1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કલેક્ટરોને તેમના જિલ્લામાં થયેલા ખેતીવાડી નુકસાનનો પ્રાથમિક સર્વે કરાવવા CM નો નિર્દેશ
કલેક્ટરોને તેમના જિલ્લામાં થયેલા ખેતીવાડી નુકસાનનો પ્રાથમિક સર્વે કરાવવા CM નો નિર્દેશ

કલેક્ટરોને તેમના જિલ્લામાં થયેલા ખેતીવાડી નુકસાનનો પ્રાથમિક સર્વે કરાવવા CM નો નિર્દેશ

0
Social Share

ગાંઘીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા જિલ્લા કલેક્ટરો સાથે ગાંઘીનગરથી વિડિયો કોન્ફરન્સ યોજીને કરી હતી. ખાસ કરીને અમરેલી, જુનાગઢ તેમજ સૌરાષ્ટ્ર–કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયેલા આ કમોસમી વરસાદથી રવિપાકોની ગુણવત્તાના નુકસાન સહિતના અન્ય નુકસાન તેમજ ઉનાળુ પાકો અને ફળાઉ પાકોના નુકસાનની પ્રાથમિક વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી. તેમણે સંબંધિત જિલ્લા કલેક્ટરોને તેમના જિલ્લાઓમાં થયેલા ખેતીવાડી નુકસાનનો પ્રાથમિક સર્વે કરાવી લેવા પણ દિશાનિર્દેશો આપ્યા હતા.

આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટર પોતાના જિલ્લામાં પાક નુકસાન સહિતના નુકસાનીના સર્વે માટે ટીમ્સ કાર્યરત કરી દેવામાં આવી છે તેની વિસ્તૃત વિગતો આપી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરોને માર્ગદર્શન આ૫તા કહ્યું કે, આ સર્વેમાં કોઇને અન્યાય ન થાય તે રીતે સર્વે કરીને નિયમાનુસારની ચુકવણી માટે યોગ્ય કાર્યવાહી થાય તે આવશ્યક છે.

ભૂપેન્દ્ર ૫ટેલે એમ ૫ણ જણાવ્યું કે કેન્દ્રિય હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટાનો જે સંભવિત વર્તારો દર્શાવ્યો છે, તેની સામે પાક સંરક્ષણ સહિતનુ આગોતરુ આયોજન જિલ્લાસ્તરે કલેક્ટરો કરી લે. એટલું જ નહિ, માનવમૃત્યુ કે ૫શુ જાનહાનિ ન થાય તે માટે સતર્ક રહીને સાવચેતી અને સલામતીના ૫ગલાઓ લેવા તેમણે તાકિદ કરી હતી. કમોસમી વરસાદ અન્વયે અગમચેતીના ભાગરૂપે પાક સંરક્ષણ માટે લેવાનાં થતાં પગલાં અંગે જિલ્લા કક્ષાએથી એગ્રી એડવાઈઝરી સ્થાનિક પ્રચાર માઘ્યમોમાં આપીને ખેડૂતોને સમયાનુસાર હવામાન અંગેની જાણ થતી રહે તેવી વ્યવસ્થા કરવા આ વિડીયો કોન્ફરન્સમાં કલેક્ટરોને માર્ગદર્શન આ૫તા મુખ્ય સચિવે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદી સ્થિતિના કરેલા આકલન દરમિયાન જણાવવામાં આવ્યું કે રાજ્યના ૨૭ જિલ્લાઓના ૧૧૧ તાલુકાઓમાં ૧ મિ.મિ.થી ૪૭ મિ.મિ. વરસાદ નોંધાયો છે. મુખ્યત્વે ૧૮ જિલ્લાના ૩૩ તાલુકાઓ એવા છે, જ્યાં ૧૦ મિ.મિ.થી વધુ વરસાદ પડ્યો છે. એટલું જ નહી, તારીખ પાંચ માર્ચથી નવમી માર્ચ દરમિયાન ૨૭ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code