1. Home
  2. Tag "gujarat"

કમોસમી વરસાદના કારણે ખેતીપાકને થયેલા નુકશાનનો ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે

સુરત : જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતીપાકને થયેલા નુકશાનનો સુરત જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં કમોસમી વરસાદ સંદર્ભે આગોતરી જાણ હોવાથી સુરત જિલ્લાના તમામ વિભાગો કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા હતા. ઉમરપાડા તાલુકામાં જોરદાર પવન અને કરા સાથે વરસાદ પડ્યો હોવાની જાણ […]

ગુજરાતમાં 4500 જેટલી દૂધ મંડળીઓ મહિલા સંચાલિતઃ ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ દેશમાં કુલ દૂધ સંચાલનના 30 ટકા ગુજરાત કરે છે. તેમજ અંદાજે રૂ. 150 કરોડ રોજ દૂધ ઉત્પાદકોને ચુકવવામાં આવે છે. રાજ્યમાં લગભગ 4500 જેટલી દૂધ મંડળીઓ મહિલા સંચાલિત છે. તેમ ગાંધીનગરમાં યોજાયેલી ડેરી ઈન્ડસ્ટ્રીઝની કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેરી સેકટરની સાચી તાકાત નાના ખેડૂતો અને પશુપાલકો છે […]

પ્રજા ઉપર મોંઘવારીનો વધુ એક માર, સિંગતેલના ભાવમાં વધારો

અમદાવાદઃ પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલા વધારાને પગલે જીવન જરુરી વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. બીજી તરફ પ્રજા મોંઘવારીનો માર સહન કરતી પ્રજા બહાર નીકળવા માટે હવાતિયા મારી રહી છે ત્યારે ફરી એકવાર સિંગતેલના ભાવમાં વધારો થયો હોવાનું જાણવા મળે છે. સિંગતેલના ભાવમાં દસ દિવસના સમયગાળામાં રૂ. 60નો વધારો થયો છે. જ્યારે કપાસિયા અને પામોલિન તેલના ભાવમાં […]

રાજ્ય સરકાર ઓછી કોસ્ટ અને મેરીટ આધારીત વીજળી ખરીદી કરે છે : ઋષિકેશ પટેલ

અમદાવાદઃ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા ગુજરાત સરકાર રાજ્યમાં 24 કલાક અને ખેડૂતોને 8 કલાક એકધારી વીજળી પૂરી પાડી રહી છે. વર્ષ 2006માં તત્કાલિન કેન્દ્ર સરકારે “નેશનલ ટેરીફ પોલીસી “ જાહેર કરી હતી. જેમાં વીજળીની જરૂરિયાત પૂરી કરવા ખાનગી વીજ ઉત્પાદક કંપનીઓ પાસેથી ટેન્ડર પ્રક્રિયા દ્વારા વીજ […]

રાજ્યમાં 25 જિલ્લામાં એટ્રોસિટી કોર્ટ શરૂ થશે, અમદાવાદ સહિત પાંચ શહેરોમાં નવી એનડીપીએસ કોર્ટ શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. બીજી તરફ પીડિતોને ઝડપથી ન્યાય મળી રહે તે માટે નવી કોર્ટ ઉભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી દિવસોમાં 25 જિલ્લામાં નવી એટ્રોસિટી કોર્ટ શરૂ કરવામાં આવશે. રાજ્યની ભાજપ સરકાર દ્વારા ડીજીટલ ઇન્‍ડીયા બાદ હવે અદાલતોમાં પણ કમ્‍પ્‍યુટર અને ડીઝીટીલાઇઝન ઉપર […]

PM મિત્ર પાર્ક તમિલનાડુ, તેલંગાણા, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં બનશે

ભારત સરકારે આજે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે 7 PM મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજિયન્સ અને એપેરલ (PM MITRA) પાર્ક સ્થાપવા માટેની સાઇટ્સની જાહેરાત કરી છે. આ પાર્ક તમિલનાડુ, તેલંગાણા, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં બનશે. PM ના 5F વિઝન (એટલે કે ફાર્મથી ફાઇબરથી ફેક્ટરીથી ફેશનથી ફોરેન સુધી)થી પ્રેરિત PM મિત્ર પાર્ક એ ભારતને કાપડ ઉત્પાદન […]

જલ જીવન મિશનઃ ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં 91.18 લાખ પરિવારનોને પાણીના નળ કનેક્શન અપાયા

નવી દિલ્હીઃ દેશમાં લોકોને પીવાનું ચોખ્ખુ પાણી મળી રહે તે માટે જલ જીવન મિશન હેઠળ ઘરે-ઘરે પાણીના નળ કનેક્શન આપવામાં આવી રહ્યાં છે. સમગ્ર દેશમાં આ યોજના હેઠળ 90 ટકાથી વધારે ઘરોએ પાણીના નળ કનેક્શન પહોંચ્યાં છે. સતત વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં 100 ટકા એટલે કે 91.18 લાખ ગ્રામણી પરિવારનોને પાણીના નળના જોડાણ આપવામાં […]

અમદાવાદમાં પાંચ કેન્દ્રો ઉપર શિક્ષકોએ પરીક્ષા ખંડના સીસીટીવી કેમેરાનું મોનીટરિંગ શરુ કર્યું

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. પરીક્ષામાં ગેરરીતી અટકાવવા માટે બોર્ડ દ્વારા પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરા મારફતે નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત પરીક્ષા ખંડમાં નિરીક્ષકો ઉપરાંત બોર્ડના અધિકારીઓ પણ સરપ્રાઈઝ ચેકીંગ કરે છે. તા.14મી માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો અને તા. 28મી માર્ચ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે. […]

રાજ્યમાં બે વર્ષમાં લાંચિયા બાબુઓ સામે 314 ગુના નોંધાયાં

અમદાવાદઃ રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા બે વર્ષના સમયગાળામાં લાંચિયા અધિકારી-કર્મચારીઓ સામે કુલ 314 જેટલા ગુના નોંધાયાં હતા. રાજ્યમાં ભ્રષ્ટાચારને નાથવા માટે સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એસીબી પણ લોકોને ભ્રષ્ટાચાર મામલે લોકોને જાગૃત કરવાની કામગીરી કરી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર એસીબીએ છેલ્લા બે વર્ષમાં લાંચના છટકા ગોઠવીને અનેક લાંચિયા અધિકારીઓ […]

હવે ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી હીટવેવને પણ ગંભીરતાથી લેશે, એક્શન પ્લાન બનાવશે

અમદાવાદઃ ભારત સરકારના હવામાન વિભાગના સૂચનને પગલે ગુજરાત સરકાર દ્વારા પ્રથમ વખત ગરમીના પ્રક્રોપ હીટવેવને અન્ય કુદરતી આફતોની સમાન ગંભીરતાથી લેવા તેમજ તમામ જીલ્લાઓને પોતાના જીલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ મુજબનો એક્શન પ્લાન બનાવવા જીલ્લાના વડાઓને અનુરોધ કરવામાં આવ્યો છે. ગઈકાલે તમામ કલેકટર, ડીડીઓ, મ્યુનિસિપલ કમિશ્નરો સાથે ગાંધીનગરથી વિડોયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code