ્રશ્નના જવાબમાં અમદાવાદ જિલ્લાના ખેડૂતોને આપવામાં આવેલી વીજ સબસિડી વિશે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code